Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

HDFC બેંક-હાઉસિંગ ડેવલપમેન્ટ કોર્પનું મર્જર, વિશ્વની ચોથા નંબરની બેન્ક

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૩૦
ભારતમાં સૌથી મોટી બેંકોમાં સામેલ એચડીએફસી બેન્ક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્શ કોર્પ (એચડીએફસી) સાથે મર્જર કરવા જઈ રહી છે. આ વિલયની સાથે જ તે વિશ્વની મોસ્ટ વેલ્યુએબલ બેન્કોમાં સામેલ થઈ જશે. આવું પહેલીવાર બનશે. આ વિલયની સાથે જ અમેરિકા તથા ચીનની બેન્કો સામે એક નવો હરીફ બજારમાં આવશે જે ટોચના સ્થાનની નજીક પહોંચી હશે. ૧ જુલાઈથી એચડીએફસીબેન્ક અને એચડીએફસીવચ્ચે મર્જર અમલમાં આવશે. એચડીએફસી બેંક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પના મર્જરની સાથે જ વિશ્વની ચોથા ક્રમની માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી બેંક અસ્તિત્વમાં આવશે. જે જેપીમોર્ગન ચેઝ એન્ડ કંપની, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ અને બેંક ઓફ અમેરિકા કોર્પ પછી ચોથા ક્રમે હશે. આ બેન્કની વેલ્યૂ ૧૭૨ બિલિયન ડૉલરની આજુબાજુ રહેશે. આ બંને જાયન્ટસ વચ્ચે ૧ જુલાઈથી મર્જર અમલી બનશે અને તેની સાથે ૧૨૦ મિલિયન કસ્ટમર ધરાવતી નવી એચડીએફસીબેન્ક અસ્તિત્વમાં આવશે. આ કસ્ટમરની સંખ્યા જર્મનીની વસતી કરતાં પણ વધુ હશે. તેની સાથે બેંકની શાખાઓની સંખ્યા ૮૩૦૦ને વટાવી જશે અને તેના કર્મચારીઓની સંખ્યા પણ ૧૭૭૦૦૦ને સ્પર્શી જશે. આ મર્જરની સાથે જ ભારતની સૌથી મોટી બેંકોમાં સામેલ એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈબેન્ક પણ માર્કેટ કેપિટલ મામલે એચડીએફસીથી પાછળ થઈ જશે. હાલમાં એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈની માર્કેટ કેપઅનુક્રમે ૬૨ બિલિયન અને ૭૯ બિલિયન ડૉલરની આજુબાજુ છે.

Related posts

‘નો યોર એરફોર્સ’ પ્રદર્શન આજે અને કાલે જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું

saveragujarat

ડેન્ગ્યુ તાવથી દૂર રહેવા માટે ખોરાક માં આ વસ્તુઓનો કરો સમાવેશ, પ્લેટલેટ્સ વધવામાં થશે મદદરૂપ…

saveragujarat

અમદાવાદની અસારવા ૧૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિની તૈયારીઓની સમીક્ષાને લઈને ‘મોકડ્રીલ’ યોજાઈ

saveragujarat

Leave a Comment