Savera Gujarat
તાજા સમાચાર
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કલોલ ખાતે કપિલેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી

 

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.14

 

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કલોલનાં બોરીસણામાં આવેલા સ્નેહ ગ્રીન્સ ફ્લેટમાં પતંગ ચગાવ્યા

મકરસંક્રાંતિના પાવનપર્વ નિમિત્તે આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહ કલોલ
ખાતેના પ્રસિદ્ધ કપિલેશ્વર મહાદેવના દર્શન કરવા ગયા હતા. તેમણે કપિલેશ્વર મહાદેવના દર્શન- પૂજા
અર્ચના કરી હતી. ત્યારબાદ તેમણે કલોલના બોરીસણા વિસ્તારમાં આવેલી સ્નેહ ગ્રીન્સ સોસાયટીનાં ધાબે
નાગરિકો સાથે ઉતરાયણની મજા પતંગ ઉડાડીને લીધી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી એ અહીં નાગરિકો સાથે
ધાબે બેસી બોર અને ચીક્કી ખાધા હતા. આ પ્રસંગે સ્નેહગ્રીન્સ ફ્લેટ્સ અને આસપાસ રહેતા રહીશો દ્વારા
કેન્દ્રીય ગૃહ મંત્રી નું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ત્યાં ઉપસ્થિત
સર્વે નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. નાગરિકો સાથે હાથ મિલાવી તેમણે ઉતરાયણના પર્વની હાર્દિક
શુભકામનાઓ પણ પાઠવી હતી. ગૃહમંત્રીશ્રીએ ધાબા પરથી પણ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.

Related posts

લોકો ક્વોરન્ટાઈન થવાના ડરથી કોરોના ટેસ્ટ નથી કરાવતા

saveragujarat

અનુબંધમ પોર્ટલના માધ્યમ થકી પાયલ વરસાતે નોકરી મેળવી નોકરીવાંચ્છુકોએ જરૂરથી આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પાયલ વરસાત.

saveragujarat

રાયપુર ગાંધીનગર ખાતે બ્રહ્માણી માતાજીના રથ સાથે નગર યાત્રા યોજવામા આવી, દીગ્ગજ નેતાઓની હાજરીથી લોકોમા અનેરા ઉત્સાહ સાથે ખુશીની લાગણી જોવા મળી હતી

saveragujarat

Leave a Comment