Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

દિલ્હી અને પંજાબના કામોથી પ્રભાવિત થઈને આજે આખું ગુજરાત ‘આમ આદમી પાર્ટી’ સાથે જાેડાઈ રહ્યું છે ઃ મનોજભાઇ સોરઠીયા

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૩
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતના બે મહાનુભાવો આમ આદમી પાર્ટી ના પરિવાર માં સામેલ થઇ રહ્યા છે. ભાજપ ના જાણીતા નેતા વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ અને વિશ્વ ના જાણીતા કોમેડિયન ધારશીભાઇ બેરડીયા એ ગુજરાત ના સાડા ૬ કરોડ લોકો ની લડાઈ લડવા માટે આજે આ મહાનુભાવો એ આમ આદમી પાર્ટીમાં જાેડાવાનો ર્નિણય લીધો છે. તેની આમ આદમી પાર્ટી ના પુરા પરિવાર ને ખુશી છે. તાજેતરમાં સુરતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હી ના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી એ મફત વીજળી ની પ્રથમ ગેરંટી આપીને સમગ્ર ગુજરાત ને નવી ભેટ આપી છે. તે જ સમયે વસાવા પરેશભાઈ ગોવિંદભાઈ, વિશ્વ વિખ્યાત હાસ્ય કલાકાર ધારશીભાઈ બેરડીયા અને વસાવા પરેશભાઈ ના પત્ની વસાવા શીતલબેન, અરવિંદ કેજરીવાલ જી ના હાથે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જાેડાયા હતા.
મનોજ સોરઠીયા એ મહાનુભવો ના હોદ્દા જણાવતા કહ્યું કે, ગુજરાતના વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ, નિઝર વિધાનસભા થી ૩ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના પિતા પણ ૩ વાર ધારાસભ્ય અને ગુજરાત માં મંત્રી રહી ચુક્યા છે. તેમના પત્ની જે થોડા દિવસ પહેલા જ અરવિંદ કેજરીવાલ જી ના હાથે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટી માં જાેડાયા છે જે ૧૫ વર્ષ સુરત જિલ્લા પંચાયતના સદસ્ય અને અલગ અલગ સમિતિના સભ્ય તથા પ્રમુખ રહી ચુક્યા છે. પરેશભાઈ બીજા પણ ઘણા સામાજિક સમૂહ ના સભ્ય રહી ચૂક્યા છે જે લોકકલ્યાણ માટે કાર્યરત છે. તેમણે પોતે હાલમાં આદિજાતિ વિકાસ નિગમના ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી સાથે છેડો છૂટો પાડ્યો છે અને માનનીય અરવિંદ કેજરીવાલ જી ના કાર્યો થી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જાેડાવાનો ર્નિણય લીધો છે. તેમની સાથે જ બીજી વિશ્વ ની નામચીન વ્યક્તિ જેણે કૉમેડી જગત માં દુનિયાભરમાં તેમનું નામ કરી ગુજરાત રાજ્ય નું ગર્વ વધાર્યું છે, એવા ધારશીભાઇ બેરડીયા આજે આમ આદમી પાર્ટી માં જાેડાઈ ને કૉમેડી સાથે જનસેવામાં પણ પોતાનું સર્વસ્વ યોગદાન આપવા જઈ રહ્યા છે. ધારશીભાઇ બેરડીયા એ મુંબઈ હોય કે વિદેશ, ટીવી હોય કે બોલિવૂડ બધા ક્ષેત્રોમાં પોતાની કળા નો ઉપયોગ કરી કૉમેડી જગતમાં ખુબ નામ કમાવ્યુ છે અને દર્શકો નો ઘણો પ્રેમ પ્રાપ્ત કર્યો છે. આમ આદમી પાર્ટી ને ઘણી ખુશી છે કે આવી મહેનતી અને લોકપ્રિય વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં જાેડાઈ ને લોકસેવાના કાર્યોમાં સક્રિય થવા માંગે છે.


ત્યારબાદ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડૂક એ વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ અને ધારશીભાઇ બેરડીયા ને આમ આદમી પાર્ટી ના ટોપી અને ખેસ પહેરાવીને હૃદય પૂર્વક આમ આદમી પાર્ટી માં સ્વાગત કર્યું. અને ગુજરાત ની જનતા ની સેવા કરવા માટે શુભેચ્છાઓ આમ આદમી પાર્ટી વતી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ એ આમ આદમી પાર્ટી માં જાેડાવા પર ટિપ્પણી કરતા કહ્યું કે, મેં ભારતીય જનતા પાર્ટી માં રહીને ભ્રષ્ટાચાર રોકવાનો ઘણો પ્રયાસ કર્યો છે, ઘણા પત્રો પણ લખ્યા છે, પરંતુ તેમને આ કરોડો ના ભ્રષ્ટાચાર ને નાની વાત કહીને દબાવી દીધી છે. અમે અમારા પંદર વર્ષ ના રાજકારણ માં ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી પરંતુ ભાજપ તેની હરકતો થી બાજ નથી આવતી. અને તેની સામે જ હવે દેશ માં આમ આદમી પાર્ટી જેવી પણ એક પાર્ટી ઉભી થઇ છે જેમાં કટ્ટર ઈમાનદારી થી જ કામ થાય છે. દિલ્હી અને પંજાબ ના કાર્યો થી પ્રભાવિત થઈને મેં આજે આમ આદમી પાર્ટીમાં જાેડાવાનો ર્નિણય કર્યો છે. અને હું ખાતરી આપું છું કે અમે બધા સાથે મળીને આ વખતે ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બનાવીશું. ધારશીભાઇ બેરડીયા એ આમ આદમી પાર્ટી માં જાેડાવા પર ટિપ્પણી કરતા કહ્યું કે, હું મારી મરજી થી કોઈ પણ પ્રકાર ના દબાણ વગર અને કોઈ પણ પ્રકાર ના લોભ લાલચ કે ઓફર વગર આમ આદમી પાર્ટી માં જાેડાયો છું. ઘણા બધા લોકો એ પૂછ્યું કે આમ આદમી પાર્ટી જેવી નાની પાર્ટી જ કેમ? હું એ બધાને કહેવા માંગુ છું કે લોકો ભ્રષ્ટાચાર કરવા માટે ભાજપ માં જાેડાય છે. પરંતુ જે જનસેવા માટે કાર્યરત થવા માંગે છે એ આમ આદમી પાર્ટી માં જાેડાય છે. અરવિંદ કેજરીવાલ જેવા ભણેલા ગણેલા નેતા ના નેતૃત્વ માં આમ આદમી પાર્ટી ફક્ત ઈમાનદારી ના રસ્તે જનસેવા નું કામ કરે છે અને એ જ વિચારધારણા ને આખા દેશમાં ફેલાવવા માટે હું આમ આદમી પાર્ટીમાં જાેડાઈ ને મારાથી થાય એટલું યોગદાન આપવા માંગુ છું. આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફેરેન્સ માં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડૂક પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જુઓ વિડીયો : ટીમ ઇન્ડિયાની આ મહિલા ખેલાડીને અમ્પાયરે નોટ આઉટ કહ્યું છતા મેદાનની બહાર ચાલી ગઈ…

saveragujarat

સૌર ઊર્જા ભારતને નેટ ઝીરો હાંસલ કરવામાં મદદ કરી શકે છે

saveragujarat

અરવલ્લીજિલ્લામાં ખેડૂતોને તડબૂચના પાકમાં પોષણક્ષમ ભાવ નહિ મળતા નુકશાન સહન કરવાનો વારો આવ્યો

saveragujarat

Leave a Comment