Savera Gujarat
Other

“શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના પરિસરમાં દિપાવલીના શુભ અવસરે અદ્ભુત કલાત્મક રંગોળી..”

રંગોળી એ પ્રેમનું પ્રતિક છે. સ્વાગતનું સ્વસ્તિક છે. રંગરૂપી ભાવ છે અને આકૃતિ રૂપી આવકાર છે રંગો વિનાનું જીવન પણ શુષ્ક અને નિરસ છે. રંગ થકી જ જીવન રંગીન છે વરના ગમગીન છે. નિરસ જીવનમાં સરસ, નવરંગ પૂરે એનુ નામ રંગોળી. રંગની ઉમંગ ભરી એક અજબ આલમ છે. અને એટલે જ આપણા આર્ષદષ્ટાઓએ માનવજીવન રંગીન બનાવે, એ માટે પ્રસંગ, પ્રસંગે રંગોળી પૂરવાનો આદેશ કર્યો. અને એટલે જ ભારતવર્ષમાં રંગે ચંગે ઉરના ઉમંગે ઉત્સાહભેર ઉજવાતો દિપાવલીપર્વ રંગબેરંગી રંગોળી વીના અધૂરો ફીકો લાગે. એવું કહેવાય છે કે, દિપાવલીના વિશેષ દિવસોમાં વિશિષ્ટ સાત્વિક શકિતઓનું અવની પર અવતરણ થાય છે. તેમને આવકારવા, વધાવવા તથા આસુરી શકિતઓને અંદર પ્રવેશતી અટકાવવા આ દિવસો દરમ્યાન અવશ્ય રંગોળી કરવી જોઈએ, જેથી ઘરમાં સુખ, શાંતિ રહે.

માનવ જયારથી સમજતો, પોતાના ભાવ વ્યકત કરતો થયો ત્યારથી પોતાના મનોભાવ વ્યકત કરવા, પોતાના મનગમતા ચીત્રો રેતી વિ. વિવિધ જગ્યાએ દોરતો. સંસ્કૃતિ અને સંસ્કારનાં ઉત્તથાનની સાથો સાથ તે દિવાલો ઉપર ચીત્રો દોરી ભીતરનાં ભાવ વ્યકત કરતો . આમ ઘીરે ધીરે રંગોળીનો આર્વી ભાવ થયો. એ રીતે મીસર સંસ્કૃતિમાં રંગોળીનો ઉલ્લેખ મળે છે. મહાભારત અને રામાયણમાં પણ ઉત્સવ પ્રસંગે, મંદિરોમાં તેમજ તૂલસી કયારાઓ પાસે રંગોળી કરાયાનો ઉલ્લેખ મળે છે.

રંગોળી બનાવતી વખતે તમારી આંગળી અને અંગૂઠો મળીને જે જ્ઞાનમુદ્રા બનાવે છે તે તમારા મગજને ઊર્જાવાન અને સક્રિય બનાવવાની સાથે સાથે બૌદ્ધિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી જો તમે રંગોળી બનાવો છો તો તેનાથી તમારું મગજ સંતુલિત રહેશે અને યાદ શક્તિમાં વધારો થશે.
રંગોની સકારાત્મક અને નકારાત્મક અસરોને વિજ્ઞાન અને વિવિધ ચિકિત્સા પ્રણાલીઓ પણ માને છે. જ્યારે તમે રંગોના સંપર્કમાં આવો ત્યારે તેમના દ્વારા ઉત્સર્જિત ઊર્જાનો તમારા પર પ્રભાવ પડે છે, જેનાથી વિવિધ પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓનો ઉપચાર સંભવ છે.

રંગોળી ધાર્મિક, સાંસ્કૃતિક આસ્થાનું પ્રતિક છે. તેને આધ્યાત્મિક પ્રક્રિયાનું અંગ માનવામાં આવે છે. તેથી જ હવન અને યજ્ઞો કરતી વખતે પણ તેને બનાવવામાં આવે છે. જમીન શુદ્ધિકરણની ભાવના અને સમૃદ્ધિનું આહવાન પણ તેની પાછળ જવાબદાર છે. હર્ષ અને પ્રસન્નતાનું પ્રતિક છે રંગોળી.
જેમ રંગોળી વિવિધ રંગોથી દીપી ઉઠે છે તેમ આપણું જીવન પણ રંગીન અને સંગીન બને અને આખું વર્ષ આનંદ, ઉલ્લાસ, ઉમંગથી પસાર એવો એનો દિવ્ય ભવ્ય ભાવ છે.

“શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના પરિસરમાં દિપાવલીના શુભ અવસરે અદ્ભુત કલાત્મક રંગોળી શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણા અને પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં આયોજન કરવામાં આવેલ છે. જેમાં 60 ફૂટનો તિલક-ચાંદલો, ઇંજેક્શનની પ્રતિકૃતિ વેક્સિન – જે સો કરોડને પાર કરેલ છે તે દર્શાવેલ છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવનો લોગો જે રાઉન્ડ ફરતો દશ્યમાન થાય છે , 50 ફૂટ x 75 ફૂટના લંબચોરસમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો ટેબ્લો પણ દર્શાવેલ છે. રંગોળી એ ધાર્મિક, સંસ્કૃતિ તથા આસ્થાનું પ્રતિક છે અને વાતાવરણમાં સકારાત્મક ઊર્જા લાવે છે. ભારતીય સંસ્કૃતિની વિરાસત તાને જાળવવા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સતત સક્રિય છે.

Related posts

જગન્નાથ મંદિરને રિડેવલપ કરાશે, ૫૦૦૦૦ લોકો દર્શન કરી શકશે

saveragujarat

મેક્સિકોમાં કાર રેસિંગમાં અંંધાધૂંધ ફાયરિંગ કરાયું

saveragujarat

વધુ ઉંમર ગન લાઇસન્સ રીન્યુ ન કરવાનું બહાનું ન હોઈ શકે : હાઈકોર્ટ

saveragujarat

Leave a Comment