Savera Gujarat
Other

બોલીવુડમાં ફરી ડ્રગ્ઝકાંડ : શ્રધ્ધાકપૂરના ભાઇની ધરપકડ

મુંબઇ, તા. 13
બોલીવુડ અભિનેત્રી શ્રધ્ધા કપૂરનો ભાઇ વિવાદમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ શ્રધ્ધા કપૂરના ભાઇને બેંગ્લોર પોલીસે પકડી લીધો છે. સિધ્ધાંતકપુર પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. પોલીસે દરોડા દરમ્યાન તેને પોતાની કસ્ટડીમાં લીધો છે. દિવંગત એકટર સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ ડ્રગ્સ કેસમાં રોજ કોઇને કોઇ અભિનેતા ચર્ચામાં આવી રહ્યા છે. ત્યારે સિધ્ધાંત કપૂરની ધરપકડથી કરી આ મુદો ચર્ચામાં આવ્યો છે.
ડ્રગ્સ કેસમાં ફસાયેલા શકિતકપૂરના પુત્ર અને શ્રધ્ધા કપૂરના ભાઇ સિધ્ધાંત કપૂરને પોલીસે બેંગ્લોરથી અટકાયત કરી છે. સિધ્ધાંત સહિત કુલ 6 લોકો ડ્રગ્સ ટેસ્ટમાં પોઝીટીવ આવ્યા છે. આ તમામ લોકો બેંગ્લોરના એમ.જી.રોડ સ્થિત હોટલમાં પાર્ટી કરી રહ્યા હતા. આ પાર્ટી દરમ્યાન પોલીસે દરોડો પાડી તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મળતી બાતમીના આધારે એમ.જી. રોડ પરની એક હોટલમાં દરોડા પાડયા હતા. જયાં શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવાયા હતા તેમાં શ્રધ્ધા કપૂરના ભાઇનો પણ સમાવેશ હતો.

Related posts

અમદાવાદમાં ૨ કલાક વરસાદ પડતા અનેક સ્થળે પાણી ભરાયા

saveragujarat

ગુજરાતમાં નવરાત્રિમાં નવે નવ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

saveragujarat

સેવાયજ્ઞ ‘‘રરર દિવસ-રરર ર્નિણય’’ પુસ્તકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન

saveragujarat

Leave a Comment