Savera Gujarat
Other

ગુજરાત પોલીસમાં એડીજી, આઈજી અને ડીઆઈજીની બદલીનો આજે ગંજીફો ચીપાવવાની શક્યતા

સવેરા ગુજરાત/ગાંધીનગર તા.2
ગુજરાતમાં આઈપીએસમાં લાંબા સમયથી રાહ જોવાતી બદલીમાં આજે સતાવાર ઓર્ડર નીકળ્યા બાદ હવે સાંજ સુધીમાં આઈજી, ડીઆઈજી અને એડી.ડીજી કક્ષાના અધિકારીઓની બદલીના ઓર્ડર આવવાની શકયતા ઉચ્ચ વર્તુળોએ દર્શાવી છે. હાલ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં આ અંગેની બેઠક ચાલુ છે અને આઈજી, ડીઆઈજી તથા એડી.ડીજી ના બદલી અને સંભવત: એકાદ બે બઢતીના ઓર્ડર આવશે.જેમાં રાજકોટના નવા પોલીસ કમિશ્નર અને રાજકોટ રેન્જના નવા ડીઆઈજીની પણ નિમણુંકની તૈયારી છે જેમાં હાલ બે નામ બોલાઈ રહ્યા છે. પ્રથમ નામ રાજુ ભાર્ગવ કે જેઓ હથિયારધારી એકમમાં એડીજી આર્મ્સ યુનીટમાં ફરજ બજાવે છે.

તે ઉપરાંત રાજકોટમાં ફરજ બજાવતા એડીજી આર્મ્સ યુનીટના પ્રફુલકુમાર રોશનનું નામ ચર્ચામાં હોવાનું માનવામાં આવે છે. રોશન ડેપ્યુટેશનમાંથી પરત આવ્યા બાદ તેઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું અને રાજકોટમાં આર્મ્સ યુનીટના એડીજી તરીકે મુકાયા હતા. બીજી તરફ ગાંધીનગરમાં એક નવી રેન્જ ઉભી કરાઈ છે અને ત્યાં પણ નવા અધિકારીની નિયુક્તિ થશે. રાજકોટના રેન્જ આઈજી સંદીપકુમારની પણ બદલીની તૈયારી છે અને ત્યાં પણ નવા અધિકારીને નિયુક્તિ અપાશે. આ ઉપરાંત રાજયમાં સીનીયર અધિકારીઓમાં પણ અનેક ફેરફારો તોળાઈ રહ્યા છે.

Related posts

વિશ્વના સૌથી નબળા નાગરિકો અંગે વાત કરવાની જરૂર : મોદી

saveragujarat

મેટ્રો ટ્રેન સવારના ૭ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી દોડાવવાનો હંગામી ર્નિણય લેવાયો

saveragujarat

આપ ઈન્ડિયા સાથે પણ પંજાબ પોલીસની કાર્યવાહી નહીં અટકે ઃ અરવિંદ કેજરીવાલ

saveragujarat

Leave a Comment