Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વડાપ્રધાન મોદીએ ગુજરાત સહિત ૯ રાજ્યોને આપી વંદે ભારત ટ્રેનની ભેટ

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૪
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આજે નવ જેટલી વંદે ભારત ટ્રેનોને વીડિયો કોન્ફરન્સથી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી છે. આ ૯ માંથી ગુજરાતની પણ એક વંદે ભારત ટ્રેનની શરૂઆતની શરૂઆત કરાવાઈ છે. ગુજરાતની આ ત્રીજી વંદે ભારત ટ્રેન જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે. વડાપ્રધાન દ્વારા ફ્લેગ ઓફ કરતા વંદે ભારત ટ્રેન બપોરે જામનગરથી અમદાવાદ આવા રવાના થઈ છે. તો કાલુપુર રેલવે સ્ટેશન પર ભાજપના નેતાઓ દ્વારા મુસાફરોનું સ્વાગત કરવામાં આવશે. સોમવારથી જામનગર-અમદાવાદ વચ્ચેની વંદે ભારત ટ્રેન રેગ્યુલર દોડશે. આજે પીએમ મોદીએ દેશને નવી ૯ વંદે ભારત એક્સપ્રેસની ભેટ આપી છે. જેમાં ગુજરાતને પણ વધુ એક વંદે ભારત એક્સપ્રેસ મળશે. ગુજરાતને આજે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ મળી છે. જામનગર અમદાવાદના રૂટ પર હવે નવી વંદે ભારત એક્સપ્રેસ દોડશે. આ ટ્રેન સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશન પર સ્ટોપ લેશે. ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. દેશની અન્ય વંદેભારત એકસપ્રેસની વાત કરીએ તો ઉદયપુર-જયપુર, પટના- હાવડા, રાંચી- હાવડા, રાઉરકેલા- ભુવનેશ્વર- પુરી, હૈદરાબાદ- બેંગલુરુ, વિજયવાડા – ચેન્નઈ સહિતના રૂટ પર કુલ ૯ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી છે. આ ૯ ટ્રેનો ૧૧ રાજ્યોમાં પહોંચવાની છે, જેમાં રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં, પશ્ચિમ બંગાળના હાવડા અને તમિલનાડુના ચેન્નાઈને ૨-૨ ટ્રેનો મળવા જઈ રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે, દેશમાં આધુનિક કનેક્ટિવિટી વિસ્તારનો આ અવસર છે. ૧૪૦ કરોડ ભારતીઓની આકાંક્ષાઓ સાથે મેચ કરે છે. આ ઉદ્યોમિયો, નોકરિયાતોની ઇન્સપીરેશન છે. આજે એક સાથ રાજસ્થાન, ગુજરાત, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બંગાળને નવી ટ્રેનો મળી છે. મને એ વાતની ખુશી છે કે વંદેભારતની મુસાફરીનો ક્રેઝ વધી રહ્યો છે. દેશના જુદા જુદા રાજ્યોને કેન્દ્ર સાશિત પ્રદેશોને ૨૫ વંદેભારત ટ્રેન મળી છે. જેમાં વધુ ૯ ટ્રેનો જાેડાશે. વંદેભારત એક્સપ્રેસ પોતાના ઉદેશ્યને ખુબ સારી રીતે પુરી કરી રહી છે. આ ટ્રેન એવા લોકોની સૌથી મોટી જરૂરિયાત છે જે બીજા રાજ્યમાં કેટલાક કલાકોનું કામ કરી એ જ દિવસે પાછા ફરવા માંગે છે. હાલ પર્યટન ક્ષેત્રમાં વધારો થયો છે. તેનાથી રોજગારી વધી છે. તેમણે વધુમાં કહ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તાલીમથી લઇ એજ્યુકેશનમાં તાલમેલ રહે તે માટે ઁસ્ ગતિશક્તિ યોજના લાવવામાં આવી છે. મલ્ટી મોડેલ પ્રયાસો ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે. વંદે ભારત ટ્રેન આવી જ ભાવનાઓનો એક પ્રતિબિંબ છે. ભારત રેલવે દેશના ગરીબ અને માધ્યમવર્ગ પરિવારો માટે વિશ્વાસુ પરિવહન રહ્યું છે. આ દુર્ભાગ્ય છે કે પહેલાના સમયમાં ભારતીય રેલવેને સુધારવા ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી. ૨૦૧૪ ની સરખામણીએ આ વર્ષે રેલવેને ૮ ગણું વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. ભારતીય રેલવે એ મુસાફરો માટે હરતું ફરતું ઘર છે, ત્યારે રેલવે સ્ટેશન પણ હંગામી ઘર બરાબર છે. હાલ ઘણા એવા સ્ટેશન છે જ્યાં હજી મોટા ફેરફાર થયા નથી. આજ માટે પ્રથમ વખત સરકારે રેલવે સ્ટેશનનો વિકાસ અને આધુનિકીકરણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. અમૃતકાળમાં ભારતે એક ભારત શ્રેષ્ઠ ભારતની યોજના શરુ કરી છે. પહેલાની સરકારોમાં જયારે કેબિનેટનું ગાઠન થયું હતું ત્યારે એ વાતની ચર્ચા થતી હતી કે રેલવે મંત્રાલય કોને મળે છે. રેલવે મંત્રી જે રાજ્યથી હોય તે જ રાજ્યને વધુ ટ્રેનો મળતી હતી. પણ હવે એવુ નહી થાય. તો આજે જામનગર-અમદાવાદ વચ્ચે નવી વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે. પ્રધાનમંત્રી મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી શરૂઆત કરાવી. ત્યારે નવી શરૂ થયેલી વંદે ભારત ટ્રેનનો મુસાફરોએ આનંદ માણ્યો. લોકોએ વિમાનમાં મુસાફરી કરી હોય તેવો અહેસાસ કર્યો. મુસાફરોએ ટ્રેનમાં મુસાફરી કરી આનંદ વ્યક્ત કર્યો.

Related posts

આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે

saveragujarat

PM નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે પાલીતાણા કન્યા વિદ્યાલય ખાતે “ઉજવલ” યોજના કાયૅકમ માં ઉપસ્થિત રહ્યા નામાંકિત મહાનુભવો…

saveragujarat

રાશનકાર્ડ ધારકોને આવતા અઠવાડીયે ૧૦૦૦ રૂપિયા મળશે

saveragujarat

Leave a Comment