Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર વિરુદ્ધ છોકરીની છેડતી બદલ ફરિયાદ

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૨૧
ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને હાલ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સહિત બે શખસો ભરાયા છે. આ લોકો પર કારમં બેઠેલી છોકરીની છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો છે. છોકરીની છેડતીની ફરિયાદ બાદ હાહાકાર મચી ગયો છે. અમદાવાદની મહિલા સાથે સંપર્ક થયા બાદ જેસલમેર ફરવા માટે ગયા ત્યારે કારમાં એકલી બેઠેલી છોકરી સાથે બળજબરીપૂર્વક છેડતી કરી હતી. જાે કે, આ ઘટના ગયા વર્ષની છે અને મહિલાએ ફરિયાદ કરી હોવા છતા પણ કોઈ જાતની કાર્યવાહી ન થતા આખરે મહિલાએ સિરોહની કોર્ટમાં દાદ માગી હતી. એ પછી કોર્ટના આદેશ બાદ આ તમામ આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગઈ ૧ નવેમ્બર ૨૦૨૦ના રોજ અમદાવાદમાં રહેતી એક મહિલાનો સંપર્ક પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર અને સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સાથે થયો હતો. એ પછી તેમનો પરિવાર અને સગીર વયની પુત્રી તથા અન્ય લોકો જેસલમેર ફરવા માટે ગયા હતા. તેઓ ૧૦ નવેમ્બરના રોજ જેસલમેર ખાતે ફરવા માટે ગયા હતા. આબુ રોડ તળેટી ખાતે પહોંચ્યા બાદ મહિલાએ ઉલ્ટીની ફરિયાદ કરી હતી. જેથી કાર ઉભી રાખવામાં આવી હતી અને તેઓ ઉલ્ટી કરવા માટે કારમાંથી નીચે ઉતર્યા હતા. પરિવાર સાથે તેઓ ખુલ્લામાં બેસી રહ્યા હતા.જ્યારે મહિલા કારમાં પરત આવી ત્યારે તેમના પરિવારજનોએ જણાવ્યું કે, કારમાં બેઠેલી તેમની દીકરી અચાનક બહાર આવી હતી અને રડવા લાગી હતી. જ્યારે મહિલાએ રડવાનું કારણ પૂછ્યું તો છોકરીએ જણાવ્યું કે, આ લોકો સાથે તે ક્યાંય જવા માગતી નથી. આ ઘટના બાદ પાંચ માર્ચ ૨૦૨૨ના રોજ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. એ પછી આખી વાત બહાર આવતા મહિલાએ ૨૬ મે, ૨૦૨૨ના રોજ ગજેન્દ્ર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એ પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા મહિલાએ સિરોહી કોર્ટમાં દાદ માગી હતી.એ પછી કોર્ટના આદેશ બાદ આબુરોડ તળેટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ અને અન્ય બે શખસો વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પોલીસે પીડિતા અને મહિલાનુ નિવેદન પણ નોંધ્યું હતું. મહત્વનું છે કે, મહિલાએ અમદાવાદમાં આ અંગે ફરિયાદ કરી હતી. પરંતુ ગજેન્દ્ર સિંહના દબાણના કારણે કંઈ થઈ શક્યુ નહોતું. તો મહેશ અમીચંદ પટેલે પણ તેને ડરાવી ધમકાવી હતી કે, આબુરોડની ઘટના અંગે કોઈને કંઈ કહીશ તો જાનથી મારી નાખીશું, રાજકારણમાં અમારી સારી પકડ હોવાથી તું અમારુ કંઈ બગાડી નહી શકે, એવું મહિલાએ જણાવ્યું હતું.ગજેન્દ્ર સિંહ પરમાર વિરુદ્ધ ભાજપની જ એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેણે લગ્નની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કર્યુ હતું. આ કેસમાં ધારાસભ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મહિલાએ માર્ચ-૨૦૨૨માં આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. જે બાદ ચાંદખેડા પોલીસે તેનું નિવેદન પણ લીધુ હતુ. આ મહિલા અને ધારાસભ્ય સચિવાલયમાં મળ્યા હતા. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, જુલાઈ ૨૦૨૦માં ધારાસભ્યએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

Related posts

માલધારી સમાજની ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા માંગ

saveragujarat

મહિલા રસ્તા પર ભીખ માગીને મહિને ૪૦ હજાર કમાય છે

saveragujarat

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પુત્રી સાથે દર્શન કરતા અભિનેત્રી રવિના ટંડન

saveragujarat

Leave a Comment