Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના વાતાવરણમાં પલટો

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૫
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના ઘણા વિસ્તારોમાં ઝપટું પડ્યું છે. સાણંદના નિધરાળમાં વરસાદ શરૂ થયો છે. અમદાવાદના શિલાજ, નારણપુરા , સેટેલાઇટ , જીય્ હાઇવે , જજીસ બંગલો , પ્રહલાદ નગર, જીવરાજપાર્ક , વાસણામાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી ભારત સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદમાં હળવા ઝાપટાની કરવામાં આવી છે. આગામી ૪૮ કલાકમાં ૨થી ૫ ડિગ્રી તાપમાન ઘટશે. આવતી કાલે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદમાં પડી શકે. હવામાન વિભાગની આગાહી મુજબ ૪૦ કિમીની પ્રતિ ઝડપે પવન ફુંકવાની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા,રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદનો અનુમાન છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્‌યુલેશનના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતાને જાેતા ખેડૂતોને પાકને સલામત જગ્યાએ રાખવા સૂચના અપાઇ છે.માવઠાની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો.. સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તેજ પવન ફૂંકાયો.. તો અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતવરણ છવાયુ.. એટલું જ નહીં શહેરના કેટલાક વિસ્તારમાં ધુળિયા વાતાવરણથી વાહનચાલકો પરેશાન થયા.. તો આ તરફ વડોદરાના સાવલી અને ડેસર તાલુકામાં વાતાવરણમાં પલટો.. વીજળીના ચમકારા સાથે કાળા વાદળો જાેવા મળ્યા..તો બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો.. ધાનેરા,લાખણી,દાંતીવાડા,ડીસા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. કાપણી સમયે તેજ પવન ફૂંકાતા રાજગરો, એરંડા, જીરુ, ઘઉં સહિતના પાકોમાં નુકસાનની ભીતિ… સૌરાષ્ટ્રમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં વાદળછાયું વાતવરણ સર્જાયું.. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ઼્‌યા.. જ્યારે અમરેલીના વડીયા૨ૅમાં ઝરમર વરસાદ થયો.વાતાવરણમાં પલટાને કારણે સૌરાષ્ટ્રમાં કેરી, ઘઉં સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે.. જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.

Related posts

ચેન્નઈ સુપર કિંગ્સના દિપક ચાહરે મેચ બાદ ગર્લ ફ્રેન્ડને વિંટી પહેરાવી કર્યુ પ્રપોઝ, જુઓ વિડીયો

saveragujarat

ઉત્તરપ્રદેશ પ્રયાગરાજના કલાકારો દ્વારા બડોલી ગામે સાંસ્ક્રૃતિક રામલીલા યોજાઇ.

saveragujarat

BSNL ના રિવાઈવલ માટે ૧.૬૪ લાખ કરોડના પેકેજને મંજૂરી મળી

saveragujarat

Leave a Comment