Savera Gujarat
તાજા સમાચાર
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

આપ ઈન્ડિયા સાથે પણ પંજાબ પોલીસની કાર્યવાહી નહીં અટકે ઃ અરવિંદ કેજરીવાલ

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૯
પંજાબમાં ડ્રગ્સ મામલે કોંગ્રેસ નેતા સુખપાલ સિંહ ખૈરાની ધરપકડ કરવામાં આવી છે. ખૈરા ગુરુવારે ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, તે દરમિયાન પોલીસે તેમની ધરપકડ કરી છે. હવે આ મામલે મોટો હંગામો જાેવા મળી રહ્યો છે અને ઈન્ડિયા ગઠબંધનમાં વિવાદ શરૂ થયો હોવાની વાતો વહેતી થઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પંજાબના ઘણા નેતાઓ પર કેસ નોંધાયા છે અને તેમાં કેટલાક પૂર્વ મંત્રીઓ પણ સામેલ છે. આવી સ્થિતિમાં ઈન્ડિયા ગઠબંધનની એકતા પર સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સવાલ કરાયો તો તેમણે કહ્યું કે, અમે ઈન્ડિયા ગઠબંધનની સાથે છીએ…
દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી ઈન્ડિયા ગઠબંધન માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને આપ ઈન્ડિયા ગઠબંધનથી ક્યારે અલગ નહીં થાય, તેમજ ગઠબંધનના ધર્મને નિભાવવા પણ સંપૂર્ણ કટિબદ્ધ છીએ… જાેકે તેમણે એવો સંદેશો પણ આપ્યો કે, પંજાબ પોલીસની કાર્યવાહી અટકવાની નથી… આ મામલે હું કોઈ એક વ્યક્તિ પણ ટિપ્પણી નહીં કરું… આ મામલાની વિગતો અંગે તમારે પંજાબ પોલીસ સાથે વાત કરવી પડશે… પંજાબમાં નશાનો ધંધો વધી રહ્યો છે અને તેની ઉપર સકંજાે કસવા ભગવંત માન સરકાર કામ કરી રહી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મારા ધ્યાને આવ્યું છે કે, પંજાબ પોલીસે ગઈકાલે ડ્રગ્સ સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરી છે… તેમણે કહ્યું કે, આ મામલે મારી પાસે વિગતો નથી… વિગતો મેળવવા તમારે પંજાબ પોલીસ સાથે વાત કરવી પડશે. તેમણે કહ્યું કે, અમે ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે… આ યુદ્ધમાં કોઈ મોટો વ્યક્તિ હોય કે કોઈ નાનો, કોઈને છોડવામાં નહીં આવે… આ મામલે હું કોઈ એક વ્યક્તિ પણ ટિપ્પણી કરવા ઈચ્છતો નથી… અમારો ઉદ્દેશ્ય માત્ર નશાના કારોબારને રોકવાનો છે.ઉલ્લેખનિય છે કે, પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પ્રતિસ્પર્ધી છે અને રાષ્ટ્રીય સ્તરે ઈન્ડિયા ગઠબંધનમાં સાથે છે… આવી સ્થિતિમાં આ રાજ્યોમાં એકતા કેવી રીતે થશે, તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ ધરપકડ મામલે પંજાબ અને દિલ્હી બંનેમાં કોંગ્રેસ યુનિટ્‌સે વિરોધ કર્યો છે. સુખપાલ સિંહ ખૈરાની ધરપકડ મામલે પોલીસની કાર્યવાહી બાદ કોંગ્રેસ નેતાઓ ભડકી ઉઠ્‌યા છે. ખૈરાએ તો એવું બોલી નાખ્યું કે, ભગવંત માને મને મારી નાખવા માંગે છે અને મારુ મર્ડર પણ કરાવી શકે છે. એટલું જ નહીં મલ્લિકાર્જુન ખડગે પણ કાર્યવાહીથી ભડક્યા છે. તેમણે કહ્યું કે, હું આ મામલે માહિતી મેળવીશ… કોઈપણ મામલો હોય, જાે અન્યાય થાય તો તે લાંબો સમય ટકતો નથી. અન્યાયની ઉંમર વધુ હોતી નથી…

Related posts

બિપોરજાેયના ઘા : પાંચ હજાર કરોડથી વધુનું આર્થિક નુકસાન

saveragujarat

ઉત્તર પશ્ચિમ પ્રદેશની મુલાકાત લેતા ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક વિરેન્દ્રસિંહ પઠાનિયા

saveragujarat

ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી નો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલની આજે દિલ્હી ખાતે ની મુલાકાત

Admin

Leave a Comment