Savera Gujarat
Other

હવે મોબાઈલને પણ પડશે મોજ: ‘સાંઈરામ દવે OTT’નું ટૂંક સમયમાં લોન્ચીંગ

રાજકોટ જ નહીં બલ્કે સૌરાષ્ટ્ર-ગુજરાત-દેશ-વિદેશના લોકોને હાસ્ય તેમજ સાહિત્યનું ઘેલું લગાડનારા કલાકાર સાંઈરામ દવે ટૂંક સમયમાં પોતાનું ઓટીટી પ્લેટફોર્મ લોન્ચીંગ કરવાના છે. હાસ્ય, સાહિત્ય અને શિક્ષણમાં અનોખા પ્રયોગો દ્વારા લાખો ગુજરાતીઓના દિલ જીતનારા સાંઈરામ દવે ગુજરાતના પ્રથમ એવા કલાકાર છે જેઓ પોતાનું મેગા ઓટીટી પ્લેટફોર્મ લઈને આવી રહ્યા છે. વર્ષો પહેલાં 2007માં સાંઈરામ દવે ડોટ કોમ નામની વેબસાઈટ તેમણે શરૂ કરી હતી.

આ ઉપરાંત સાંઈરામ દવે ઓફિશિયલ ફેસબુક પેઈઝ ઉપર દસ લાખ ફોલોઅર્સ ધરાવતાં સાંઈરામ દવે ગુજરાતના એકમાત્ર હાસ્ય કલાકાર છે. છેલ્લા 26 વર્ષથી તેઓ ગુજરાતને કલાક્ષેત્રની સેવાઓ આપી રહ્યા છે. કોરોનાકાળ પછી ઓટીટી પ્લેટફોર્મ તરફ બોલિવૂડે પણ ઝુકાવ્યું છે ત્યારે ગુજરાતના એક કલાકાર તરીકે સર્વપ્રથમ ‘સાંઈરામ દવે ઓટીટી’ નામનું પોતાનું જ પ્લેટફોર્મ સાંઈરામ દવેએ લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગેની વિગતો આપવા આજે સાંઈરામ દવે સહિતનાએ ‘સાંજ સમાચાર’ની મુલાકાત લીધી હતી જેમાં આ પ્લેટફોર્મ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી.

‘સાંજ સમાચાર’ની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે ,અત્યારે ઓટીટી પ્લેટફોર્મ તો ઘણા બધા છે પરંતુ પરિવારના દરેક સભ્યો સાથે બેસીને બધા કાર્યક્રમો જોઈ શકે તેવા પ્લેટફોર્મ કેટલા ? આવા સવાલ ઉઠાવવાની જગ્યાએ આનો જવાબ લઈને હું ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ લઈને આવી રહ્યો છું. આ ઓટીટી એ મનોરંજનનું મેઘધનુષ બનીને રહેશે તેવો મને વિશ્વાસ છે. આજ સુધી મેં લોકોને પસંદ પડે તે પ્રકારનું હાસ્ય-સાહિત્ય પીરસ્યું છે પરંતુ આ પ્લેટફોર્મ ઉપર સાંઈરામને પસંદ પડે એવું અને આજ સુધી સાચવી રાખેલું સાહિત્ય રજૂ થશે.ટૂંકમાં સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય અને હાસ્ય સાહિત્ય એક નવા ક્લેવર સજવા તૈયાર થઈ રહ્યું છે. આ પ્લેટફોર્મ ઉપર સાંઈરામ દવેની 26 વર્ષની કલાક્ષેત્રની યાત્રાનો નીચોડ હશે. આ સાંઈરામ દવે ઓટીટી અબાલવૃદ્ધ સૌને નિહાળવું ગમે તેમજ ઉભરતાં કલાકારો માટે એક નવી દિશા ખોલનારું પ્લેટફોર્મ હશે. સાથે જ લોકો સારું જોઈ શકે તે માટે આ ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રીપ્શન નિ:શુલ્ક રાખવામાં આવ્યું છે. ઓટીટી ટૂંક સમયમાં પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર ઉપલબ્ધ બનશે.તેમણે ઉમેર્યું કે આ ઓટીટી સાથે ગુજરાતની નવી પેઢીના કલાકારોને એક જેકપોટ લાગવાનો છે. લોકસાહિત્ય કે હાસ્ય જનરલી કોઈને શીખવતું નથી. લોક માનસમાં એવી દૃઢ માન્યતા છે કે કલાકાર જન્મ લ્યે છે, કલા શીખવી ન શકાય ! જ્યારે સાંઈરામ દવે છેલ્લા છ વર્ષથી મહેનત કરીને હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર બનવા માટેનો એક આખો ‘એક્સક્લુઝિવ’ ઓનલાઈન કોર્સ તૈયાર કરેલો છે જેમાં કોઈ પણ વ્યક્તિ એ કોર્સ જોઈન્ટ કરે તો સાંઈરામ વિધિવત રીતે હાસ્યનું વિજ્ઞાન શીખવશે. કલાકારે જોક કેવી રીતે કહેવો ? સ્ટેજ ફીયર (સ્ટેજ પરનો ડર) કેવી રીતે દૂર કરવો ? જોક સ્ટ્રક્ચર શું છે ? હાસ્યના પ્રકારો કયા કયા છે ? તેની એકદમ પ્રેક્ટિકલ અને વિધિવત ઉદાહરણ તથા અસાઈન્મેન્ટસ સાથેની છણાવટ સાંઈરામ દવેએ આ કોર્સમાં કરેલી છે.નવા કલાકાર માટે તેની પ્રથમ સ્ક્રીપ્ટથી માંડી અને માઈક સેન્સ, ડ્રેસિંગ સેન્સ તેમજ સ્ટેજના એટિકેટ્સની ખૂબ જ મોર્ડન શૈલીમાં સાંઈરામે આ કોર્સમાં રજૂ કરી છે. કેટલીક તૈયાર સ્ક્રીપ્ટ તેમજ લોકસાહિત્યની અપ્રાપ્ય કવિતાઓનો એક ઉમોલ લીથો કોર્સ સબસ્ક્રાઈબ કરનારા વિદ્યાર્થીને ફ્રીમાં આપવામાં આવશે. દઆ કોર્સ બનાવવા પાછળ મારો હેતુ એટલો જ છે કે આવનારા દિવસોમાં વલ્ગારિટીને પ્રાધાન્ય આપનારા કલાકારોને બદલે ગુજરાતની ધરોહરને જાળવીને સારા, સાચા અને શિક્ષિત કલાકારોની ગુજરાતને ભેટ મળે.

Related posts

પરીક્ષાને તહેવારોની જેમ મનાવવા મોદીની વિદ્યાર્થીઓને સલાહ

saveragujarat

પાલનપુર ખાતે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલનો વિદાય સમારંભ તેમજ નવા કલેક્ટર વરૂણકુમારનો સત્કાર સમારંભ યોજાયો

saveragujarat

અંજારની ૧૭ વર્ષીય મૂકબધિર છોકરીના ગર્ભપાતની હાઈકોર્ટે આપી મંજૂરી

saveragujarat

Leave a Comment