Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વિશ્વના સૌથી નબળા નાગરિકો અંગે વાત કરવાની જરૂર : મોદી

નવી દિલ્હી, તા.૨૪
પીએમ મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જી૨૦ના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેન્કના ગવર્નરોની પહેલી બેઠકને સંબોધી હતી. તેમણે કહ્યું કે અનેક દેશો ખાસ કરીને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ પણ હાલમાં કોરોના મહામારીના દુષ્પરિણામોનો સામનો કરી રહી છે. દુનિયાના જુદા જુદા ભાગોમાં વધતા જિઓપોલિટિકલ તણાવ જાેવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત એવા સમયે વૈશ્વિક નાણા અને અર્થતંત્રના નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે જ્યારે દુનિયા ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે સમાવેશી એજન્ડા બનાવીને જ વૈશ્વિક આર્થિક નેતૃત્વ દુનિયાનો વિશ્વાસ પાછો જીતી શકશે. ભારતીય ગ્રાહક અને નિર્માતા ભવિષ્યને લઈને આશ્વસ્ત છે. તેમણે કહ્યું કે ભારત સકારાત્મક ભાવનાને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ફેલાવવામાં સક્ષમ હશે. તેમણે અપીલ કરી કે આ બેઠકમાં દુનિયાના સૌથી નબળાં નાગરિકો અંગે ચર્ચા કરવામાં આવે.ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અંગે પીએમ મોદીએ કહ્યું કે ગત અમુક વર્ષોમાં આપણે એક અત્યધિક સુરક્ષિત, વિશ્વસનીય અને કુશળ જાહેર ડિજિટલ માળખું બનાવ્યું છે. આપણી ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમે શાસન, નાણાકીય સમાવેશન અને જીવનમાં સરળતાને બદલી નાખી છે. તેમણે કહ્યું કે ભારતના જી૨૦ પ્રેસિડેન્સી દરમિયાન એક નવું ફિનટેક પ્લેટફોર્મ બનાવાયું છે જે આપણા વૈશ્વિક જી૨૦ મહેમાનોને ભારતના ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગની પરવાનગી આપે છે.

Related posts

ગુજરાતના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ દ્વારા મેડલ એનાયત થશે

saveragujarat

આંદોલન સમયના કેસો પરત ખેંચવા કોળી સમાજ કરણી સેના પણ મેદાનમાં

saveragujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ઇમરજન્સી મેડિકલ ડે’ નિમિત્તે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટી – કર્ણાવતી મહાનગર દ્વારા ‘કાર્યકર્તા CPR ટ્રેનિંગ અભિયાન’નું આયોજન થયું

saveragujarat

Leave a Comment