Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

મોડસા તાલુકાના ઉમેદપૂરમાં હજારો ભક્તો ઉમટ્યા, શ્રી ખંડુજી મહાદેવના નાદથી અરવલ્લીની ગિરિમાંળામાંઓ ગુંજી

સવેરા ગુજરાત, મોડાસા તા. ૦૪
સદીઓની પરંપરા આજે પણ યથાવત રહી છે.અરવલ્લીની ગિરિમાળામાં આવેલા શ્રી ખંડુજી મહાદેવનો મેળો પરંપરા પ્રમાણે આ વર્ષે પણ ભરાયો હતો જેમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી.ઉમેદપૂર ગામમાં બિરાજમાન શ્રી ખંડુજી મહાદેવના ધામમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ભક્તોનું ઘોડા પૂર ઉમટ્યું હતું.ખંડુજી મહાદેવ સામે શીષ નમાવી પશુપાલકોએ પોતાની માનતા પૂર્ણ કરી અને પશુઓને સ્વસ્થ રાખવા માટે પ્રાથના કરી હતી.વહેલી સવારથી ઉમેદપૂરના માર્ગો પર હજારો ભક્તોનો ઘસારો જાેવા મળ્યો હતો.જેના કારણે ગામ લોકો દ્વારા આવનારા ભક્તોને આવકારવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.ભક્તોને દર્શન માટે કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે વ્યવસ્થાઓ ઊભી કરાઇ હતી.અરવલ્લીની ગિરિમાળાઓ હર હર ખંડુજી મહાદેવનાં નાદથી ગૂંજી હતી.ઉમેદપૂર ખંડુજી મહાદેવ ખાતે પહોંચેલા ભક્તો દ્વારા મહાદેવ ને દૂધના પ્રથમ ઘી માંથી બનેલી સુખડી અને નારિયેળનો ભોગ ચડાવી પશુઓને સુરક્ષિત રાખવા માટે પ્રાથના કરી હતી.સાથેજ પશુઓમાં જાેવા મળેલો લંમ્પી વાયરસ ઝડપથી દૂર થાય અને પશુઓ સુરક્ષિત રહે તે માટે પણ ભગવાન શ્રી ખંડુજી મહાદેવને વિશેષ પ્રાથના કરવામાં આવી હતી.પોલીસ,તંત્ર અને ગામલોકો દ્વારા આવનારા ભક્તો માટે સેવાઓ આપવામાં આવી હતી.જેથી ઉમેદપૂર ખંડુજી મહાદેવ ખાતે પહોંચેલા ભક્તો ને કોઈપણ જાતની અગવડ ના પડે.મંદિરના ઇતિહાસ થી અત્યાર સુધીમાં સૌથી વધુ ભક્તો આ વખતે ભગવાન ના દર્શન માટે પહોંચ્યા હતા.જેના કારણે ૫ થી ૭ કિલોમીટર લાંબો ભક્તો નો સમૂહ પણ નજરે પડ્યો હતો.હજારો ભક્તોએ સ્વયંભૂ ખંડુજી મહાદેવના ચરણોમાં શિષ નમાવી ધન્યતા અનુભવી હતી. દિવસે ને દિવસે ભક્તોની વધતી ભીડના કારણે સ્વયંભૂ ખંડુજી મહાદેવ ધામ ઉમેદપૂર પ્રવાસન સ્થળ તરીકે પણ ઉભરી રહ્યું છે.

ભક્તોની સતત ભીડ અહી હવે જાેવા મળી રહી છે અને તેમાં પણ રાજ્ય ભરમાંથી પશુઓ સુરક્ષિત રહે તે પશુપાલકો અને ખેડૂતોનો ઘસારો ભગવાન ખંડુજી મહાદેવ ધામ ખાતે વધી રહ્યો છે. જાે ભગવાન શ્રી ખંડુજી મહાદેવ ધામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો ગુજરાત અને રાજેસ્થાન પર્યટકો નો વેગ વધુ વધે તેવી પણ શક્યતાઓ છે.

Related posts

ઇડર તાલુકાના દેશોતર ગામે નેત્ર દાન કેમ્પ યોજાયો.

saveragujarat

કોરોનામાં પત્ની ગુમાવી, પતિએ ૩૦ કિલોનું સ્ટેચ્યૂ તૈયાર કરાવ્યું

saveragujarat

“શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના પરિસરમાં દિપાવલીના શુભ અવસરે અદ્ભુત કલાત્મક રંગોળી..”

saveragujarat

Leave a Comment