Savera Gujarat
Other

600 કરોડથી વધુની રેમડેસીવીરનો નાશ કરવો પડશે

સવેરા ગુજરાત/અમદાવાદ,તા. 6
કોરોના કાળમાં એક વર્ષ અગાઉ રેમડેસીવીર મેળવવા માટે લોકોએ કલાકો સુધી લાઇનમાં ઉભુ રહેવું પડતું હતું તેના બદલે હવે 60 લાખ રેમડેસીવીર વાયલનો નાશ કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે કારણ કે આ વાયલની એક્સપાયરી ડેઇટ આવી ગઇ છે.

સુત્રોના કહેવા પ્રમાણે 600 કરોડની રેમડેસીવીર વાયલ અને 200 કરોડની રેમડેસીવીર એપીઆઈ તથા કોરોનાને લગતે અન્ય દવાઓની એક્સપાયરી ડેઇટ નજીક આવી ગઇ છે અને આવતા દિવસોમાં તેનો નાશ કરવો પડે તેવી હાલત સર્જાઇ છે. દેશમાં કોરોના કાબૂમાં આવી ગયો હોવાના કારણે હવે ટૂંકાગાળામાં આ દવાઓની કાંઇ જરુર ઉબી થાય તેવી શક્યતા નથી.

મુંબઈ ખાતે વડુ મથક ધરાવતા બીડીઆર ફાર્માના ચેરમેન ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે, માર્ચ-2020માં બહુ ઓછુ કંપનીઓ રેમડેસીવીરનું ઉત્પાદન કરતી હતી. ગત વર્ષે કોરોનાના બીજા વેવ વખતે રેમડેસીવીરની પ્રચંડ માંગ નીકળી હતી અને તેને પગલે મોટાભાગની ફાર્મા કંપનીઓ તેનું ઉત્પાદન કરવા લાગી હતી અને જંગી માત્રામાં ઉત્પાદન શરુ થયું હતું.

એક અંદાજ પ્રમાણે હાલ વિવિધ કંપનીઓ અને સરકાર પાસે રેમડેસીવીરના 60 લાખ વાયલનો સ્ટોક છે. અત્યારે સદનસીબે તેની કોઇ જરુર નથી કારણ કે કોરોના કાબૂમાં છે. દેશમાં કોવિડને લગતી દવાઓ અને ઇન્જેકશનોનો 800થી 1000 કરોડનો સ્ટોક ઉપલબ્ધ છે તેમાં રેમડેસીવીર, લીપોસોમલ, આમફોટેરીસીન બીઇ ઇન્જેકશન, ફેબીપિરાવીર વગેરેનો સમાવેશ થાય છે.

આ તમામ દવાઓની એક્સપાયરી ડેઇટ આવી જવાના સંજોગોમાં તેનો નાશ કરવા સિવાય કોઇ વિકલ્પ રહે તેમ નથી. અનેક કંપનીઓએ ડ્રગ્સ કંટ્રોલર સેન્ટ્રલ ઓફ ઇન્ડીયાને રેમડેસીવીર સ્ટોકના ડેટા મોકલ્યા હતા અને તેની ચકસાણી બાદ એક્સપાયરી ડેઇટ બે વર્ષ લંબાવી દેવામાં આવી હતી. આમ છતા અનેક કંપનીઓના સ્ટોકના રેમડેસીવીર થોડા સમયમાં એક્સપાયર થઇ જવાના છે. એટલે ટૂંંકાગાળામાં જ મોટી સંખ્યામાં વાયલનો નાશ કરવો પડશે.

વર્ષ 2023 સુધી તબક્કાવાર આ પ્રકારની પ્રક્રિયા કરવી પડશે. ઇન્ડીયન ડ્રગ મેન્યુફેકચરર એસોસિએશનના કહેવા પ્રમાણે ભારતની અભૂતપૂર્વ રસીકરણ ઝુંબેશને કારણે કોરોના કાબૂમાં રહ્યો છે અને માત્ર ભારત જ નહીં વિશ્વભરમાં રેમડેસીવીરની હવે કોઇ ડિમાંડ રહી નથી.

Related posts

કેદારનાથ પાસે હેલિકોપ્ટર દુર્ઘટના : 6ના મોત

saveragujarat

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર વિરુદ્ધ છોકરીની છેડતી બદલ ફરિયાદ

saveragujarat

દિલ્હી અને પંજાબના કામોથી પ્રભાવિત થઈને આજે આખું ગુજરાત ‘આમ આદમી પાર્ટી’ સાથે જાેડાઈ રહ્યું છે ઃ મનોજભાઇ સોરઠીયા

saveragujarat

Leave a Comment