Savera Gujarat
Other

શેરબજારમાં પ્રારંભીક ગાબડા બાદ રિકવરી: એલઆઈસી તૂટયો- 800ની નીચે

રાજકોટ તા.6
મુંબઈ શેરબજારમાં આજે બેતરફી અફડાતફડી વચ્ચે સ્થિર માહોલ રહ્યો હતો. પ્રારંભીક મંદી બાદ રિકવરી આવી હતી. એલઆઈસીનો શેર વધુ ગગડીને 800ની નીચે સરકી ગયો હતો. શેરબજારમાં આજે શરૂઆત ગેપડાઉન હતી. વિશ્ર્વબજારોની મંદી, વ્યાજદર વધારાની આશંકા, મોંઘવારીમાં ખાસ ફેર પડયો ન હોવાના સંકેત જેવા કારણોનો પ્રત્યાઘાત હતો. બપોર સુધી માર્કેટ દબાણ હેઠળ જ હતું.

પરંતુ ત્યારબાદ એકાએક માનસ પલ્ટાવા સાથે રિકવરી શરૂ થઈ હતી. રિઝર્વ બેંક વ્યાજદરમાં કોઈ મોટો વધારો નહીં કરે તેવા સંકેતો ઉપસતા ગભરાટ હળવો થયો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માનસ હજુ અનિશ્ચીત જ છે. ટુંકાગાળામાં વ્યાજદરનો ફેસલો નિર્ણાયક અસર કરશે. વ્યાજવધારો 0.25 પૈસા આસપાસ રહેવાના સંજોગોમાં પચાવાઈ જશે. મોટો વધારો થાય તો ઝટકો લાગી શકે છે. શેરબજારમાં આજે ટાટા સ્ટીલ, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, બજાજ ઓટો, ઓએનજીસી, બજાજ ઓટો, જેએસડબલ્યુ સ્ટીલ સીપ્લા વગેરે શેરો મજબૂત હતા.

અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રી સિમેન્ટ, એશિયન પેઈન્ટસ, બજાજ ફીન સર્વિસ, નેસલે, રીલાયન્સ, ભારત પેટ્રો, આઈશર મોટર્સ વગેરેમાં ઘટાડો હતો. એલઆઈસીમાં આજે ગાબડુ હતું.20 રૂપિયા ગગડીને 780 સાંપડયો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 15 પોઈન્ટ વધીને 55784 હતો તે ઉંચામાં 55832 તથા નીચામાં 55295 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 13 પોઈન્ટ વધીને 16597 હતો તે ઉંચામાં 16610 તથા નીચામાં 16144 હતો.

Related posts

ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી કરજો, કાયદાનું ઉલ્લંઘન ન થાય તેનું ખાસ રાખજો ધ્યાન: પોલીસ કમિશનર

saveragujarat

ઇન્ડક્શન પબ્લિસિટી પ્રદર્શન વાહનની મદદથી વડોદરા ખાતે વિદ્યાર્થીઓ સુધી પહોંચતી ભારતીય વાયુસેના

saveragujarat

બલિદાન દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગતસિંહને કરાઈ પુષ્પાંજલિ

saveragujarat

Leave a Comment