Daily Newspaper

યુનિક-યુ સ્કુલ,ઇડરમાં શિક્ષણથી આત્મનિર્ભર-સાબરકાંઠા ચિંતનબેઠક યોજાઈ.

યુનિક-યુ સ્કુલ,ઇડરમાં શિક્ષણથી આત્મનિર્ભર-સાબરકાંઠા ચિંતનબેઠક યોજાઈ.

સવેરા ગુજરાત, ઇડર
રાકેશ નાયક

યુનિક-યુ ઈન્ટરનેશનલ સ્કુલ, ઈડર ૨૧મી સદીના કૌશલ્યો વિકસાવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ (NEP) પ્રમાણે બાળકોનો સર્વાંગી વિકાસ કરતી વિશિષ્ટ સ્કુલ છે.
યુનિક-યુ સ્કુલ શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, નવી દિલ્હીના પ્રતિમાન કેન્દ્ર તરીકે કાર્યરત છે. “શિક્ષણથી વિકસીત (આત્મનિર્ભર) સાબરકાંઠા” (વિકસીત ભારત @2047ની દિશામાં નાનકડો નક્કર પ્રયાસ) વિષય ઉપર ચિંતનબેઠક યોજાઈ હતી. મુખ્ય મહેમાનો નરસિંહભાઈ દેસાઈ, પ્રકાશભાઈ પરમાર, રમેશભાઈ તન્ના, દિનેશભાઈ પટેલ, અને જીતુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં આ ચિંતનબેઠક યોજાઈ હતી.
૩૦ થી વધુ સંસ્થાઓની સહભાગીદારીમાં આ ચિંતનબેઠક યોજાઈ હતી. ચિંતનબેઠકમાં નક્કી થયા પ્રમાણે આ વર્ષ ૨૦૨૫-૨૬માં નીચે આપેલ સંસ્થાઓ જે તે પોતાના ફોકસ ક્ષેત્રમાં કાર્ય કરશે:
(૧) નરસિંહભાઈ દેસાઈ સેન્ટર ફોર કરિયર ડેવલપમેન્ટ- આ તમામ સંસ્થાઓના સંકલનની જવાબદારી તથા સાબરકાંઠાના વિકાસ માટે સરકાર સાથે સાબરકાંઠા- NRG સેન્ટર: નોન રેસીડેન્સીયલ ગુજરાતી ફાઉન્ડેશન સાથે શરુ કરશે અને ૧૦ ફોકસ ક્ષેત્રોમાં સાતત્યપૂર્વક કામગીરી કરશે.
(૨) શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ- શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ શિક્ષણથી આત્મનિર્ભર ભારત માટે જે કામ કરે છે. તે સંકલ્પના પ્રમાણે માનનીય ઓમપ્રકાશજી, રાષ્ટ્રીય સંયોજક શિક્ષણથી આત્મનિર્ભર ભારત તથા અતુલ કોઠારીજી, સચિવ, રાષ્ટ્રીય શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ ના માર્ગદર્શનમાં આ સમગ્ર કામગીરી સાબરકાંઠાને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના શિક્ષણથી આત્મનિર્ભર જિલ્લાના મોડેલ તરીકે વિકસાવવામાં આવશે.
(૩) રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ: આ સમગ્ર આયોજનમાં અને અમલીકરણમાં માર્ગદર્શક તરીકે રહેશે.
(૪) હાર્ટફૂલનેસ ઈન્સ્ટીટયુટ- Wellness (સુખાકારી) અને સમગ્ર આયોજનમાં અને અમલીકરણમાં સાથે રહેશે.
(૫) ઈડર આંજણા પાટીદાર હિતવર્ધક મંડળ- Parenting (બાળઉછેર), Road Safety (માર્ગ સલામતી), સ્કોલરશીપથી તેજસ્વી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ, ચરિત્ર નિર્માણ અને વ્યક્તિત્વના સમગ્ર વિકાસમાં કાર્યો કરશે.
(૬) ગણપત યુનિવર્સિટી- શિક્ષણમાં સર્વેની ભાગીદારીથી આગળ વધવામાં નોલેજ પાર્ટનર.
(૭) સ્વર્ણિમ યુનિવર્સિટી- ઈનોવેશન, ઉદ્યોગ-સાહસિકતા અને જીલ્લાની વિશેષતાવાળા ગૃહઉદ્યોગો, કલા-કારીગરીની નોંધણી.
(૮) યુવા અનસ્ટોપેબલ- વિદ્યાર્થીઓને દેશ વિદેશમાં પ્રાપ્ય સ્કોલરશીપ અંગે જાગૃત કરવા અને તાલીમ આપવી, સરકારી શાળાઓમાં સગવડો અને શિક્ષકોની તાલીમ.
(૯) સાબરકાંઠા સેલ્ફ ફાયનાન્સ સ્કુલ એસોસિયેશન- NEP અમલીકરણ, વૃક્ષારોપણ, Road Safety (માર્ગ સલામતી)ની તાલીમ, કારકિર્દી માર્ગદર્શન, 21મી સદીના કૌશલ્યો વિકસાવવા, ચરિત્ર નિર્માણ અને વ્યક્તિત્વનો સમગ્ર વિકાસ, Wellness (સુખાકારી).
(૧૦) રમેશભાઈ તન્ના- 21મી સદીના કૌશલ્યો વિકસાવવા, નોન રેસીડેન્સીયલ ગુજરાતી(NRG)ને વતન સાથે જોડવા તથા દસ્તાવેજીકરણમાં સહયોગ આપશે.
(૧૧) નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ- ૧૫૦૦૦ ખેડૂત પરિવારોને વેલનેસ(સુખાકારી)ની તાલીમ તથા મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવામાં સહયોગ.


