Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સુરતમાં ૨૪ કલાકમાં ૨ યુવકના રહસ્યમય મોત, ૧ રેલવે સ્ટેશન પર તો બીજાે બ્રિજ પર ઢળી પડ્યો

સવેરા ગુજરાત,સુરત, તા.૨૭
ગુજરાતમાં હાર્ટએટેકના કારણે અનેક યુવકના મોત થઈ રહ્યા છે. ક્યારેક ક્રિકેટના ગ્રાઉન્ડ પર તો ક્યારેક પોતાના જ ઘરમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે. ત્યારે હવે સુરતથી એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. કારણ કે, અહીં ૨૬ અને ૨૧ વર્ષના ૨ યુવકના રહસ્યમય મોતથી લોકોમાં ચકચાર મચી હતી. જાેકે, બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ત્યાં આ ઘટના સાંભળીને ડોક્ટર્સ પણ ચોંકી ગયા હતા.ગુજરાતમાં નાની વયના યુવાનો મોતને ભેટતા હોવાનો સિલસિલો હજી પણ યથાવત્‌ છે. હજી થોડા દિવસ પહેલાં જ થોડા રાજ્યમાં હાર્ટએટેકના કારણે ૧૯ વર્ષીય યુવકનું મોત થયું હતું. ત્યારે હવે વધુ ૨ યુવાનના ભેદી મોત થતા ચકચાર મચી હતી. આ બંને ઘટના સુરતની છે. આ અંગે મળતી માહિતી અનુસાર, બુધવારે સવારે ૨૬ વર્ષીય યુવક સુનિલ અનુજ સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જાેઈ રહ્યો હતો. તે દરમિયાન તે અચાનક બેભાન થઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. આ મૃતક યુવક સફાઈનું કામ કરતો હતો ને બુધવારે તે પોતાના વતન ઉત્તરપ્રદેશ જઈ રહ્યો હોવાથી તે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૪ પર ટ્રેનની રાહ જાેતો હતો. તે વખતે સવા દસ વાગ્યાની આસપાસ તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. જાેકે, તેના સંબંધીઓએ આ અંગે ૧૦૮ ઈમરજન્સીને જાણ કરી હતી ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી ૧૦૮ ઈમરજન્સીની ટીમે સુનિલને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ત્યારબાદ સુરત રેલવે પોલીસે મૃતક સુનિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.અન્ય એક ઘટનાની વાત કરીએ તો, વરિયાવી બજારના મદારીવાડમાં પાણીની બોટલની ડિલીવરીનું કામ કરતો ૨૧ વર્ષીય શૈલેષ અશોક રાઠોડનું પણ અચાનક મોત થયું હતું. આ યુવક મંગળવારે રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ જિલાની બ્રિજ પાસેથી પગપાળા પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેને ચક્કર આવતાં તે બેભાન થઈ ગયો હતો. તેને પણ ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. જાેકે, આ ઘટનામાં ચોકબજાર પોલીસે મૃતક શૈલેષ રાઠોડનું સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જાેકે, પોલીસે આ બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલ્યા હતા, જ્યાના તબીબોએ પોસ્ટમોર્ટમ કરી જરૂરી સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે.આ રીતે એક પછી એક નાની વયના ૨ યુવાનોના મોતની ઘટનાને જાેઈને ડોક્ટર્સ પણ ચોંકી ગયા હતા. તો આ અંગે સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક મેડિસીન વિભાગનાં વડા ડૉ. ઇલિયાસ શેખે જણાવ્યું હતું કે, આ બંને કેસમાં મૃત્યુનું કારણ જાણી નથી શકાયું. અત્યારે તો બંને યુવકના જરૂરી સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે, જેનો રિપોર્ટ આવ્યા પછી તેમના મોતનું સાચું કારણ જાણી શકાશે.

Related posts

આયુષ્માન ભારત પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં ૭૦૦૬ના લક્ષ્યાંક સામે ૭૫૨૩ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો શરૂ કરાયા

saveragujarat

ભગાડી જનારા આરોપીને ૧૦ વર્ષની જેલની સજા થઈ

saveragujarat

દાંતા સ્ટેટના રાજવી પરીવાર ના મધૂસુદનસિંહજી પરમાર ના દુઃખદ અવસાન થી જિલ્લા માં શોક છવાયો..

saveragujarat

Leave a Comment