Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૯૦ કેસ નોંધાયા

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૫
ગુજરાતમાં કોરોના ફરીથી માથું ઉંચકી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૦ કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં ૪૯ કેસ નોંધાયા છે, એટલે કે અડધાથી વધારે કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના કુલ ૩૩૬ એક્ટિવ છે અને ૫ દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૪૯, મહેસાણામાં ૧૦, રાજકોટ કોર્પોરેશનમાં ૮, સુરત કોર્પોરેશનમાં ૬, સાબરકાંઠામાં ૫, વડોદરા કોર્પોરેશનમાં ૫, પોરબંદરમાં ૨, રાજકોટમાં ૨, અમદેલી, ભરૂચ અને વલસાડમાં ૧-૧ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે ૧૧૫૪ લોકોએ રસીના ડોઝ લીધા છે. આ વાયરસ અત્યંત ચેપી છે.ઉધરસ કે છીંક ખાતી વખતે તે અન્યને ચેપ લગાડે છે.ચેપગ્રસ્ત વ્યકિતની અત્યંત નજીક જવાથી પણ ચેપ લાગવાનો ખતરો રહે છે.આ વાઈરસથી બચવા તમામ લોકોએ માસ્ક પહેરવો,વારંવાર સાબુથી હાથ ધોવા ઉપરાંત જાહેર સ્થળોએ થૂંકવાનુ ટાળવુ તેમજ ડોકટરની સલાહ વગર કોઈ પણ પ્રકારની દવા લેવી નહીં. ઈન્ફલુએન્ઝાના નવા વાઈરસના લક્ષણોમાં દર્દીને ઠંડી લાગવી કે પછી કફ આવવો કે તાવ આવવા જેવા લક્ષણ જાેવા મળતા હોય છે.
કેટલાક કીસ્સામાં ઉબકા આવવા, નાક ગળવુ કે છીંક આવવી અથવા તો ઝાડા થવા જેવા લક્ષણ પણ જાેવા મળતા હોય છે.ખોરાકને ઉતારવામાં તકલીફ થતી હોય એમ જણાય એવા સમયે નજીકના ડોકટરનો સંપર્ક કરવો. અમદાવાદમાં કેસ નોંધાતા તંત્ર એલર્ટ છે.

Related posts

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે જંગી જાહેર સભાને સંબોધતા :  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ 

saveragujarat

દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન પર

saveragujarat

દેશની ત્રણેય સૈન્ય પાંખના વડા સીડીએસ બિપીન રાવત અલવિદા

saveragujarat

Leave a Comment