Savera Gujarat
Other

દેશમાં દરેક વ્યક્તિને બુસ્ટર ડોઝ જરૂરી રહેશે :આઈસીએમઆર

સવેરા ગુજરાત /નવી દિલ્હી તા.૦૨ :ભારતમાં કોરોનાના દિવસો ગણાઈ છે અને દેશમાં બધુ ઓપનઅપ પણ થવા લાગ્યું છે તે સમયે હાલ સરકારે 12 વર્ષથી લઇને વૃધ્ધો સુધીના લોકોની વેક્સિનની ફોર્મ્યુલા બનાવી છે પરંતુ આઈસીએમઆરનાં એક અભ્યાસ મુજબ દેશના તમામ વયસ્કોને બુસ્ટર ડોઝની જરુર પડશે તે નિશ્ચીત છે અને સરકારે તે માટે આગામી સમયમાં પોલીસી નિશ્ચીત કરવી પડશે જેના કારણે કોરોનાના નવા વેરીઅન્ટ આવે તો પણતેની ચિંતા રહેશે નહીં. ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા આ અંગે સરકારને એક અલગથી પત્ર લખાયો છે. ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીના ડીરેક્ટર પ્રિયા અબ્રાહમના જણાવ્યા પ્રમાણે બુસ્ટર ડોઝનું મુખ્ય કામ એન્ટીબોડીને આગળ વધારવાનું છે. અમારા અભ્યાસમાં જણાયું છે કે બુસ્ટર ડોઝથી જે એન્ટીબોડી પેદા થાય છે તે કોરોનાના કોઇપણ વેરીઅન્ટ સામે લડવા શક્તિમાન છે. મોટાભાગના કેસોમાં કોરોના થયા પછી જે એન્ટીબોડી પેદા થાય છે તે છ માસ સુધી ચાલે છે અને વેક્સિન લીધા પછી જે એન્ટીબોડી મળે છે તે આઠ માસ સુધી ચાલે છે. પરંતુ કોરોના જે રીતે આવી શકે છે તે જોતા બુસ્ટર ડોઝ એ જરુરી છે.

Related posts

શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરા (હરણી રોડ સ્થિત)માં ભવ્યતા અને દિવ્યતા સભર થઈ શાકોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી….

saveragujarat

સમગ્ર દુનિયામાં કોરોના તબાહી મચાવશે, લાખો લોકોના થશે મોત

saveragujarat

વોડાફોન આઈડિયા આપી રહી છે આ શાનદાર પ્લાન, ઓછી કિંમતે બે મહિના સુધી દરરોજ મળશે 4GB ઈન્ટરનેટ…

saveragujarat

Leave a Comment