Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

કોરોનામાં પત્ની ગુમાવી, પતિએ ૩૦ કિલોનું સ્ટેચ્યૂ તૈયાર કરાવ્યું

કોલકાતા, તા.૧
શાહજહાંનો પ્રેમ પથ્થરમાં કોતરાયો, મેડમ તુસાદની તસવીરો મીણમાં તો તપસ શાંડિલ્યનો પ્રેમ સિલિકોનમાં આકાર પામ્યો. ૬૫ વર્ષીય તપસ શાંડિલ્યએ પોતાની પત્ની ઈન્દ્રાણીનું સિલિકોનનું સ્ટેચ્યૂ તૈયાર કરાવ્યું છે. ૨૦૨૧માં આવેલી કોરોનાની બીજી લહેરે તપસ શાંડિલ્ય પાસેથી પત્નીને છીનવી લીધી હતી.મેડમ તુસાદના મ્યૂઝિયમમાં મહાત્મા ગાંધી, અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકરના સ્ટેચ્યૂ છે જ્યારે કોલકાતાના મધર્સ વેક્સ મ્યૂઝિયમમાં રવિન્દ્રનાથ ટાગોર, શાહરૂખ ખાન અને સલમાન ખાનની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. ત્યારે તપસ શાંડિલ્યની પત્નીની પ્રતિમા કોઈ મ્યૂઝિમમાં નહીં પરંતુ તેમના વીઆઈપી રોડ ખાતે આવેલા ઘરમાં જ સ્થાપિત થઈ છે. ઘરમાં સોફા પરની ઈન્દ્રાણીની મનપસંદ જગ્યા પર આ સ્ટેચ્યૂ ગોઠવવામાં આવ્યું છે. ૩૦ કિલોનું જીવંત લાગતું સ્ટેચ્યૂ ૨.૫ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે.ઈન્દ્રાણી શાંડિલ્યની મૂર્તિએ પાડોશમાં રહેતા લોકો અને દૂરથી આવતા મુલાકાતીઓમાં આકર્ષણ જમાવ્યું છે. જેના કારણે તપસ શાંડિલ્ય ચર્ચાનો વિષય પણ બન્યા છે. જાેકે, ‘ધ્યાનાકર્ષિત’ કરવા પત્નીની મૂર્તિ બનાવડાવી હોવાની વાત તપસ શાંડિલ્યએ ફગાવી છે. અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, “હું કડક શબ્દોમાં સ્પષ્ટપણે કહું છું કે આ કામ મેં મારી પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે કર્યું છે.””દશકા પહેલા અમે માયાપુરમાં આવેલા ઈસ્કોન મંદિર ગયા હતા. ઈસ્કોનના સ્થાપક એસી ભક્તિવેદાંતા સ્વામીની જીવંત લાગતી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી અને તે ઈન્દ્રાણીને ખૂબ પસંદ આવી હતી. તે તેની પ્રશંસા કરતા થાકતી નહોતી. એ વખતે ઈન્દ્રાણીએ કહ્યું હતું કે, જાે તેનું મૃત્યુ મારા પહેલા થાય તો હું તેનું આવું જ સ્ટેચ્યૂ બનાવડાવું. ઈન્દ્રાણીનું અવસાન ૪ મે ૨૦૨૧ના રોજ થયું હતું.”નિવૃત્ત કેંદ્રીય કર્મચારી તપસ શાંડિલ્ય પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવા જાેડાઈ ગયા અને તેમની શોધ ૨૦૨૨ની શરૂઆતમાં શિલ્પકાર સુબિમલ દાસ પર આવીને અટકી. ૪૬ વર્ષીય શિલ્પકાર સુબિમલ દાસે છ મહિનાની મહેનતના અંતે ઈન્દ્રાણી શાંડિલ્યની મૂર્તિ તૈયાર કરી. પત્નીનું સ્ટેચ્યૂ પર્ફેક્ટ બને તે માટે તપસ શાંડિલ્યએ હંમેશાથી પત્નીના કપડા સીવતા દરજીની પણ મદદ લીધી હતી. દરજીએ ચોક્કસ માપ મેળવવામાં મદદ કરી હતી.૩૦ કિલોના આ સ્ટેચ્યૂ પર ઈન્દ્રાણીના મનપસંદ સોનાના દાગીના પહેરાવવામાં આવ્યા છે. તેઓ જીવિત હતા ત્યારે આ જ ઘરેણા પહેરતા હતા. અસમથી આવેલી સિલ્કની સાડી જે ઈન્દ્રાણીએ તેમના દીકરાના રિસેપ્શનમાં પહેરી હતી તે પણ સ્ટેચ્યૂને પહેરાવાઈ છે.તપસ શાંડિલ્યનો આ ડ્રીમ પ્રોજેક્ટ પૂરો કરવામાં પરિવારનો વિરોધ અવરોધ બન્યો હતો. પરંતુ તેઓ અડી ગયા. તેમણે કહ્યું, “મારો પરિવાર આ પ્રકારની જીવંત મૂર્તિ સ્થાપિત કરવાના વિરોધમાં હતો પરંતુ છેવટે માની ગયો. મારા કેટલાક સંબંધીઓ અને પાડોશીઓએ મદદ કરી હતી. કોઈના મૃત્યુ પછી આપણે ઘરમાં તેમની તસવીર લગાવી શકીએ તો સ્ટેચ્યૂ કેમ નહીં?” જાેકે, આ મૂર્તિ તપસ શાંડિલ્યએ જે ગુમાવ્યું છે તેનું દુઃખ તો ઓછું નહીં કરી શકે પણ પત્ની કોઈક રીતે સાથે છે તેનો અહેસાસ આપી શકે છે. “સાઉથ કોલકાતામાં આવેલી હોસ્પિટલમાં ઈન્દ્રાણીને દાખલ કરવામાં આવી ત્યારે હું ઘરે આઈસોલેશનમાં હતો. હું તે ક્યારેય નહીં ભૂલી શકું. આ સ્ટેચ્યૂ થકી મને એવું લાગે છે તેણી મારી સાથે છે. હું તેની સાથે જીવી લઈશ”, તેમ તેમણે વાત પૂરી કરતાં કહ્યું.

Related posts

સુરતમા ગ્રીષ્માના હત્યારા ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળી, બંદોબસ્ત સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો

saveragujarat

કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ એપ્રિલના અંતમાં શરુ થવાની સંભાવના

saveragujarat

રૂપિયો કડડભૂસ : ડોલર સામે 82.33ના નવા નીચા સ્તરે

saveragujarat

Leave a Comment