Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

સપ્ટેમ્બર મહિનામાં સરકારને થયું GST નું બમ્પર કલેક્શન, જાણો આ રાજ્યએ કરાવી સૌથી વધુ આવક…

ઓગસ્ટ મહિનાના મુકાબલે સપ્ટેમ્બર મહિનામાં GST કલેક્શનને લઈને સરકારને રાહત થાય તેવા આંકડા સામે આવ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં સરકારનુ GST કલેક્શન 1.17 લાખ કરોડ રૂપિયા રહ્યુ છે. ઓગસ્ટ મહિનામાં સરકારને GST તરીકે 1.12 લાખ રૂપિયાની આવક થઈ હતી.

ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાના મુકાબલે જીએસટી કલેક્શનમાં 23 ટકા વધારો થયો છે. જાણકારોનુ માનવુ છે કે, કલેક્શનમાં થઈ રહેલો વધારો ઈકોનોમીમાં રિકવરીનો સંકેત આપી રહ્યો છે.

સરકારનુ જીએસટી કલેક્શન ઓગસ્ટ મહિનામાં 1.12 લાખ કરોડ રૂપિયા, ઓગસ્ટ મહિનામાં 86449 કરોડ, જુલાઈમાં 1.16 લાખ કરોડ અને જુન મહિનામાં 92849 કરોડ રૂપિયા નોંધાયુ હતુ.

ગુજરાતની વાત કરવામાં આવે તો રાજયામાંથી 7780 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન સપ્ટેમ્બર મહિનામાં થયુ છે. મોટાભાગના રાજ્યોમાં જીએસટી કલેક્શનમાં ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાના મુકાબલે વધારો નોંધાયો છે. અન્ય રાજ્યોમાંથી થયેલુ જીએસટી કલેક્શન નીચે પ્રમાણે છે

જમ્મુ કાશમીર 377 કરોડ
હિમાચલ પ્રદેશ 680 કરોડ
પંજાબ 1194 કરોડ
દિલ્હી 3605 કરોડ
યુપી 5692 કરોડ
બિહાર 876 કરોડ
પશ્ચિમ બંગાળ 3393 કરોડ

Related posts

NCBની પૂછપરછમાં શાહરૂખના દિકરાએ કર્યો મોટો ખુલાસો, આટલા વર્ષોથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે આર્યન ખાન…

saveragujarat

બિપોરજાેય ચક્રવાત જખૌ નજીક થઈ શકે લેન્ડફોલ

saveragujarat

ત્રણ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં હીટવેવની સ્થિતિ

saveragujarat

Leave a Comment