Savera Gujarat
Other

ધો.10નું 65.18% પરિણામ : A-1 ગ્રેડ મેળવતા રેકોર્ડબ્રેક 12090 છાત્રો

રાજકોટ,તા. 6
શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 10 એસ.એસ.સી.ની પરીક્ષાનું આજે 65.18 ટકા પરિણામ જાહેર થયું છે. ધો. 12ના પ્રમાણમાં એસએસસીનું પરિણામ એકંદરે સામાન્ય રહે છે પરંતુ આ પરિણામમાં એ-1 ગ્રેડમાં એકસાથે 12090 છાત્રોએ સ્થાન મેળવીને નોંધપાત્ર સિધ્ધિ મેળવી છે. જેમાં સુરત જિલ્લાના સૌથી વધુ 2532 બાદ રાજકોટ જિલ્લાનાં 1561 છાત્રોનો સમાવેશ થાય છે.
આ પરીક્ષામાં 772771 નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જે પૈકી 503726 ઉતિર્ણ થયા છે જ્યારે રીપીટર તરીકે બેઠેલા 133520 પૈકી 41063 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થતા તેમનું પરિણામ 30.75 ટકા અને ખાનગી તરીકે બેઠેલા 15007 પૈકી 2557 ઉતિર્ણ થતા તેમનું પરિણામ 17.04 ટકા આવ્યું છે. ગત વર્ષે માસ પ્રમોશન પૂર્વે 2020માં 60.64 અને તે પૂર્વે 2019માં 66.97 ટકા પરિણામ આવ્યું હતું. બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યના 598 કેન્દ્રમાં આ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં રાજકોટ જિલ્લાના રુપાવટી કેન્દ્રનું સૌથી વધુ 94.80 ટકા અને દાહોદ જિલ્લાના રુવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી ઓછુ 19.17 ટકા પરિણામ આવ્યું છે.
જિલ્લાઓમાં સૌથી વધુ પરિણામ સુરતનું 75.64 ટકા અને સૌથી ઓછુ પાટણનું 54.29 ટકા જાહેર થયું છે. 294 શાળાઓ 100 ટકાથી વધુ પરિણામ લાવી છે અને 30 ટકાથી ઓછા પરિણામવાળી શાળાની સંખ્યા 1007 છે. જ્યારે 0 પરિણામવાળી 121 સ્કૂલનો સમાવેશ થાય છે.આ પરીક્ષામાં એ-1 ગ્રેડમાં 12090 વિદ્યાર્થીએ સ્થાન હાંસલ કર્યું છે તો એ-2 ગ્રુપમાં 52992, બી-1માં 93602 અને બી-2માં 130097 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 59.92 ટકા અને વિદ્યાર્થિનીઓનું પરિણામ 71.66 ટકા છે. ગુજરાતી માધ્યમના છાત્રોનું પરિણામ 63.13 ટકા અને અંગ્રેજી માધ્યમના છાત્રોનું પરિણામ 81.50 ટકા આવ્યું છે.

હિન્દી માધ્યમનું પરિણામ 63.96 ટકા છે. આ પરીક્ષામાં ગેરરીતિના 59 કેસ નોંધાયા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે 848 તથા અન્ય કારણે 255 વિદ્યાર્થીના પરિણામ અનામત રાખવામાં આવેલ છે. નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 59.92 ટકા અને વિદ્યાર્થિનીઓનું પરિણામ 71.66 ટકા જાહેર થયું છે. આમ ફરી વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ પરિણામ ટકાવારીની દ્રષ્ટિે મોરબી જિલ્લાનું 73.79 ટકા આવ્યું છે. આ જિલ્લાના 304 છાત્ર એ-1 ગ્રેડમાં આવ્યા છે.

બીજા ક્રમે રાજકોટ જિલ્લાનું 72.86 ટકા પરિણામ છે અને 1561 વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં સ્થાન પામ્યા છે. ત્રીજા ક્રમે સુરેન્દ્રનગર જિલ્લાનું પરિણામ 70.79 ટકા છે અને 300 વિદ્યાર્થી આ ટોપ ગ્રેડમાં છે. 7521 વિદ્યાથીએ 99 ઉપર, 15043એ 98 ઉપર, 23346એ 97 ઉપર, 31300એ 96 ઉપર અને 38497 વિદ્યાર્થીએ 95 ઉપર પીઆર મેળવ્યા છે. આ પરિણામ સાથે બોર્ડે એક કે બે વિષયમાં નાપાસ થનારા છાત્રો માટે પૂરક પરિક્ષાના સંભવિત કેન્દ્રોની યાદી પણ જાહેર કરી છે તો સાથે પુન: મૂલ્યાંકનની અરજીઓ માટેની માહિતી પણ વેબસાઈટ પર મુકીને શાળાઓને જાણ કરી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર કરવામાં આવેલા ધો. 10ના પરિણામમાં જેલના કેદીઓનું પરિણામ પણ જાહેર કરાયું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની જેલમાં ગોઠવાયેલા પરીક્ષા કેન્દ્રોમાં 77 નોંધાયેલા પૈકી 62 બંદીવાન વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 15 વિદ્યાર્થી પાસ થયા છે. આ ઉપરાંત આરએમએસએ પ્રોજેક્ટ હેઠળની 201 શાળાના 7253 વિદ્યાર્થી માટે 9 વોકેશનલ વિષયો પૈકી 9 વિષયની 30 ગુણની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ હતી જ્યારે 50 ગુણનું પ્રેકટીકલ અને 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન જે તે શાળા કે સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.

ધો. 10ના પરિણામમાં મુખ્ય વિષયોનું પરિણામ જોતા સૌથી વધુ પરિણામ અંગ્રેજી વિષયનું આવ્યું છે. બોર્ડના આંકડા મુજબ ગુજરાતી વિષયનું પરિણામ 82.15 ટકા છે. 664553 પૈકી 545930 વિદ્યાર્થી ગુજરાતીમાં પાસ થયા છે. અંગ્રેજી વિષયની પરીક્ષા આપનાર 87006 પૈકી 82418 એટલે કે 94.73 ટકા વિદ્યાર્થી પાસ થયા છે. આ જ રીતે હિન્દી વિષયનું પરિણામ 90.96 ટકા, સોશિયલ સાયન્સનું 86.25 ટકા, સાયન્સ-ટેકનોલોજીનું 71.71 ટકા, સ્ટાન્ડર્ડ મેથ્સનું 92.63 ટકા, બેઝીક મેથ્સનું 69.53 ટકા, સંસ્કૃતનું 89.22 ટકા પરિણામ છે. સેક્ધડ લેગવેન્જમાં ગુજરાતીનું 88.93 ટકા, અંગ્રેજીનું 89.22 ટકા અને હિન્દીનું 83.46 ટકા છે.

Related posts

કોવિડ-૧૯ અને મ્યુકરમાઇકોસિસની કટોકટી દરમિયાન રાજ્યના ડેન્ટીસ્ટોએ તબીબી સેવા પૂરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુંઃ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ

saveragujarat

પિતાની સ્વઅર્જિત સંપતિમાં પુત્રીનો સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

saveragujarat

અમદાવાદની શિવાની શુક્લાએ નેશનલ પાવર લીફ્ટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યોં

saveragujarat

Leave a Comment