Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું પાલઘર પાસે કાર દુર્ઘટનામાં કરુણ મોત

 

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦૪
જાણિતા ઉદ્યોગપતિ સાઇસર મિસ્ત્રીનું પાલઘર પાસે રોડ અકસ્માતમાં નિધન થયું છે. અકસ્માત એટલો જાેરદાર હતો કે તેમની કારનો કચ્ચરઘાણ નીકળી ગયેલો તસ્વીરમાં નજરે પડી રહ્યો છે. અકસ્માતની ઘટનાને પગલે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી ઓળખ વિધિ કરી હતી.
તે પોતાના ટાટા ગ્રુપના ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે. પરંતુ કોઇ કારણોસર તેમને આ પદેથી દૂર કરવામાં આવ્યા હતા. દેશના દિગ્ગજ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં રોડ અકસ્માતમાં નિધન થઈ ગયું છે. સાયરસ મિસ્ત્રી ૫૪ વર્ષના હતા. પાલઘરના એસપીએ અકસ્માતમાં તેમના મોતની પુષ્ટિ કરી છે. સાયરસ મિસ્ત્રીનો જન્મ ૪ જુલાઈ ૧૯૬૮મા થયો હતો. સાયરસ મિસ્ત્રી ૨૦૧૨થી ૨૦૧૬ સુધી ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રુપના એવા બીજા ચેરમેન હતા, જેની સરનેમ ટાટા નહોતી.
મીડિયાની લાઇમલાઇટથી દૂર રહેનાર સાયરસ મિસ્ત્રી કોઈ સાધારણ નામ નથી. તે ભારતીય મૂળના ચર્ચિત અબજાેપતિ પલોનજી શાપૂજી મિસ્ત્રીના સૌથી નાના પુત્ર છે. પલોનજી મિસ્ત્રીએ આયરિશ મહિલા સાથે લગ્ન કર્યા અને બાદમાં તે આયર્લેન્ડના નાગરિક થઈ ગયા. આજ કારણ છે કે પલોનજી શાપૂરજીના પુત્ર સાયરસ મિસ્ત્રીનો જન્મ આયર્લેન્ડમાં થયો હતો. તમને જણાવી દઈએ કે શાપૂરજીને બે પુત્ર શાપૂર અને સાયરસ મિસ્ત્રી છે. જ્યારે બે પુત્રીઓ લૈલા અને અલ્લૂ છે. પલોનજી શાપૂરજીની પુત્રી અલ્લૂના લગ્ન નોએલ ટાટા સાથે થયા છે, જે રતન ટાટાના પિતરાઈ ભાઈ છે. કહેવાનો અર્થ છે કે ટાટા પરિવારનો સાયરસ મિસ્ત્રી સાથે પારિવારિક સંબંધ છે.
ભારતીય મૂળના સૌથી સફળ અને શક્તિશાળી કારોબારીઓમાંથી એક ૯૦ વર્ષના પલોનજી મિસ્ત્રીના નિયંત્રણમાં એક એવું કન્સ્ટ્રક્શન સામ્રાજ્ય હતું, જે ભારત, પશ્ચિમ એશિયા અને આફ્રિકા સુધી ફેલાયેલું હતું. તેમની પુત્રોની સાથે મળીને ટાટા સન્સમાં ૧૮.૫ ટકા ભાગીદારી છે. આયર્લેન્ડમાં જન્મેલા ૫૪ વર્ષના સાયરસ મિસ્ત્રીએ લંડન બિઝનેસ સ્કૂલમાં અ્‌યાસ કર્યો હતો. સાયરસે પરિવારના પલોનજી ગ્રુપમાં ૧૯૯૧થી કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમને ૧૯૯૪માં શાપૂરજી પલોનજી ગ્રુપમાં ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. સાયરસ મિસ્ત્રીના નેતૃત્વમાં તેમની કંપનીએ ભારતમાં ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. તેમાં સૌથી ઉંચા રેસિડેન્સિયલ ટાવરનું નિર્માણ, સૌથી ઉંચા રેલ પુલનું નિર્માણ અને સૌથી મોટા પોર્ટનું નિર્માણ સામેલ છે.

Related posts

ઘઉંના લોટે મોદી સરકારની વધારી ચિંતા,એક વર્ષમાં ભાવ ૪૦% વધ્યા

saveragujarat

સવારથી જ પેટ્રોલ પંપમાં લોકો બે હજારની નોટો લઈને પેટ્રોલ ભરાવવાં પહોંચ્યા

saveragujarat

કાલુપુર રેલવે સ્ટેશન પર સતત ચોરીના બનાવથી મુસાફરો ત્રસ્ત

saveragujarat

Leave a Comment