Savera Gujarat
તાજા સમાચારભારતરમત ગમત

ચેન્નઈ સુપર કિંગ્સના દિપક ચાહરે મેચ બાદ ગર્લ ફ્રેન્ડને વિંટી પહેરાવી કર્યુ પ્રપોઝ, જુઓ વિડીયો

IPL-2021 માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે ગુરુવારનો દિવસ સારો નહોતો, પરંતુ તેનો એક ખેલાડી હજુ પણ મેદાનની બહાર ચર્ચાઓમાં છવાઇ રહ્યો છે. ના, તે તેના પ્રદર્શન દ્વારા નહીં પરંતુ મેચ પછી તેની એક ખાસ હરકત દ્વારા. એવી હરકત કે જેની ચર્ચા મેચ બાદ સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે. જે કોઈએ તે ખેલાડીની આ દૃશ્ય જોયા છે તે આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે આમ ભાગ્યે જ જોવા મળે છે. અમે વાત કરી રહ્યા છીએ ચેન્નઈના ઝડપી બોલર દીપક ચાહર ની.

ચાહરે મેચ પૂરી થયા બાદ કંઈક એવુ કર્યું કે દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા. ઘણા લોકો તેની આ હરકત પર ફીદા થઇ ચૂક્યા છે. ફેન પણ તેમનો પ્રેમ હવે સોશિયલ મીડિયા પર છલકાવી રહ્યા છે.

વાત જાણે એમ છે કે, મેચ બાદ દીપક સ્ટેન્ડમાં બેઠેલી એક યુવતી પાસે ગયો. જેણે બ્લેક ડ્રેસ પહેર્યો હતો. તેમ જ કાળા ચશ્મા પણ પહેરેલા હતા. જે યુવતી તેની ગર્લફ્રેન્ડ છે. મેચ બાદ દીપકે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. દીપકની આ હરકતથી તેની ગર્લફ્રેન્ડ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. કદાચ તેને તેની અપેક્ષા પણ નહોતી. દીપકે આંગળી પર વીંટી પહેરાવી. તે પછી બંનેએ એકબીજાને ગળે લગાવી ભેટી પડ્યા હતા.

 

Related posts

BCCIએ T20 વર્લ્ડ કપ માટે ટીમ India ની ‘ઈન્ટ્રોડયુઝિંગ ધ બિલિયન ચીયર્સ જર્સી’ લોન્ચ કરી…

saveragujarat

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પૌરાણિક નગરી વડનગરમાં દ્વિદિવસીય શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી મુખવાણી – રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણની ભવ્યતાતિભવ્ય ઉજવણી

saveragujarat

આતંક પીડિતોને એમબીબીએસ અને બીડીએસ કોર્સમાં એડમિશન માટે અનામત મળશે

saveragujarat

Leave a Comment