Savera Gujarat
Other

BSNL ના રિવાઈવલ માટે ૧.૬૪ લાખ કરોડના પેકેજને મંજૂરી મળી

નવી દિલ્હી, તા.૨૭
કેન્દ્રીય કેબિનેટે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ના રિવાઈવલ માટે રૂ. ૧.૬૪ લાખ કરોડના પેકેજને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત કેબિનેટે બીએસએનએલ અને ભારત બ્રોડબેન્ડ નેટવર્ક (બીબીએનએલ)ના મર્જરને પણ મંજૂરી આપી દીધી છે. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે, સરકાર ૪જી સેવાઓના વિસ્તારમાં મદદ માટે બીએસએનએલને સ્પેક્ટ્રમની ફાળવણી કરશે. બીએસએનએલના ૩૩,૦૦૦ કરોડ રૂપિયાના દેવાને ઈક્વિટીમાં ફેરવવામાં આવશે. સાથે જ કંપની ૩૩,૦૦૦ કરોડ રૂપિયાની બેંક લોનની ચૂકવણી માટે બોન્ડ બહાર પાડશે. મંત્રીએ જણાવ્યું કે, કંપની નેટવર્કના અપગ્રેડેશન માટે કેપેક્સને આજે મંજૂરી આપી દેવાઈ છે. અપગ્રેડેશન માટે ભારતીય ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે. વૈષ્ણવે કહ્યું કે બીએસએનએલના પુનરૂત્થાન પેકેજમાં રૂ. ૪૩,૯૬૪ કરોડની રોકડ સહાય હશે અને આગામી ચાર વર્ષ માટે રૂ. ૧.૨ લાખ કરોડની નોન કેશ સહાય હશે. સરકાર બીએસએનએલને ૪જી સેવાઓ પ્રદાન કરવા માટે સ્પેક્ટ્રમની ફાળવણી કરશે. ૯૦૦/૧૮૦૦ એમએચઝેડ બેન્ડના સ્પેક્ટ્રમની ફાળવણી માટે ૪૪,૯૯૩ કરોડનો ખર્ચ ઇક્વિટી ઇન્ફ્યુઝન દ્વારા થશે. આ સિવાય આગામી ચાર વર્ષ માટે અંદાજિત મૂડી ખર્ચને પહોંચી વળવા માટે સરકાર ૪જી ટેક્નોલોજીનો વ્યાપ વધારવા માટે રૂ. ૨૨,૪૭૧ કરોડનું મૂડી ભંડોળ પણ પૂરું પાડશે.તદુઉપરાંત સરકાર બીએસએનએલને ૨૦૧૪-૧૫થી ૨૦૧૯-૨૦ દરમિયાન ગ્રામીણ વાયરલાઇન ગેપ ફંડિંગ પેટે રૂ. ૧૩,૭૮૯ કરોડ પ્રદાન કરશે. ચોંકાવનારી વાત એ છે કે સરકાર માટે ખોટનો ખાડો બની ગયેલ બીએસએનએલના દેવાને હજી પણ સરકાર ઈક્વિટીમાં ટ્રાન્સફર કરશે. મોદી સરકારે આ રાહત પેકેજમાં બીએસએનએલની બેલેન્સ શીટનું ભારણ ઘટાડવા માટે રૂ. ૩૩,૪૦૪ કરોડના સ્ટેટયુટરી ડ્યુ એટલેકે લેણાંને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકાર વર્તમાન લોનની ચુકવણી માટે નાણાં એકત્ર કરવા માટે બીએસએનએલને ભારત સરકારની સોવરિન ગેરંટી પણ આપશે. ભારતનેટ હેઠળ પાથરવામાં આવેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉપયોગની સુવિધા માટે મ્મ્દ્ગન્ને બીએસએનએલ સાથે મર્જ કરવામાં આવશે. જાેકે ભારત નેટની તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિ દેશની રાષ્ટ્રીય અસ્કયામતો તરીકે ચાલુ રહેશે અને તે તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરો માટે વિના ભેદભાવના ઉપલ્બધ કરાવામાં આવશે. મહત્વની વાત એ છે કે બીએસએનએલના પુનરૂત્થાન માટેની આ તમામ જાહેરાતો ૨૦૧૯માં જ કરવામાં આવી હતી. ૨૩ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ ટેલિકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે કહ્યું કે મોદી સરકારે ભારત સંચાર નિગમ લિમિટેડ અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડના પુનરૂદ્ધાર માટે ઘણા સમયથી ચર્ચાઓ કરીને આજે એક નક્કર યોજના સાથે મર્જર અને વીઆરએસ પેકેજને મંજૂરી આપી હતી. એમટીએનએલને શરૂઆતના તબક્કે બીએસએનએલની સબસિડયરી બનાવવામાં આવશે અને ત્યારબાદ મર્જરને આગળ વધારવામાં આવશે. પ્રસાદે કહ્યું હતુ કે એમટીએનએલ-બીએસએનએલ કુલ ૧૫,૦૦૦ કરોડના સોવરિન બોન્ડ ઈશ્યુ કરશે. આ સિવાય તેમને ૪જી સ્પેકટ્રમ પણ સરકારી બજેટમાંથી આપવાની જાહેરાત થઈ છે.

Related posts

સિવિલ હોસ્પિટલમાં ૯૬ મું અંગદાન : બ્રેઇનડેડ રાકેશભાઇ વાધેલાના બે કિડની, લીવર અને ફેફસાનું દાન મળ્યું

saveragujarat

તબિયત ઠીક ન હોવાના કારણે હાર્દિક પંડ્યા મેચમાં ન રમ્યો

saveragujarat

માઉન્ટ આબુમાં સતત ત્રીજા દિવસે તાપમાન માઈનસમાં નોંધાયું

saveragujarat

Leave a Comment