Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મેટ્રો ટ્રેન સવારના ૭ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી દોડાવવાનો હંગામી ર્નિણય લેવાયો

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૭
અમદાવાદીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં દોડતી મેટ્રો ટ્રેનના સમયમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે અમદાવાદીઓને મેટ્રો માટે વધારાનો સમય મળશે. ગુજરાત મેટ્રો રેલ કંપનીએ અમદાવાદ મેટ્રો ફેઝ-૧નું સમયપત્રક હંગામી ધોરણે બદલવાનો ર્નિણય લીધો છે. હાલ મેટ્રોનું ટાઈમટેબલ સવારના ૯થી રાત્રીના ૮ વાગ્યા સુધીનું છે. ત્યારે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને સવલત રહે એટલા માટે ગુજરાત મેટ્રો રેલ દ્વારા આગામી ૩૦ જાન્યુઆરીથી સમય મર્યાદા વધારવાનો ર્નિણય લેવામા આવ્યો છે. જેથી સવારના ૯થી રાત્રીના ૮ વાગ્યાની સમય મર્યાદા વધારીને સવારના ૭થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી કરવાનો હંગામી ધોરણે ર્નિણય લેવામાં આવ્યો છે.મહત્વનું છે કે, હાલ લોકોની માગ જાેતા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં દર ૧૮ મિનિટે મેટ્રો ટ્રેન દોડાવવામાં આવે છે. જ્યારે ઉત્તર અને દક્ષિણમાં દર ૨૫ મિનિટે મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જાે કે, મુસાફરોની સંખ્યા પીક અવરમાં વધારે હોવાથી એ સમયગાળા દરમિયાન દર ૧૫ મિનિટના ગાળાએ દોડાવવાની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ રીતે એક મહિના માટે ટ્રેન સેવા ચલાવીને ખરેખરની જરુરિયાત અંગે અભ્યાસ કર્યા બાદ આગળના ટાઈમટેબલનો ર્નિણય લેવામાં આવશે.અગાઉ એવા રિપોર્ટ પણ સામે આવ્યા હતા કે, એક તરફ મેટ્રો ટ્રેન ચલાવવા માટે રોજનો ખર્ચો કરોડોમાં આવે છે તો બીજી તરફ, ટિકિટ પેટે મેટ્રોને માંડ સાડા પાંચ લાખ રુપિયાની રોજની આવક મળે છે. રવિવાર કે રજાના દિવસોમાં મેટ્રોમાં ૫૫ હજાર જેટલા પેસેન્જર મુસાફરી કરે છે, પરંતુ સામાન્ય દિવસોમાં આ આંકડો ૩૫ હજાર કરતા પણ ઓછો છે.હાલ શહેરમાં દોડતી મેટ્રોની ફ્રિકવન્સી પણ અલગ અલગ છે, મતલબ કે જાે પેસેન્જર એક ટ્રેન ચૂકી જાય તો બીજી ટ્રેન માટે તેને રાહ જાેવી પડે છે. જેનાથી મુસાફરોને ખાસ્સી અગવડતા પડી રહી છે. એટલું જ નહીં, મેટ્રો જે સ્ટેશન પર ઉતારે છે ત્યાંથી પેસેન્જરને જે ચોક્કસ જગ્યા પર પહોંચવાનું છે તેની કનેક્ટિવિટી પણ યોગ્ય રીતે ઉપલબ્ધ નથી. જેના કારણે અનેક લોકો મેટ્રોમાં પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. એટલું જ નહીં, પાર્કિંગ ફેસિલિટી ના હોવાના કારણે પણ ઘણા લોકો માટે મેટ્રો સ્ટેશન પહોંચવું અઘરું બની જાય છે.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક વડોદરાના સુખાલીપુરા ગામે પહોચ્યા

saveragujarat

શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુરમાં ભાવભક્તિપૂર્વક દિવ્ય શાકોત્સવ ઊજવાયો..

saveragujarat

વિસનગરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” ત્રિ-દિવસીય મહાઝૂંબેશનું આયોજન,વિસનગરના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વિવિધ કેન્દ્રો પર ઉપસ્થિત રહેશે

saveragujarat

Leave a Comment