Daily Newspaper

Aravaliઅને સાબરકાંઠામાં ગણેશ વિસર્જન, ભાવવિભોર થઈ ભક્તોએ બાપ્પાને વિદાય આપી

Aravaliઅને સાબરકાંઠામાં ગણેશ વિસર્જન, ભાવવિભોર થઈ ભક્તોએ બાપ્પાને વિદાય આપી


ગણેશ ચતુર્થીના દિવસથી અનંત ચૌદસ સુધી સળંગ 10 દિવસ સુધી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

બંને જિલ્લામાં સાર્વજનિક ગણેશ મહોત્સવોમાં વિશેષ પૂજા-અર્ચના, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સ્પર્ધાઓ,ગણેશ યાગ, અન્નકૂટ સહિતના ઠેર-ઠેર આયોજન કરવામાં આવ્યા હતા. બાદમાં મંગળવારે અનંત ચૌદશે ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિને પગલે બંને જિલ્લામાં ડી.જેના તાલ સાથે ભવ્ય વિસર્જન યાત્રાઓ કાઢી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુ. મોડાસા શહેરમાં બપોર બાદ ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકળતાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમ્યાન ભક્તોએ ભાવ વિભોર થઈ ગણપતિ બાપ્પાને અગલે બરસ તું જલદી આના ના ભાવ સાથે વિદાય આપી હતી. સાબરકાંઠામાં હિંમતનગર સહિત જિલ્લામાં ઠેર-ઠેર ગણેશ વિસર્જન માટે વિસર્જન યાત્રાઓ કાઢવામાં આવી હતી. મોડાસામાં માલપુર રોડ પર આવેલ ઓધારી તળાવમાં પ્લાસ્ટિકથી કુત્રિમ કુંડ તૈયાર કરી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુ. જ્યારે માઝુમ નદીમાં પણ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતુ. બાયડ,ધનસુરા,ભિલોડા,માલપુર અને મેઘરજ તાલુકામાં 10 દિવસની ઉજવણી બાદ ભવ્ય વિસર્જન યાત્રાઓ કાઢી મૂર્તિઓનું વિસર્જન કરાયું હતુ. સાબરકાંઠા જિલ્લામાં ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકળી હતી અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદ ગૂંજી ઉઠયા હતા. બંને જિલ્લામાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો હતો.

સાબરકાંઠામાં કૃત્રિમ કુંડ બનાવી મૂર્તિઓનું વિસર્જન કરાયું

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે 10 દિવસ સુધી ગણેશ મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કર્યા બાદ ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકળી હતી અને હાથમતી, સપ્તેશ્વર અને સાબરમતી નદીમાં વિસર્જન વિસર્જન કરવામાં આવ્યુ હતું. ઈડર શહેર નગર ઉત્સવ સમિતિ દ્વારા ટાવર ચોકમાં તેમજ ઈડર શહેરની વિવિધ સોસાયટીઓ અને ગામડાઓમાં ગણેશ સ્થાપન કરવામાં આવ્યુ હતુ અને વાજતે-ગાજતે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતું. મંગળવારે ગણેશ વિસર્જનને પગલે નગરપાલિકા દ્વારા પાંજરાપોળ અને રાણી તળાવ જતા રોડ પાસે કુત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા. આ કુંડમાં આસપાસના ગામોમાંથી વાજતે-ગાજતે લાવવામાં આવેલ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત ખેડબ્રહ્મા, વડાલી, પ્રાંતિજ, તલોદ, વિજયનગર અને પોશીના તાલુકામાં પણ ગણેશ વિસર્જન કરવામાં આવશે.

મોડાસામાં છેલ્લા દિવસે શ્રદ્ધા ળુઓ દર્શન માટે ઊમટયા

સોમવારે રાત્રે ગણેશ મહોત્સની ઉજવણીના અંતિમ દિવસે મોડાસા શહેરમાં રામપાર્ક કા રાજા ગણેશ મહોત્સવ ખાતે અન્નકુટનું આયોજન કરવામાં આવ્યુ હતું. માલપુર રોડ પર સાંઈ ગૃપ આયોજીત ગણેશ મહોત્સવમાં સતત 9 દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. મોડાસાના મનોકામના સિધ્ધિ વિનાયક મંદિરે 1008 લાડુનો હોમ કરવામાં આવ્યો હતો.

મોડાસા ઓધારી તળાવ ખાતે રેસ્ક્યૂના સાધનો સાથે તરવૈયા તૈનાત રખાયા

મોડાસા શહેરમાં ર4થી વધુ જગ્યાએ સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવાયો હતો. આ તમામ મૂર્તિઓના વિસર્જન માટે શહેરના માલપુર રોડ પર આવેલ ઓધારી તળાવમાં મૂર્તિઓના વિસર્જન માટે કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમાં પ0થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. તળાવ ખાતે 15 ફાયરના જવાનો અને રેસ્ક્યુના સાધનો તૈયાર રખાયા હતા.

ખેડબ્રહ્મા શહેરમાં ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરમાં મંગળવાર ભાદરવા સુદ ચૌદસના દિવસે ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ગણપતિ દાદાને શણગાર કરેલ ટ્રેકટરમાં બેસાડી ગણપતિ બાપા મોરયા..અગલે બરસ તું જલ્દી આ. ના નાદ સાથે ડી.જે તાલે ભક્તો ઝુમી ઉઠયા હતા. ખેડબ્રહ્માના જાહેર માર્ગો પર ગણપતિ દાદાના વરઘોડામાં લોકો જોડાયા હતા. વરઘોડામાં અબીસ- ગુલાલના છોળો સાથે ભક્તો બાપાના ભક્તિ રંગમાં રંગાઈ ગયા હતા. ગણપતિ બાપ્પાની ભવ્ય આબેહુબ મૂર્તિઓને બે ક્રેન્ક દ્વારા ખેડબ્રહ્મા પી.આઈ ડી.આર.પઢેરીયા,પી.એસ.આઈ.એ.વી જોષી,કે.વી વહોણીયા દ્વારા પોલીસ બંદોબસ્ત ચુસ્ત પણે ગોઠવી દેવામાં આવ્યો હતો.

ધનસુરામાં ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ,ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકળી

ધનસુરા : ધનસુરા નગરમાં ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિને લઈ ભવ્ય શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી.ધનસુરા ગ્રામ પંચાયતના સરપંચ સહિત સદ્સ્યો, સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગણપતિની મૂર્તિઓનું અમૃત સરોવરના કિનારે મોટી ક્રેઈન દ્વારા સરોવરમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.



Source link

error: Content is protected !!