Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતવિદેશ

”શ્રી મુક્તજીવન સ્વામીબાપા પૂર્વ આફ્રિકા પાદાર્પણ અમૃત મહોત્સવ”નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર મોમ્બાસામાં, શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત.

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૭

મોમ્બાસા દરિયાકિનારાએ પૂર્વ અને મધ્ય આફ્રિકા વચ્ચેનું પ્રવેશદ્વાર હોવાનું મનાય છે. જે તેને વિશ્વના સૌથી વ્યસ્ત બંદરો પૈકીનું એક બનાવે છે. મોમ્બાસા પોર્ટ વિશ્વભરમાં એસિસી બંદરોને જોડે છે તેમજ યુગાન્ડા, રવાંડા, બરુન્ડી, કોંગોના પૂર્વીય લોકશાહી પ્રજાસત્તાક, ઉત્તરીય ટ્રાન્ઝાનિયા, દક્ષિણી સુદાન, સોમાલિયા અને ઇથોપિયા સહિતના અન્ય ઘણા હાઈટેરલેન્ડ્સ સાથે જોડાય છે.

સર્વોપરી, સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપશ્રીના સર્વોપરી સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર કરવા દરિયાપાર વિદેશની ધરતી પર સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્માચાર્ય સૌ પ્રથમ પહેલ કરનાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા આજથી ૭૫ વર્ષ પહેલાં પૂર્વ આફ્રિકાના કેન્યા રાષ્ટ્રના મોમ્બાસા હિન્દ મહાસાગર તટે બંદરે તારીખ: ૧૬/૦૪/૧૯૪૮ને શુક્રવારના શુભ દિને પધાર્યા હતા. તેને આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થાય છે. તો આવા પાવન અવસરે “શ્રી મુક્તજીવન સ્વામીબાપા પૂર્વ આફ્રિકા પાદાર્પણ અમૃત મહોત્સવ” તથા “શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી ૭૦ મો પાટોત્સવ”ની ઉજવણી નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું દ્વિતીય વિચરણ છે.

અનેક વિવિધતાઓથી સમૃદ્ધ કેન્યાના મોમ્બાસામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ પૂજનીય સંતો હરિભક્તો સહ નાઈરોબીથી હવાઈ જહાજ દ્વારા મોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ મોમ્બાસા પધાર્યા હતા. એરપોર્ટથી પોલીસ એસ્કોર્ટ સેવામાં હાજર રહી હતી. મોમ્બાસા પધારતાં હરિભક્તોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. નાનાં નાનાં બાળકોએ સ્વાગત કીર્તન દ્વારા નૃત્યની પ્રસ્તુતિ કરી હતી અને સ્વાગર સામૈયું કરવામાં આવ્યું હતું.

સાત દિવસીય પાવનકારી સત્સંગ વિચરણ દરમ્યાન મોમ્બાસા, સ્વામીબાપા પ્રાર્થના હોલમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની મૂર્તિઓનું પૂજન, અર્ચન અને અને નિરાજન – આરતી કરવામાં આવી હતી તથા આ પાવનકારી અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું. તથા શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપશ્રીની વાતોની સમુહ પારાયણો પણ કરવામાં આવી હતી.

વળી, હિન્દ મહાસાગરના તટે શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક વિધિ તેમજ સમુદ્ર સ્નાન પણ કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ પણ આનંદભેર લાભ માણ્યો હતા. તેમજ દેશ વિદેશના અનેક ભાવિક હરિભક્તો પણ ઉમંગભેર જોડાયા હતા. નાનાં નાનાં બાળકો, યુવાનો, આબાલ, વૃદ્ધ વયના હરિભક્તો પણ ગમ્મત સાથે જ્ઞાન સત્સંગનો અનેરો ઉમળકાભેર આનંદ માણ્યો હતો

Related posts

રાજ્યમાં અંદાજે ૧૬૦૦ થી વધુ ગૌશાળા-પાંજરાપોળના પાંચ લાખ જેટલા પશુઓને મળશે યોજનાકિય લાભ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

વિદેશમંત્રી એસ જયશંકર અને અમેરિકી વિદેશમંત્રીની મુલાકાત

saveragujarat

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના પરિસરમાં દીપાવલીના શુભ અવસરે અદ્ભુત કલાત્મક રંગોળી…

saveragujarat

Leave a Comment