અમદાવાદ ના ખોખરા યુથ ફેડરેશન દ્દારા પતંગ ના દોરાઓના ૧૦૦૮ કિલોના વિશાળ ગુંચવાડાઓનું હોળીનું કરાશે સામુહિક દહન.
ઘાતક પતંગના દોરા ઓ સમગ્ર અમરાઈવાડી-ખોખરા-હાટકેશ્રવર -ઘોડાસર-મણિનગર-કાકરિયા-CTM-રબારી કોલોની વિસ્તારમા કાર્યકરોએ ઘર ના ધાબાઓ કે અગાશીઓ પરથી તેમજ ઝાડની ડાળીઓ પરથી ઉતારીને પક્ષીઓ માટે ઘાતક બને તે પહેલા ભારે જહેમતથી એકત્રિત કરી હતી
એક સપ્તાહ કરતાં વધુ સમયથી સમગ્ર વિસ્તારમાં પતંગ રસિકોઓને આ વપરાયેલ પતંગના તમામ પ્રકારના દોરાઓને ફેડરેશનની ઓફિસએ આપી જઈને જીવો અને જીવાડોના સુત્રને સાચા અર્થમાં સાર્થક કરવા માટે કાર્યકરો પેરક બન્યા હતા
૧૯ મી જાન્યુઆરી ના રવિવારે સવારે નવ કલાકે આ પતંગ ના ઘાતક દોરા ઓની વિશાળ હોળીનું સામુહિક દહન કરાશે.
અમદાવાદના ખોખરા સર્કલ પાસે આવેલા પરિસ્કાર સકુંલને અડીને આવેલા સવોઁદયનગર, કમળ મેદાનમાં આસપાસના નાગરિકો મોટી સંખ્યામા એકત્રિત થઈ ને આ દોરાઓની હોળીનું દહન કરશે.