Savera Gujarat
Other

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો કરાયો

નવી દિલ્હી,તા.૧
વધતી મોંઘવારીએ સામાન્ય માણસોની કમર તોડી નાખી છે અને ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકો પર એકવાર ફરીથી મોંઘવારીનો જબરદસ્ત ફટકો પડ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓએ આજથી ગેસના ભાવ વધાર્યા છે અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો કર્યો છે. રાહતની વાત એ છે કે આ વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે. ઘરેલુ એલપીજી સિલેન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નથી. જાે કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારા બાદ રેસ્ટોરન્ટમાં ખાવાનું પીવાનું મોંઘુ થઈ શકે છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાના વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોવાળા સિલિન્ડરના ભાવ ૨૧૦૧ રૂપિયા થયા છે. આ અગાઉ ૧ નવેમ્બરના રોજ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૬૬ રૂપિયાનો વધારો થયો હતો અને ગેસનો ભાવ ૨૦૦૦.૫૦ રૂપિયા થયો હતો. ૧૦૦ રૂપિયાના વધારા બાદ કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૨૧૭૭ રૂપિયા થયો છે. જ્યારે મુંબઈમાં ૧૯ કિલોવાળું સિલિન્ડર ૨૦૫૧ રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડર માટે ૨૨૩૪ રૂપિયા ચૂકવવા પડશે. આ અગાઉ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો. ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ૧ સપ્ટેમ્બરના રોજ ૪૩ રૂપિયા અને ૧ ઓક્ટોબરના રોજ ૭૫ રૂપિયા વધી હતી. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં આ વખતે કોઈ વધારો કરાયો નથી. છેલ્લે ઓક્ટોબરમાં ભાવ વધારવામાં આવ્યા હતા. દિલ્હી અને મુંબઈમાં નોન સબસિડીવાળા ૧૪.૨ કિગ્રાવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ હવે ૮૯૯.૫૦ રૂપિયા છે. ઘરેલુ ગેસની કિંમત કોલકાતામાં ૯૨૬ રૂપિયા છે. જ્યારે ૧૪ કિગ્રાવાળા સિલિન્ડરનો ચેન્નાઈમાં ૯૧૫.૫૦ રૂપિયા ભાવ છે. જાે તમે તમારા શહેરમાં ગેસ સિલિન્ડરના નવા ભાવ જાણવા માંગતા હોવ તો તેની જાણકારી માટે તમે સરકારી ઓઈલ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ ચેક કરી શકો છો. આ માટે તમારે ૈર્ંંઝ્રન્ ની વેબસાઈટ પર જવાનું રહેશે. ત્યારબાદ વેબસાઈટ પર રાજ્ય, જિલ્લા, અને ડિસ્ટ્રિબ્યુટર સિલેક્ટ કરો અને પછી સર્ચ પર ક્લિક કરો. પછી ગેસ સિલિન્ડરના ભાવ તમારી સામે આવી જશે.

Related posts

સરકાર, સમાજ, સેવાભાવી સંસ્થા અને મીડિયાના સહકારથી સમાજમાં અંગદાનની જાગૃકતા પ્રવર્તી છે – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જાેષી

saveragujarat

હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઈ.

saveragujarat

છ તાલુકામાં ૮ ઈંચથી વધુ વરસાદ

saveragujarat

Leave a Comment