બાયડ તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ શ્રી એમ પી શાહ હાઇસ્કુલ જીતપુર ખાતે યોજાયોઆ પ્રસંગે પ્રાંત અધિકારી, બાયડ ભાર્ગવ પટેલ, બાયડ મામલતદાર જાગૃતિબેન બી ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે રાષ્ટ્રગીત સાથે સલામી આપી દેશભક્તિ ના ગીતો સાથે તથાસુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ માં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયત અને ગામના વિકાસ માટે પાંચ લાખ રૂપિયા નો ચેકજીતપુર ગ્રુપ ગ્રામ પંચાયત ના વહીવટદાર શ્રીના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તથા પ્રતિભાશાળી શિક્ષક તરીકે ચેતનાબેન ડી પટેલ ને જીતપુર પ્રાથમિક શાળા નું સન્માન કરવામાં આવ્યું હતું
જીતપુર શ્રી એમ પી શાહ હાઈસ્કૂલની લાઇબ્રેરી માં વધુ પુસ્તકો વસાવા માટે અને વધુને વધુ બાળકો સમૃદ્ધ બને વધુ વાંચન પ્રક્રિયા દ્વારા પોતે સમજે અને કોઈ બીજા વિદ્યાર્થી અથવા બાળકોને પોતે સમજાવી શકે તેવાખૂબ જ શ્રેષ્ઠ વિચારો તથા ઉમદા હેતુથી બાયડ પ્રાંત અધિકારી શ્રીદ્વારા 11,000 રૂપિયાનું દાન કરવામાં આવેલ હતું અને હાઈસ્કૂલમાં આવેલી અધતન સુવિધા વાળી લાઇબેરી ની મુલાકાત લીધી હતી
ત્યારબાદ હાઈસ્કૂલના મેદાનમાં વન સંરક્ષણ વિભાગ બાયડ કચેરી દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ તમામ સ્વાતંત્ર્ય દિન કાર્યક્રમની ઉજવણી માટે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ તથા હાઈસ્કૂલના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફગણ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો તથા વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામ તાલુકા કક્ષાના પ્રસંગ ને ખૂબ જ ઉત્સાહપૂર્વક બિરદાવ્યો અને નિહાળ્યો હતો..