Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

અમદાવાદ પશ્ચિમના સાંસદની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરે સંગઠનની રચના કરવામાં આવશે

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.22

અમદાવાદ: ભારત અને વિશ્વભરમાં સ્થાયી થયેલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયની એકતા , શૈક્ષણિક, સામાજિક, રોજગાર, રાજકીય, આરોગ્ય, સામાજિક ન્યાય, સહિતના સર્વાંગી વિકાસ માટે ડૉ. કિરીટભાઈ સોલંકી, સંસદ સભ્ય, અમદાવાદ પશ્ચિમ પેનલ સ્પીકર લોકસભા, ચેરમેન શ્રી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિ, 14 જનપથ, નવી દિલ્હી ખાતેના તેમના સત્તાવાર નિવાસસ્થાને, સમગ્ર ભારતના 27 રાજ્યોમાંથી SC અને ST સમુદાયો. માંથી આવેલા તમામ પ્રતિભાશાળી લોકોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સર્વાંગી વિકાસ માટે ટૂંક સમયમાં એક રાષ્ટ્રીય સંગઠનની રચના કરવામાં આવશે. ડો.કિરીટભાઈ સોલંકીજીની અધ્યક્ષતામાં આયોજીત આ વિશેષ બેઠકમાં સંગઠનની રાષ્ટ્રીય કાર્યકારીણી સમિતિ, તાલુકા જિલ્લા રાજકીય સમિતિમાં હોદ્દેદારો તરીકે ફરજ બજાવતા સામાજિક કાર્યકરોને આરોગ્ય વીમા પોલીસી આપવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો. આ સાથે સંગઠનની રાષ્ટ્રીય કાર્યકારિણીની તમામ બેઠકોમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રીય પદાધિકારીઓને સેકન્ડ ક્લાસ રેલ્વે ટિકિટ મુસાફરી ભથ્થું આપવાની યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

સાંસદ ડો. કિરીટભાઈ સોલંકીએ અધ્યક્ષ સ્થાનેથી બેઠકમાં ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, ડો.બાબાસાહેબ આંબેડકરએ વિશ્વ માનવ અને મહાનપુરુષ હતા અને ડો. બાબા સાહેબ આંબેડકરજીના સામાજિક ન્યાય અને સશક્તિકરણના અભિયાનને આગળ ધપાવવામાં આવશે. આ માટે કોઈપણ જ્ઞાતિ-ધર્મ, સમુદાય સાથે ભેદભાવ કે સંઘર્ષમાં ઉતર્યા કે સ્પર્ધા કર્યા વગર સામુદાયિક એકતાની ભાવનાને મજબૂત કરીને રાષ્ટ્રીય એકતાની ભાવના સાથે ભારત વિકાસના દ્રઢ નિર્ધાર સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના વિકાસ માટે સરકારી માધ્યમથી વિકાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે દર વર્ષે 14મી એપ્રિલે નવી દિલ્હીમાં ડો.બાબાસાહેબ આંબેડકરજીના જન્મદિવસે તાલુકા /જિલ્લા સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ સમાજ સેવા આપનાર કાર્યકરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડો.બાબાસાહેબ આંબેડકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. નવિન સંગઠનનું નામ, સંગઠનના રાષ્ટ્રીય હોદ્દેદારોના નામ અને સંગઠનના બંધારણની જાહેરાત તારીખ 12 – 2 – 2023 ને રવિવારના રોજ સવારે 10:00 કલાકે ” “ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન 15 જનપથ નવી દિલ્હી ” ખાતે ગણ માન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં સંસ્થાની વેબસાઈટ અને એપ પણ લોન્ચ કરવામાં આવશે. સંગઠનની એપ અને વેબસાઈટ થકી સમગ્ર ભારત અને વિશ્વમાં સ્થાયી થયેલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના લોકો સરળતાથી ડિજિટલ ફોર્મેટ થકી ઓનલાઇન સભાસદ તરીકે જોડાઈ શકે તેવું આયોજન કરાયું છે. સંગઠન દ્વારા પાયાના સ્તરે સરકારી સહાય યોજનાઓનાં લાભો લોકો સુધી પહોંચી શકે તેમજ આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે ની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે શૈક્ષણિક ઈમારતો ભારતના તમામ રાજ્યોના મુખ્ય મથકો પર બનાવવામાં આવશે, જેથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ UPSC અને સ્થાનિક રાજ્ય સેવાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે. એટલું જ નહીં, આ સમુદાયના લોકોને ટેકનિકલ ક્ષેત્રે સરળતાથી રોજગાર મળી શકે તે ધ્યાનમાં રાખીને તમામ રાજ્યોમાં સ્થાનિક અને રાષ્ટ્રીય ભાષાના અભ્યાસક્રમોની સાથે કૌશલ્ય વિકાસ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવશે. સંગઠન રાજકીય ઉદ્દેશ્યો સિવાય માત્ર અને માત્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના વિકાસ માટે કામ કરશે.

ડો કિરીટભાઈ.સોલંકીએ ડો. બાબાસાહેબ આંબેડકરના સંકલ્પને સાકાર કરવા સૌને કામ કરવા હાકલ કરી હતી. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિના સ્થાનિક ઉત્પાદકોને સરળતાથી માર્કેટિંગ ઉપલબ્ધ કરાવવા માટે, આ ભાવિ સંગઠન દ્વારા દિલ્હી અને તમામ રાજધાની પ્રદેશોમાં ભવ્ય વ્યાપાર મેળાનું આયોજન કરવામાં આવશે અને આ માટે સંગઠન માં એક બિઝનેસ વિંગની સ્થાપના પણ કરવામાં આવશે.

Related posts

ટાયર ફાટતા બેકાબૂ ટ્રકે ૩ બસોને ટક્કર મારતા ૧૪ લોકોનાં મોત

saveragujarat

જગન્નાથ મંદિર દ્વારા ૩ ખાસ મુગટ રામ મંદિરને અર્પણ કરાશે

saveragujarat

મોંઘવારી પર કાબૂ મેળવતા સમય લાગશે: રીઝર્વ બેન્ક

saveragujarat

Leave a Comment