Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

ઠક્કરનગર, બાપુનગર અને નિકોલ બેઠક પર પાટીદારોની નારાજગી ભાજપને નડશે ?

સવેરા ગુજરાત અમદાવાદ તા.૨૩
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી વિધાનસભાની ઠક્કરનગર, બાપુનગર અને નિકોલ બેઠક પર પાટીદારોની નારાજગી ભાજપને નડી શકે તેમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બાપુનગર બેઠક અને ઠકકરનગર બેઠક પર કોંગ્રેસની સાથે ભાજપ અને આમ આદમી પાર્ટીની સીધી ટક્કર જામવાની છે. વિસ્તારમાં પાટીદાર મતદારો પોતાનું મન કળવા નહીં દેતા હોવાને કારણે ચૂંટણી પ્રચારમાં ઝડપલાવનારા ઉમેદવારોમાં પણ અસમંજસ વ્યાપ્યું છે.શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નરોડા અને નિકોલ બેઠક પર પાટીદારોની નારાજ ભાજપને નડી શકે તેમ છે. ૨.૫૩ લાખથી વધુ મતદારો ધરાવતી નિકોલની બેઠક પર લેઉઆ પટેલની નારાજગી છે. તો બીજી તરફ નરોડાના ભાજપનાં મહિલા ઉમેદવાર પાયલ કુકરાણી સિંધી બહુમતીવાળા વિસ્તારોમાં જ પ્રચાર કરવામાં વ્યસ્ત રહેતા અન્ય સમુદાયની ઉપેક્ષા થઇ રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.નરોડા બેઠકના ભાજપના ઉમેદવાર પાયલ કુકરાણી દ્વારા નરોડા બેઠકમાં સમાવિષ્ટ એવા નરોડા ગામ સહિતના પાટીદાર અને અન્ય ભાષાભાષી સમુદાયવાળા વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર તરફ ઓછું ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાની લાગણી મતદારોમાં વ્યાપી છે.
જ્યારે બીજી તરફ ભરોસાની ભાજપના સૂત્ર સાથે નિકોલમાં ભાજપનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ૨.૫૩ લાખથી વધુ મતદારો ધરાવતી નિકોલની બેઠક પર લેઉઆ પટેલની નારાજગી પરિણામ પર અસર લાવી શકે છે. પાટીદાર આંદોલનમાં પણ લેઉઆ અને કડવા પટેલને ભયંકર અન્યાય થયો હોવા છતાંય શાસક પક્ષને પડખે રહેલા પાટીદારોને ૨૦૨૨ની ચૂંટણીમાં પણ ટિકીટની ફાળવણીમાં થયેલા અન્યાયને પરિણામ લેઉઆ પાટીદાર આ વખતે સખત નારાજ છે.
તેની નારાજગીની અસર નિકાલ વિધાનસભાની બેઠકના પરિણામ પર પડી શકે છે. નિકોલની બેઠક પરથી ભાજપના જગદીશ વિશ્વકર્મા, કોન્ગ્રેસના રણજિત બારડ અને આપના અશોક ગજેરા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે અપક્ષ તરીકે ધુ્રવિન કાનાણી છે.

Related posts

राजस्थान स्थापना दिवस के उपलक्ष में होली के पश्चात फागोत्सव का आयोजन 3 अप्रैल 2022 को

saveragujarat

દીપડાઓનો આતંકને કારણે ખેડુતોને આખી રાત કરવા પડે છે ઉજાગરા

saveragujarat

ગુજરાતના નેતાઓ માટે ખુશખબર! દેશદ્રોહનો કાયદો હવે થશે ખતમ

saveragujarat

Leave a Comment