(૧૨) રોટરી ક્લબ ઓફ ઈડર- Road Safety (માર્ગ સલામતી), Wellness (સુખાકારી) માટે કાર્ય કરશે.
(૧૩) મહાલક્ષ્મી જીન- નાના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા અને Wellness (સુખાકારી)ના ક્ષેત્રમાં કાર્ય કરશે.
(૧૪) દિવ્યચેતના કેમ્પસ- Road Safety (માર્ગ સલામતી) અને Wellness (સુખાકારી) જેવા ક્ષેત્રોમાં સહયોગ આપશે.
(૧૫) જગદીશભાઈ ભટ્ટ (ખેડબ્રહ્મા) (નિવૃત શિક્ષક, જાગૃત નાગરિક) : આ દસ ક્ષેત્રોમાં સહયોગ માટે મદદ કરશે અને સાબરકાંઠાની બહાર રહેતા લોકોને પણ આ કાર્યમાં જોડવામાં મદદ કરશે.

ગેરહાજર સંસ્થાઓએ દર્શાવેલ પ્રતિબધ્ધતા:
(1) એશિયન ગૃપ ઓફ ઈન્સ્ટીટયુટ: કારકિર્દી માર્ગદર્શન, ચરિત્ર નિર્માણ અને વ્યક્તિત્વનો સમગ્ર વિકાસ, 21મી સદીના કૌશલ્યો વિકસાવવા, દેશ વિદેશમાં પ્રાપ્ય સ્કોલરશીપ અંગે જાગૃત કરવા અને તાલીમ આપવી, નેતૃત્વની તાલીમ, Wellness (સુખાકારી), Road Safety (માર્ગ સલામતી), Parenting (બાળઉછેર) માં સહયોગી થશે.
(2) ITI કોલેજ, વડાલી અને ઈડર- કારકિર્દી માર્ગદર્શન, ચરિત્ર નિર્માણ અને વ્યક્તિત્વનો સમગ્ર વિકાસ, 21મી સદીના કૌશલ્યો વિકસાવવા, Wellness (સુખાકારી), Road Safety (માર્ગ સલામતી) માં સહયોગી બનશે.
(3) ચિલ્ડ્રન રીસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર- Wellness (સુખાકારી) અને Parenting (બાળઉછેર) માટે સહયોગ કરશે.
(4) ગુજરાત ટેકનીકલ યુનિવર્સીટી (GTU)- 21મી સદીના કૌશલ્યો વિકસાવવા, નેતૃત્વની તાલીમ માટે સહયોગ આપશે.
(5) કાંતિભાઈ ભગત (નિવૃત પ્રિન્સિપાલ), સંચાલક: મોર્ડન હાઈસ્કૂલ, વડાલી- આ દસ ક્ષેત્રોમાં સહયોગ માટે મદદ કરશે અને સાબરકાંઠાની બહાર રહેતા લોકોને પણ આ કાર્યમાં જોડવામાં મદદ કરશે.
રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં શૈક્ષણિક સંસ્થા જે તે વિસ્તારમાં ‘જ્ઞાન’ , ‘કૌશલ્યો’ અને ‘અભિગમ’ વિકસાવવાનું કેન્દ્ર બને અને સમાજ સાથે સંકલન કરી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપે એ સંકલ્પના યુનિક-યુ સ્કુલ તથા કે.બી.દેસાઈ અર્બુદા સ્કુલે અમલમાં મૂકી છે. શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ ભારતના દરેક જીલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ આત્મનિર્ભરતાનું કેન્ર્મ બને તે માટે ઓમપ્રકાશ શર્માજી, અતુલ કોઠારીજીના માર્ગદર્શનમાં નોંધપાત્ર કાર્ય કરી રહેલ છે તે દ્રષ્ટીએ આ પહેલ સાબરકાંઠા જીલ્લાને પ્રતિમાન જીલ્લા થકી વિકસાવવાની આ સાથે નક્કર શરૂઆત થઈ ગઈ છે.

Shivkumar Sharma

error: Content is protected !!