Savera Gujarat
Other

કચ્છના ટુરિઝમને લાગ્યું કોરોના વાયરસનું ગ્રહણ

કચ્છ,તા.૨
કોરોના વાયરસને કારણે સતત ત્રીજા વર્ષે પણ કચ્છના ટુરિઝમ ઉદ્યોગને મોટું નુકસાન પહોંચ્યુ છે. ચાલુ વર્ષે જાન્યુઆરી શરૂઆતમાં જ કોરોનાના કેસો વધતા ૧૦ જાન્યુઆરી પછી કચ્છના પર્યટન સ્થળો પર પ્રવાસીઓનો ઘટાડો જાેવા મળ્યો હતો. હાલની સ્થિતિની વાત કરીએ તો, હાલ કચ્છના મુખ્ય ટુરિસ્ટ આકર્ષણ સ્થળ ધોળાવીરા, સફેદ રણ, ધોરડો, કાળો ડુંગર, માંડવી, કોટેશ્વર-નારાયણ સરોવર, લખપત અને અન્ય સ્થળો પર પ્રવાસીઓની સંખ્યા માં ઘટાડો થયો છે. સામાન્ય રીતે રણોત્સવ દરમિયાન કચ્છના પ્રવાસન સ્થળો નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓથી ભરચક જાેવા મળે છે. હોટેલ, રિસોર્ટ, ટેન્ટ સિટી ધોરડો પણ મહિનાઓ પહેલાથી બુક થઈ ચૂક્યા હોય છે. પરંતુ કોરોનાના કેસો વધતા આ જાન્યુઆરીમાં ટુરિસ્ટની બુકીંગ નથી આવી રહ્યાં. હાલ સફેદ રણમાં દરરોજ જૂજ જેટલા જ પ્રવાસીઓ જાેવા મળે છે. બીજી તરફ સફેદ રણ આસપાસના ખાનગી રિસોર્ટ પણ ખાલીખમ જાેવા મળે છે. જેના કારણે કચ્છ પ્રવાસન ઉદ્યોગને મોટું નુકસાન થયું છે. પ્રવાસન સાથે જાેડાયેલા દરેક નાના મોટા વ્યક્તિ અને જૂથને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે તેવુ ધોરડોના સરપચ મિયાં હુસૈને જણાવ્યું હતુ.

Related posts

સેન્સેકસમાં ૮૭૯, નિફ્ટીમાં ૨૪૫ પોઈન્ટનો કડાકો, રૂપિયો પણ તૂટ્યો

saveragujarat

પેશાવરમાં નમાજ બાદ મસ્જિદમાં આત્મઘાતી હુમલામાં ૪૬નાં મોત

saveragujarat

ભગવાન કૃષ્ણનું હૃદય હજુ જગન્નાથજીની મૂર્તિમાં ધબકે છે

saveragujarat

Leave a Comment