Savera Gujarat
Other

ઉત્તરપ્રદેશ પ્રયાગરાજના કલાકારો દ્વારા બડોલી ગામે સાંસ્ક્રૃતિક રામલીલા યોજાઇ.

સવેરા ગુજરાત:-  એ પણ એક સમય હતો જ્યારે ટેલિવીઝન અને રેડીયો જેવા ઉપકરણો નુ સંશોધન થયુ ના હતુ તે સમયે શેરી ,ગામ જેવા વિસ્તારમાં ભજવાતા નાટકો થકી સંસ્કૃતિનું સમાજને જાણકારી મળતી હતી.જ્યારે હાલના સમયમાં નાટય, ભવાઈ,જેવી કલા વિલુપ્ત થતી દેખાઈ રહ્યું છે.સ્ટેજ નાટય કલાના કલાકારો નો ગુજારો કરવો પણ મુશ્કેલ બની રહ્યું છે. કોરોના જેવા સમયમાં કલાકારો પડી ભાગ્યા છે.

બડોલી ગામે 16 ફેબ્રુઆરી ને બુધવાર થી ઉત્તર પ્રદેશ ના પ્રયાગરાજના 12 જેટલા કલાકારો દ્વારા રાત્રી દરમ્યાન રામલીલા ભજવવામાં આવી રહી છે. કોરોના કાળને લઈ લાંબા સમય બાદ કળાત્મક સ્ટેજ પરથી કલાકારો દ્વારા રામાયણ ભજવાતા ગ્રામજનો રામાયણ નો લાભ લઇ રહ્યા છે.રામાયણ ના પ્રસંગો સંગીત સાથે રજુ કરતા લાઈવ રામાયણ નિહાળી રહેલ શ્રોતાગણ મંત્રમુગ્ધ બની જાય છે.
આ બાબતે બડોલી ગામના અમૃતભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે કલાકારો માટે રહેવાની વ્યવસ્થા રામજી મંદિર માં કરવાંમાં આવી છે. ધાર્મિક લોકો દ્વારા ભોજન પણ અપાય છે. રંગમંચ પર રામાયણ, સંસ્કૃતિ,ભવાઈ જેવા માધ્યમ થકી સમાજને ધર્મ નું જ્ઞાન પીરસાય છે.હાલની પેઢી માટે ગામમાં ઉજવાતા આવા કાર્યક્રમ સમાજ જાગૃતિ નું કાર્ય કરે છે. જે નો લાભ લેવો ખૂબ જરૂરી બન્યું છે.
રાકેશ નાયક


Related posts

રાત્રે 8 થી 10 જ ફટાકડા ફોડી શકાશે: ટેટાની લુમ-તડાફડી પર પ્રતિબંધ

saveragujarat

ગુજરાત, બિહાર સહિત નવ રાજ્યો બન્યા સાયબર ક્રાઇમના હોટસ્પોટ

saveragujarat

અમદાવાદમાં નકલી પાસપોર્ટ બનાવી વિદેશ જનારની ધરપકડ

saveragujarat

Leave a Comment