Savera Gujarat
Other

ગુજરાતથી રામપથ અને રામાયણ યાત્રા ટુરિસ્ટ ટ્રેનનુ બુકિંગ શરૂ

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) રિજનેલ ઓફીસ, અમદાવાદ, દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા માટે ગુજરાતથી બે ટુર શ્રી રામપથ યાત્રા ટુરિસ્ટ ટ્રેન અને શ્રી રામાયણ યાત્રા ટુરિસ્ટ ટ્રેનનું આયોજન કરેલ છે. જે 25-12-21ના રોજ શ્રી રામપથ યાત્રા સાબરમતી સ્ટેશન થી રવાના થશે અને શ્રી રામાયણ યાત્રા પણ 22-2-22ના રોજ સાબરમતી સ્ટેશનથી રવાના થશે.આઈઆરસીટીસી અમદાવાદના રિજનલ મેનેજર વાયુનંદન શુકલાએ જણાવ્યું હતું કે 25 ડિસેમ્બર 2021ના રોજ મુસાફરોને અયોધ્યા, નંદીગ્રામ, વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ દર્શન માટે લઈ જવામાં આવશે. વધુ વિગતો આપતા વાયુનંદન જણાવે છે કે , 22 ફેબ્રુઆરી 2022ના રોજ શ્રી રામાયણ યાત્રા દર્શન ટુરમાં મુસાફરોને અયોધ્યા નંદીગ્રામ, જનકપુર, સીતા સમાધિ સ્થળ, સીતામઢી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, શ્રીંગાવપુર, નાશિક, હમ્પી, રામેશ્ર્વરમ માટે લઈ જવામાં આવશે
આ પેકેજમાં ટ્રેન ટિકિટ,ભોજન (ચા-નાસ્તો,લંચ, અને ડિનર), માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ/રૂમની સુવિધા ટુર એસ્કોેર્ટ, કોચ સિકયુરિટી ગાર્ડની સુવિધા, હાઉસકીપિંગ અને જાહેરાતની સુવિધા માહિતી માટે ઉપલબ્ધ હશે.
આ પ્રવાસી ટ્રેન સાબરમતીથી નીકળી સાબરમતી પરત ફરશે.વધુ માહિતી માટે www.irctctourism.com પર લોગ ઈન કરો અથવા 079-26582675, 82879 31718, 82879 31634, 93219 01849, 93219 01851, 93219 01852 પર સંપર્ક કરવો.
વાયુનંદન શુકલાએ અપીલ કરી કે મુસાફરોએ કેન્દ્ર સરકારના રસીકરણ કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ અને વહેલી તકે બે ડોઝ રસીકરણના કરાવવા જરૂરી છે અને કોવિડથી સુરક્ષિત રહેવું જોઈએ.આ યાત્રાઓ તમામ કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવી રહી છે. મુસાફરોની સલામતી માટે, તમામ મુસાફરોની મુસાફરી શરૂ કરતા પહેલા થર્મલ સ્કિનિંગ કરવામાં આવશે, આરોગ્ય-સેતુ એપ ડાઉનલોડ કરવાનું સુનિશ્ચીત કરવામા આવશે.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા પંચભૂતમાં થયા વિલિન

saveragujarat

શ્રી સ્વામિનારાયણ ભગવાનના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો ૮૦ મો સદ્‌ભાવ પર્વ ઊજવાયો

saveragujarat

કચ્છના ટુરિઝમને લાગ્યું કોરોના વાયરસનું ગ્રહણ

saveragujarat

Leave a Comment