Savera Gujarat
Other

ઇડર તાલુકાના દેશોતર ગામે નેત્ર દાન કેમ્પ યોજાયો.

સવેરા ગુજરાત/ઇડર:-  નેત્ર દાન એ મહાદાનના સંકલ્પને સાકાર કરવા ઇડર તાલુકાના દેશોતર ગામમાં નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો  સ્વ.રમેશચંદ્ર મગનલાલ જોષીના પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો  નેત્ર નિદાન કેમ્પમાં આંખોની તપાસ, મોતીયાનું ઓપરેશન તથા લાભાર્થીઓને ચશ્માનું ફ્રી વિતરણ કરાયું
હિંમતનગર  સ્વૈચ્છીક સેવા કાર્યો કરતી જિલ્લાની પ્રતિષ્ઠિત સદ વિચાર પરિવાર હિંમતનગર દ્વારા સ્વ.રમેશચંદ્ર મગનલાલ જોષીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે રવિવારે ઇડર તાલુકાના દેશોતર ગામે ગ્રામ પંચાયત તથા ગ્રામજનોના સહયોગથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. નેત્ર દાન એ મહાદાનના સંકલ્પને સાકાર કરવા આયોજીત નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સેવાનો લાભ લીધો હતો.

આ અંગેની વિગત એવી છે કે ઇડર તાલુકાના દેશોતર ગામમાં રવિવારે પ.પૂ. આ.ભ.શ્રી વિજયમેરૂ પ્રભુસુરિશ્વરજી મહારાજ સાહેબ જ્ઞાન મંદિર કેમ્પસમાં સદવિચાર પરિવાર હિંમતનગર દ્વારા સ્વ.રમેશચંદ્ર મગનલાલ જોષીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૮૦૦થી વધુ દર્દીઓની આંખોની તપાસ કરી મોતીયાનું નિદાન કરી દવા આપવામાં આવી હતી. આ ઉપરાંત આંખોના નંબર હોય તેવા ૫૦૦ થી વધુ લાભાર્થીઓને નિ:શુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યુ હતું. સાબરકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી અશોકભાઇ જોષી, તાલુકા પંચાયતના સદસ્ય કાન્તીભાઇ.પી.પટેલ, ગ્રામ પંચાયતના સરપંચ અમરતભાઇ પ્રજાપતિ, ડે.સરપંચ અમરસિંહજી ચાવડા, પ્રકાશભાઇ.એસ.ઉપાધ્યાય, નરેન્દ્રસિંહ રહેવર, પ્રવિણસિંહ ભાટી, જયંતિલાલ.ડી.પટેલ, જશવંતસિંહજી પુવાર, કલ્પેશસિંહ.આર.પરમાર, ચેતનભાઇ જોષી, નલિનભાઇ મહેતા તથા સદવિચાર પરિવારના પ્રમુખ પ્રવિણભાઇ પ્રજાપતિ, ઉપપ્રમુખ ધુળાભાઇ પટેલ, લક્ષ્મણભાઇ પટેલ, મંત્રી કનકસિંહ ડોડીયા, સહમંત્રી શંકરભાઇ.જે.પટેલ તથા હર્ષદભાઇ ત્રિવેદી સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે દેશોતર, છાપી, જાલીયા, બુઢેલી, વલાસણા સહિતના આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓએ નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે હસમુખભાઇ જોષી, મુકેશભાઇ જોષી, હરેશભાઇ જોષી (છાપીવાળા) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related posts

અરવલ્લી ખાતે શ્રી સરસ્વતી વિદ્યાલય, રમોસને શાહ પરિવાર તરફથી શાળાના નામકરણ માટે ૧૧ લાખનું દાન પ્રાપ્ત થયું

saveragujarat

ગાંધીનગરમાં સંત રોહીદાસજીની ૬૪૫મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ એપ્રિલના અંતમાં શરુ થવાની સંભાવના

saveragujarat

Leave a Comment