Warning: include_once(/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php): failed to open stream: No such file or directory in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110

Warning: include_once(): Failed opening '/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php' for inclusion (include_path='.:/opt/alt/php74/usr/share/pear') in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110
cyber fraud: સાયબર ગઠિયાએ સીમકાર્ડ અપડેટ કરવાનું કહી રૂ.99,990ની છેતરપિંડી આચરી

cyber fraud: સાયબર ગઠિયાએ સીમકાર્ડ અપડેટ કરવાનું કહી રૂ.99,990ની છેતરપિંડી આચરી

[ad_1]

સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા અનેક પ્રકારના નુસખા અપનાવી રહ્યા છે. અગાઉ ઓટીપી મેળવ્યા બાદ લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરાતી હતી. હવે માત્ર મોબાઈલમાં કોઈ કી દબાવડાવીને ગઠિયા ફોન હેક કરી લઈ ઠગાઈ આચરી રહ્યા છે. મોડાસાના એક વ્યકિત સાથે આ જ રીતે ઓનલાઈન છેતરપિંડી કરાઈ છે.

મોડાસા શહેરની પારસ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ પ્રિયદર્શીને સીમકાર્ડ અપડેટ કરવાનું કહી સાયબર ગઠિયાએ 99,990 રૂપિયાની છેતરપિંડી કરી હતી. થોડા દિવસ અગાઉ તેઓના મોબાઈલ પર ફોન આવ્યો હતો અને હિન્દી ભાષામાં વાત કરી એક શખ્સે તમારે જીઓનું સીમકાર્ડ અપડેટ કરાવવું પડશે. તે માટે ફોનમાં એક નંબરની કી દબાવવાનું કહ્યું હતું. દરમિયાન મોબાઈલમાં માત્ર એક નંબરની કી દબાવવાથી જ ફોન હેક થઈ ગયો હતો અને જુદા-જુદા સમયે તેઓના બેંક ખાતામાંથી 99,990 રૂપિયા ઉપડી ગયા હતા. સીમકાર્ડ બંધ થઈ જતાં ગ્રાહકે તપાસ કરતાં કંપનીમાંથી આવો કોઈ ફોન કરવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતુ. જેના પગલે સાયબર ગઠિયાએ છેતરપિંડી આચરી હોવાનું જણાઈ આવતાં આ મામલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

[ad_2]

Source link

Related Post