Savera Gujarat
તાજા સમાચારભારતરમત ગમત

જુઓ વિડીયો : ટીમ ઇન્ડિયાની આ મહિલા ખેલાડીને અમ્પાયરે નોટ આઉટ કહ્યું છતા મેદાનની બહાર ચાલી ગઈ…

ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે ગોલ્ડ કોસ્ટના કૈરારા ઓવરમાં રમાય રહેલ ડે/નાઇટ ટેસ્ટ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાની બૈટર પૂનમ રાઉતે એક અનોખી મિસાલ કાયમ કરી છે. તેના આ નિર્ણયના ખુબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. ખરેખર ટેસ્ટ મેચના બીજા દિવસે પૂનમ રાઉત અમ્પાયર દ્વારા આઉટ અપાયા બાદ મેદાન છોડીને બહાર ચાલી ગઇ. તેના આ નિર્ણયે સૌ કોઇને ચોંકાવી દીધા છે.

ભારતીય ઇનિંગની 81મી ઓવર ઓસ્ટ્રેલિયાની જમણા હાથની સ્પિનર સોફી મોલિનક્સ ફેંકી રહી હતી. આ દરમિયાન તેનો એક બોલ ટર્ન થયો, જેને પૂનમ યોગ્ય રીતે રમી શકી નહીં. આ દરમિયાન મોલિનક્સે જબરજસ્ત અપીલ કરી પરંતુ અમ્પાયરે નોટ આઉટ આપ્યું. પરંતુ તે છતા ભારતીય બૈટર મેદાનથી બહાર ચાલી ગઇ. તેના આ નિર્ણય પર ઓસ્ટ્રેલિયાની મહિલા ખેલાડીઓ સહિત તમામ દંગ રહી ગયા હતા.

પૂનમ આ મેચમાં સારી લયમાં નજર આવી રહી હતી. આ દરમિયાન તેને સારી બેટિંગ કરતા સ્મૃતિ મંધાનાની સાથે 100 રનની ભાગીદારી પણ નોંધાવી હતી. તે 36 રન બનાવીને આઉટ થઇ ગતી. પોતાની ઇનિંગ દરમિયાન પૂનમે બે ચોગ્ગા ફણ ફટકાર્યા હતા.

ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન સબા કરીમે પૂનમ રાઉનતના આ નિર્ણયને અજીબ ગણાવ્યો. તેમણે કહ્યું કે, ઇમાનદારીથી કહું તો આ ખુબ જ વિચિત્ર નિર્ણય છે. કારણ કે આ ટેસ્ટમાં ડીઆરએસ નથી. ત્યાં જ પૂર્વ મહિલા ક્રિકેટરનૂશીર અલ ખદીરે કહ્યું, આશા છે કે પૂનમને હવે પછતાવો નહીં હોય.

 

Related posts

મહિલા અને બાળ કલ્યાણ પ્રવૃત્તિ સમિતિના સ્વ ભંડોળ અંતર્ગત અમદાવાદ જીલ્લાની ‘પંખ અને ‘વચન’ યોજનાનો શુભારંભ

saveragujarat

બિપરજાેયનું ૧૭૦૦થી વધુ ગામો, ૭૫ દરિયાકાંઠા, ૪૧ બંદરો પર જાેખમ

saveragujarat

11મા ખેલ-મહાકુંભનો શુભારંભ

saveragujarat

Leave a Comment