Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતસમાજ કલ્યાણ

ભાજપની ૧૬૦ ઉમેદવારોની યાદી જાહેર, અનેક દિગ્ગજાેનાં પત્તા કપાયા

સવેરા ગુજરાત, અમદાવાદ, તા.૧૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ને માત્ર થોડાંક દિવસો બાકી છે. તો ગુજરાતની પ્રજા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ તરફથી કયા ઉમેદવારો ઉભા રહેશે તે જાણવા ઉત્સુક બન્યા હતા. ત્યારે ભાજપે પણ પોતાના ૧૬૦ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ને માત્ર થોડાંક દિવસો બાકી છે. તો ગુજરાતની પ્રજા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ તરફથી કયા ઉમેદવારો ઉભા રહેશે તે જાણવા ઉત્સુક બન્યા હતા. ત્યારે ભાજપે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં ૧૩૫ ઉમેદવારો તો કોંગ્રેસ દ્વારા ૪૨ ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ છે. આજે પણ આમ આદમી પાર્ટીએ તેની ૧૩મી યાદીમાં ૧૨ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. દરમિયાન ઉમેદવારોના નામોને લઈ દિલ્હીમાં ભાજપની બેઠકનો દોર શરૂ થયો હતો. દરમિયાન આજે સવારે ગુજરાત ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
વર્તમાન વિધાનસભા સ્પીકર નીમાબેન આચાર્યને પણ અંજારથી ટિકિટ નથી મળી. રાજકોટની ચારેય બેઠકમાં ઉમેદવાર બદલાયા. ગ્રામ્યની બેઠકમાં ૨૦૧૨માં વિજેતા ભાનુબેન બાબરીયા ફરી ટિકિટ મેળવવામાં સફળ રહ્યા છે. હાઇકોર્ટની ક્રિમીનલ કેસ ચાલુ રાખવાના આદેશ અને જામનગરમાં ગુંડાઓને ટિકિટ નહિ

આપવી એવા પરિમલ નથવાણીના નિવેદન બાદ હકુભા જાડેજાનું પત્તું પણ કપાયું છે.
આ દરમિયાન ચૂંટણી ન લડવા માટે ભાજપના સિનિયર નેતાઓએ આજે ધડાધડ જાહેરાત કરી દીધી હતી. આ નેતાઓમાં વિજય રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી), નીતિન પટેલ (પૂર્વ નાયબ મુખ્યમંત્રી), ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (પૂર્વ શિક્ષણમંત્રી), પ્રદીપસિંહ જાડેજા (પૂર્વ કાયદામંત્રી)નો સમાવેશ થાય છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ની જાહેરાત કરવામાં આવી ગઈ છે. જેને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ યાદી પહેલા વડાપ્રધાન મોદી અને શાહની હાજરીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની બેઠક થઈ હતી. આ બાદ, ભાજપ તરફથી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ચૂંટણીમાં ભાજપે ૧૮૨માંથી ૧૬૦ ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા પણ મોટા ભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ, કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.ભાજપના ઉમેદવારોની યાદીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાથી રિપિટ કરવામાં આવ્યા છે. દસાડાથી પુરષોત્તમ પરમાર, રાપરથી વિરેન્દ્રસિંહ, ગીતાબા જેતપુરથી, ટંકારાથી દુર્લભભાઇ, જામનગર ઉત્તર રેવા બા. ઉનાઇમાંથી કાળુભાઇ રાઠોડ, મોરબીથી કાંતિ અમૃતિયા, વરાછા કિશોરભાઇ કાનાણી ,તલાળાથી ભગા બારડ, મહુવાથી જેતપુરથી જયેશ રાદડિયા.કામરેજથી પ્રફુલભાઇ, બારડોલીમાંથી ઇશ્વરભાઇ, લીંબડીથી કિરિટ શાહ, ગંધીઘામ માલતી મહેશ્વરી, મજુરાથી હર્ષ સંઘવી, વ્યારા મોહન કોકણી, કનુભાઇ દેસાઇ કપરાડા, જીતુભાઇ ચૌધરી ઉમરગામ
બીજા ફેઝમાં ઇડર રમણલાલ ઇશ્વરલાલ વોરા, મોડાસા ભીખુભાઇ પરમાર, વિરમગામમાંથી હાર્દિક પટેલ, એલિસબ્રિજમાંથી અમિતભાઇ શાહ, નારણપુરા જીતેન્દ્ર પટેલ, નિકોલ જગદીશ પંચાલ, બાપુનગર રાજેન્દ્રસિંહ ખુસવા, દરિયાપુર કૌશિકભાઇ, અસારવા દર્શના વાઘેલા, દસક્રોઇ બાબુભાઇ પટેલ, ખંભાત મહેશભાઇ રાવલ, ઉમરેઠ ગોવિંદ પરમારનાં નામ જાહેર થયા છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે ૧ અને ૫ ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે ૮ ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે ૧૪ નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે ૧૫ નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. ૧૭ નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે ૧૦ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ૧૭ નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે ૧૮ નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને ૨૧ તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં ૧૧,૬૨,૫૨૮ નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં ૨,૫૩,૩૬,૬૧૦ પુરૂષ અને ૨,૩૭,૫૧,૭૩૮ મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, ૪ લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં ૧,૪૧૭ જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.ગુજરાતમાં ૧૪મી વિધાનસભાની ચૂંટણી ૯મી ડિસેમ્બર, ૨૦૧૭ અને ૧૪ ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. ૧૮મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જાેકે, ૨૦૧૨ની ચૂંટણીની સરખામણીમાં કાૅંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં ૧૯૮૫ પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને ૯૯ બેઠક મળી હતી. કાૅંગ્રેસને ૭૭ બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી. ભાજપે આખરે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. જેમાં કેટલાકને કાપવામાં આવ્યા છે તો કેટલાક નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે.

Related posts

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં ધો. 1થી 5ના વર્ગો શરૂ કરવા મામલે લીધો મહત્વનો નિર્ણય, જાણો ક્યારથી થશે શરૂ ?

saveragujarat

અનુષ્કા-વિરાટ કોહલીની દીકરી વામિકા વર્ષની થઈ

saveragujarat

છેલ્લા ૨૪ કલાકમાં ૯૫ તાલુકામાં વરસાદ ખાબક્યો

saveragujarat

Leave a Comment