Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

હર્ષ સંઘવીને ‘‘ડ્રગ્સ સંઘવી’’ કહેવા મામલે ગોપાલ ઈટાલિયા સામે ફરિયાદ

સવેરા ગુજરાત, સુરત, તા.૩

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ ઠેર ઠેર સભાઓનું પણ આયોજન થવા લાગ્યું છે. ત્યારે એકબીજા પર શાબ્દીક પ્રહારો પણ થતા રહેતા હોય છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે પ્રયાસ કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છેલ્લાં કેટલાંક સમયથી શાબ્દીક પ્રહારો થઈ રહ્યા છે. આ દરમિયાન સુરતમાં આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ગૃહમંત્રી પર કટાક્ષ કર્યો હતો અને તેમને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યા હતા. જે બાદ આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. ઉમરા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ થઈ હતી. પોલીસે પણ આ કેસમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. ગોપાલ ઈટાલિયા ભાજપ પર શાબ્દીક પ્રહાર કરી રહ્યા હતા ત્યારે તેઓએ ન બોલવા જેવા શબ્દો બોલી દીધા હતા. જે બાદ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. ગોપાલ ઈટાલિયાએ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ તરીકે સંબોધ્યા હતા. જે બાદ રાજકીય ક્ષેત્રે હાહાકાર મચી ગયો છે. આખરે આ મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. મહત્વનું છે કે, અગાઉ ગોપાલ ઈટાલિયાએ સી.આર. પાટીલ પર પણ શાબ્દીક પ્રહાર કરતા તેઓને બૂટલેગર તરીકે સંબોધ્યા હતા.
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી ડ્રગ્સનો મુદ્દો સળગતો જાેવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી વારંવાર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. સાથે જ રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ વારંવાર ડ્રગ્સને લઈને વાત કરતા જાેવા મળી રહ્યા છે. જે બાદ વિપક્ષ દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ ભાજપ પર આક્ષેપ કરી રહી છે. દારુ, શિક્ષણ, ડ્રગ્સ સહિતના વિવિધ મુદ્દે આમ આદમી પાર્ટી ભાજપ પર નિસાન સાધી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં જ ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયા પર એવું નિવેદન આપ્યું હતું કે, રાજ્યના ગૃહ મંત્રી ‘ડ્રગ્સ સંઘવી’નો ઉપયોગ કરતા હવે તેમની સામે કાયદાકીય લડત શરુ થઈ છે.
ગોપાલ ઈટાલિયાએ રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ કહીને સંબોધન કર્યા બાદ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. જે બાદ પ્રતાપ જીરાવાલા નામના વ્યક્તિ ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. તો સુરતના જાેઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું કે, ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ઉમરા પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, અગાઉ પણ ગોપાલ ઈટાલિયાએ સી.આર.પાટીલને બૂટલેગર કહ્યા હતા. જે બાદ રાજકીય વાતાવરણ ગરમાયુ હતુ. ત્યારે ફરિયાદીએ આ કેસમાં તટસ્થ તપાસની માગણી કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી છે. ફરિયાદીનું કહેવું છે કે, ગોપાલ ઈટાલિયાએ ભાજપની પ્રતિષ્ઠાને નુકાસન પહોંચાડવાનું કૃત્ય કર્યુ છે. ભાજપને હાનિ પહોંચાડવાના ઈરાદે ગોપાલ ઈટાલિયાએ વિડીયો વાયરલ કર્યો હતો. ત્યારે હવે આ મામલે હવે રાજકીય વાતાવરણમાં પણ ગરમાવો જાેવા મળી રહ્યો છે.

Related posts

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે અમદાવાદની ૫૪ વર્ષીય મહિલાનું મૃત્ય

saveragujarat

દુનિયાભરમાં ૧૯ કરોડ લોકો ભૂખમરાથી ઝઝૂમી રહ્યા હોવાનો સંયુક્ત રાષ્ટ્રનો રીપોર્ટ ઃ સૌથી વધુ ભૂખમરો દક્ષિણ આફ્રિકન દેશોમાં

saveragujarat

ડુંગળી કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે સરકારે મોટી તૈયારી શરૂ કરી

saveragujarat

Leave a Comment