Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતસમાજ કલ્યાણ

યાત્રાધામ અંબાજી થી અંબિકા રથ નું પ્રસ્થાન માઁ અંબા નું તેંડુ માતાજીના ધામમાં આવવા ભક્તોને નિમંત્રણ પાઠવશે

સવેરા ગુજરાત,  અંબાજી  તા 25

ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોને આસ્થા નું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે આજે અંબિકા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષ કલેક્ટર દ્વારા અંબિકા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું..

અંબિકા રથ મારફત વિવિધ ધાર્મિક પ્રચાર પ્રસાર અને ભાદરવી પુનમિયા સંઘ / અંબિકા અન્નક્ષેત્ર /ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગબ્બર તળેટી સંપૂર્ણ પરિક્રમા સંઘની નોધણી કરવામાં આવશે. આ રથને ભાદરવી પુનમીયા સંઘ મારફત વિવિધ ઝોનમાં તેમજ એક યાત્રાધામ થી બીજા યાત્રાધામને સાંકળવામાં આવશે. આ રથ ને શક્તિ દ્વાર ઉપર પૂજા અર્ચના કરી આ રથ નું પ્રસ્થાન કરાવવા માં આવ્યું હતું.આ રથ વિવિધ ધાર્મિક સ્થળે ફરશે. ઘણીવાર ભક્તો એવું માનતા હોય છે કે માતાજી અંબાજી બોલાવશે ત્યારે જઈશું ત્યારે હવે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબિકા રથને પ્રસ્થાન કરવામાં આવ્યું છે

જે રથ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગામડે ગામડે ફરીને લોકોને માં અંબાના ધામમાં આવવા માટે નિમંત્રણ પાઠવશે ગામે ગામ જઈ અંબિકા રથ ભક્તોને માના દર્શન માટે અંબાજી આવવા આહવાન કરશે.

Related posts

શું કોંગ્રેસ ને ભાજપનો ડર ? :નવા ચૂંટાયેલા ધારાસભ્ય ને શું ઉદેપુર રિસોર્ટમાં ખસેડાશે

saveragujarat

વાયબ્રન્ટ ગુજરાત સમિટ અગાઉ સુરતના એધસ ગ્રુપ દ્વારા ગુજરાત સરકાર સાથે ૧૦૧૮ કરોડના MoU

saveragujarat

રશિયા-યુક્રેનની વચ્ચે પરમાણુ યુદ્ધ રોકવામાં ભજવી મહત્વની ભૂમિકા

saveragujarat

Leave a Comment