Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે કરોડો યાત્રિકોની આસ્થાને આઘાત મહાપ્રસાદ મોહનથાળ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરાયો બંધ

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૩
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વર્ષોથી ચાલતી આવતી પરંપરા એટલે કે માઁ અંબાના પ્રસાદ તરીકે મહાપ્રસાદ મોન થાય માતાજીને ધરાયા પછી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને પ્રસાદ કેન્દ્ર થી પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે મહાપ્રસાદ મોહનથાળ દેશ વિદેશમાં યાત્રાધામ અંબાજીની મહાપ્રસાદ તરીકે ઓળખ ધરાવે છે અંબાજી માતા દેવતા ટ્રસ્ટ દ્વારા મંદિર મોહનથાળ નો પ્રસાદ બંધ કરવા નો ર્નિણય લેવામાં આવ્યો છે તે યોગ્ય નથી અંબાજી ગામ જનોમાં આ ર્નિણય વિરોધ કરવામાં આવ્યો છે તથા અંબાજી દર્શન આવતા યાત્રિકો દેશ-વિદેશ ના તેમને પણ મહાપ્રસાદ મોહનથાળ બંધ કરવાના ર્નિણયનો શ્રી આરાસુરી અંબાજી માતા મંદિરની વર્ષો જુની પરંપરા અને આગવી ઓળખ ધરાવતો મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા માટે અંબાજી માતા દેવસા ટ્રસ્ટ ચેરમેન બધી દેવસ્થાન ટ્રસ્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજના સમયે માઁ અંબાના આ મોહનથાળનો પ્રસાદ વિશ્વ વિખ્યાત થયેલ છે અને હાલમાં દેશ—વિદેશમાં તેની ભારે માંગ રહેલી છે અને તેની સાથે સાથે માં અંબાજીના માઈભકતો માટે આ મોહનથાળનો પ્રસાદ એક આગવી શ્રદ્રાનું કેન્દ્રબિંદુ છે અને આ મોહનથાળનો પ્રસાદ એટલે માઈભકતો માટે માં અંબાજીના સાક્ષાત દર્શન સમો આભાસ કરાવે છે. મોહનથાળનું પેકેટ જાેઈને જ શ્રધ્ધાથી માઈભકતોનું માથું નમી જાય છે. આમ માઈભકતો આજના મોહનથાળના પ્રસાદને માઁ અંબાનું સ્વરૂપ માનીને માઁ અંબાના સાક્ષાત દર્શનની પણ અનુભુતિ કરતા હોય છે. જેથી માઁ અંબાજીના પટાંગણમાં મોહનથાળનું જે કાયમી અને ઉચ્ચ સ્થાન રહેલ હોવાથી મોહનથાળના પ્રસાદનો અવિસ્મણીય અને અકલ્પનીય મહિમા અને શ્રધ્ધા રહેલ હોવાથી આવી ભક્તિમય પરંપરા નિભાવતા મોહનથાળના પ્રસાદ તરીકે માઁ અંબાજી મંદિરમાં તેનું કાયમી ધોરણે પરંપરા મુજબ વિતરણ ચાલુ રાખવા અંબાજી ગામ જનો તથા લાખો કરોડો યાત્રિકો મહાપ્રસાદ મોહનથાળ સાથે આસ્થા જાેડાયેલી છે.મહાપ્રસાદ મોહનથાળ ની પ્રસાદી અંબાજી મંદિરમાં ક્યારથી થઈ શરૂ.ભારત આઝાદ થયું અને ૧૯૫૨ થી મંદિર મુંબઈ રાજ્ય હસ્તક થયું અને દાંતા દરબાર અને સરકાર વચ્ચે ની લાંબી કાનૂની લડાઈ બાદ ૧૯૫૯ માં અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાવી ને વહીવટ ચાલુ થયો ત્યાર થી યાત્રાળુ ભેટ લખાવે તો મોહનથાળ નો પ્રસાદ આપવાનો ચાલુ થયો અને આજ સુધી આ પ્રસાદ વેચાતો હતો ભેટ લખાવાનાર ને મોહનથાળ નો પ્રસાદ આ મંદિર સરકાર હસ્તક આવ્યું ત્યાર થી મોહનથાળ નો પ્રસાદ મળે છે જાે મોહનથાળ બંધ કરવો હોય તો દરેક હિંદુ પોતાના ઘરે ભગવાન ને ભોગ ધરાવે જેમાં સુખડી લાડુ લાપસી શીરોનો ભોગ ધરાવે છે આજ દિન સુધી ભગવાનને ચીકી નો ભોગ ધરાવતું નથી પ્રસાદ એનેજ કહેવાય કે જે ભગવાન ને ધરાવ્યા પછી વધે એને વહેંચો એ પ્રસાદ કહેવાય છ. યાત્રિકોની આસ્થા સાથે દેવસ્થાન ટ્રસ્ટ અખતરા કરશે તો નહિ ચાલે. હાલના યુગમાં ભગવાન થી ડર હતો એટલે બીજી જગ્યા એ થી લૂંટીને પાપ થી કમાયેલા ધન નો ઉપયોગ મંદિરો માં થોડો ભાગ ચડાવી ને કરેલા પાપ નુ પાયાચ્છીત કરતા અને લૂંટવા માં ધાર્મિક સ્થાનો ઉપર નજર પણ ના નાખતા અને હવેતો ધાર્મિક સ્થાનો થકી જ ધન કમાવવા ની હોડ લાગી છે એનું સચોટ ઉદાહરણ આ ચીકી બનાવતી એજન્સી અને અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ ની આ કામગીરી જાેતા એવું જ લાગે છે આજ પણ અંબાજી મંદિરના કામો માં કેટલાક લોકો ઍક રૂપિયો પણ ફ્રી તરીકે લેતા નથી કે જેમની ફી બજાર માં લાખ્ખો રૂપિયા હોય છૅ એવા લોકો આજે પણ આર્કિટેક ઓડિટર ઘરેણાં ધોવાના બનાવવા નાં સોની કુટુંબો માતાજી ની સેવા વિનામૂલ્યે કરે છે અને કેટલાક કમિશન આપી ને કરોડો રૂપિયા મંદિર મા થી કમાવવા ની આશા રાખે છે પહેલા કહેવાતા હિંદુવાદી ઓ ના મતે હિંદુ વિરોધી સરકાર માં પણ આસ્થા શ્રદ્ધા ને ઠેસ પહોંચે એવા હિંદુ ની લાગણી ને આઘાત આપતા આ નિણર્ય હિન્દુત્વ ની સરકાર માં લેવાય અને હિંદુ ઓ ના આગેવાનો સંસ્થા ઓ પણ વિરોધ ના કરે એ નવાઈ પમાડે એવું છે.

Related posts

દરિયાપુરમાં મટકી ફોડ કાર્યક્રમ શોકમાં પલટાયો ઃ ચબૂતરો તૂટતાં એક યુવકનો મોત, ત્રણ ઇજાગ્રસ્ત

saveragujarat

માઇભક્તોની મનોકામના પૂર્ણ થાય એ માટે કલોલના હાજીપુરની મંથન અપંગ કન્યા સેવા સંકુલની દિકરીઓએ જય અંબે…..ના ૨૧ લાખ જેટલાં મંત્રોનું લેખન કર્યુ

saveragujarat

ગુજરાતમાં કેવુ રહેશે ચોમાસું અને કેટલો પડશે વરસાદ? હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી

saveragujarat

Leave a Comment