Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

વડોદરામાં રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભા વિસ્તારમાં સંગઠન સર્વોપરીના વિવાદાસ્પદ લાગેલા બોર્ડથી કૌતુક સર્જાયું

સવેરા ગુજરાત, વડોદરા તા. ૨૧
વડોદરા શહેરમાં આજે ઠેર-ઠેર વિવાદાસ્પદ બેનર લાગ્યા છે. અચાનક લાગેલા આ બેનર ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. આ બેનરમાં સંગઠન હી સર્વોપરી લખેલું છે. બેનર લગાવનાર વ્યક્તિએ પોતાની ઓળખ છુપાવી છે. બેનરમાં ભારત માતા કી જય લખેલું પણ જાેવા મળી રહ્યું છે. કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ છીનવી લેવામાં આવતા આ બેનરો લાગ્યા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
વડોદરા શહેરમાં કાલાઘોડા સર્કલ, સયાજી હોસ્પિટલ સહિત અનેક જગ્યાએ સંગઠન હી સર્વોપરી અને ભારત માતા કી જય લખેલા બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનર કોણે લગાવ્યા તેની ઓળખ છુપાવવામાં આવી છે. મોટા ભાગના બેનર રાવપુરા વિધાનસભામાં લાગ્યા છે. આ વિધાનસભા સીટ પરથી રાજેન્દ્ર ત્રિવેદી ધારાસભ્ય છે અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી છે. વડોદરા શહેરમાં મોટા ભાગના બેનર રાજેન્દ્ર ત્રિવેદીના વિધાનસભા વિસ્તારમાં લાગ્યા છે. નોંધનીય છે કે શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ આંચકી લીધો હતો. ત્યારબાદ તેમના મત વિસ્તારમાં લાગેલા બેનર ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. પરંતુ આ બેનર કોણે લગાવ્યા છે અને તેની પાછળનો હેતું શું છે તે સામે આવ્યું નથી.

Related posts

થોડા દિવસ પહેલા અમદાવાદમાં એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો, ” ચલો ભાઈ વેક્સિન વેક્સિન લોકો લઈ ગયા તમે રહી ગયા ” બૂમો પાડનાર આરોગ્ય કર્મચારીનું AMC કમિશ્નરે કર્યું સન્માન…

saveragujarat

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે કરોડો યાત્રિકોની આસ્થાને આઘાત મહાપ્રસાદ મોહનથાળ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરાયો બંધ

saveragujarat

બોલીવુડમાં ફરી ડ્રગ્ઝકાંડ : શ્રધ્ધાકપૂરના ભાઇની ધરપકડ

saveragujarat

Leave a Comment