Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદ ઓઢવ પોલીસનો સપાટો: વિદેશી દારૂના જંગી જથ્થા સાથે આરોપીને ઝડપયો

સવેરા ગુજરાત, અમદાવાદ  ,તા.27

અમદાવાદ શહેર મે.પોલીસ કમિશ્ર્નર તથા અધિક પોલીસ કમિશ્ર્નર સેકટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્ર્નર ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશ્ર્નર આઈ ડીવીઝનનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઈન્સ્પેકટર જે. એસ. કંડોરીયા નાઓએ સર્વેલન્સ સ્કોર્ડના પીએસઆઈ વી. એ. હરકટ તથા સ્ટાફના માણસોને ઓઢવ એસ.પી.રિંગરોડ પરથી અવાર નવાર બંધ બોડીની મોટી ગાડીઓ તથા કન્ટેનર પરપ્રાંતીય રાજયોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થતી હોય જેથી પ્રોહીબીશનના ગુના બનતા અટકાવવા તથા ગુનાના કામના આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પીએસઆઇ તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે વખતે કલાક : ૨૧/૦૦ વાગે સાથેના સ્ટાફના માણસોને ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે “એક ટાટા કંપનીની દસ વ્હિલની ટ્રક જેનો આર.ટી.ઓ નં-MH.04.GF.0705 ની ગુજરાત રાજયમા પ્રતિબંધીત ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી નાના ચિલોડા થી દાસ્તાન સર્કેલ થઈ નિકોલ કઠવાડા ચાર રસ્તા થઈ ઓઢવ રીંગરોડ બ્રિજ પરથી પસાર થઈ પાંજરાપોળ ચાર રસ્તા થઈ અસલાલી તરફ જવાની છે જે ટ્રકમાં ઉપરના ભાગે સંતરા અને સુકુ ઘાસ ભરેલ છે

અને નિચેના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે” જે બાતમી હકીકત આધારે સર્વેલન્સ સ્કોર્ડના પીએસઆઇ તથા સ્ટાફના માણસો સાથે ઓઢવ એસ.પી.રિંગરોડ બ્રિજના છેડે રોયલ હોટલની સામે જાહેર રોડ ઉપર ટ્રકની વોચમાં ખાનગી રીતે છુટા છવાયા હાજર રહ્યા બાદ બાતમી હકીકતના નંબરવાળી ટ્રક નિકોલ કઠવાડા ચાર રસ્તા તરફથી ઓઢવ એસ.પી. રિંગરોડ બ્રિજ પરથી પસાર થઈ પાંજરાપોળ ચાર રસ્તા તરફ આવતી જણાયેલ જે ટ્ર્ક ઓઢવ રિંગરોડ બ્રિજના છેડે નજીક આવતા ટ્રકનો નંબર ઉપરોક્ત બાતમી હકીકતવાળો હોય જેથી ટ્રકને રોકી લેવા સારૂ જરૂરી બેરીકેટીંગ કરી કોર્ડન કરી ટ્રકને ઉભી રખાવી સાઇડમાં કરાવેલ બાદ ટ્રકના ડ્રાઈવરને સાથે રાખી ટ્રકને ચેક કરતા ટ્રકના ઉપરના ભાગે ગ્રીન કલરની તાળપતરી બાંધેલ હોય જે તાળપતરી ટ્રક ડ્રાઈવરની હાજરીમા ખોલી જોતા ટ્રકના ઉપરના ભાગે સંતરા તથા સુકુ ધાસ ભરેલ હોય અને નિચેના ભાગે સુકા ઘાસમા અલગ અલગ પ્લાસ્ટીકની મિણીયાની થેલીમા ખાખી કલરના પુઠાના બોકસ હોય જે બોકસ ખોલી જોતા મોટી માત્રામા ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ હોય જે પ્રોહીબીશનના ગણનાપાત્ર જથ્થા સાથે ટ્રક ડ્રાઈવરને પકડી લઈ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરી છે.

જેમાં આરોપીનુ નામ : માંગીલાલ બુધારામ ધોખારામ ગોદારા (બિશ્નોઈ) ઉ.વ.૩૦ રહેવાસી : ખીલોરીયો કા વાસ, ગામ.શરનાઉ તા.રાણીવાડા જી.ઝાલોર (રાજસ્થાન)
વોન્ટેડ : મુકેશ પીરારામ ગોદારા (બિશ્નોઈ) રહે- ગામ-શરનાઉ તા-રાણીવાડા જી-ઝાલોર (રાજસ્થાન)

પકડાયેલ આરોપી માંગીલાલ સ/ઓ બુધારામ ગોદારાનો ગુનાહીત ઈતિહાસ છે જેમાં (૧) બનાસકાંઠા ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.સી/૧૧૧૯૫૦૧૯૨૨૦૬૯૯ ધી પ્રોહીબીશન એકટ કલમ : ૬૫(એ,ઇ), ૬૬ (બી), ૧૧૬(બી),૯૮(૨), ૮૧ મુજબ નોંધાયેલ છે.

પકડાયેલ મુદ્દામાલ માં ભારતીય બનાવટનો વિદેશીદારૂની ૭૫૦ MLની શીલબંધ બોટલો જે એક બોટલની કિં.રૂ.૫૦૦ ગણી કુલ્લે નંગ-૨૯૩૨ કિ.રૂ.૧૪,૬૬,૦૦૦/ તથા ભારતીય બનાવટના વિદેશીદારૂના ૧૮૦ MLની શીલબંધ ક્વાર્ટર જે એક કવોર્ટસની કિં.રૂ.૧૦૦ ગણી કુલ્લે નં-૯૪૦૮ કિ.રૂ.૯,૪૦,૮૦૦/ મળી કુલ્લે કિ.રૂ.૨૪,૦૬,૮૦૦/- તેમજ ટ્રકમા ભરેલ સંતરા જેની કિં.રૂ.૦૦/૦૦ તથા એક વિવો કંપનીનો મો.ફોન કિ.રૂ.૧૦,૦૦૦/ તથા રોકડા નાણા રૂ.૪૬૦૦/- તથા ટાટા કંપનીની ટ્રક નં-MH.04.GF.0705 ની જેની કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/- ગણી મળી કુલ્લે કિં.રૂ.૩૪,૨૧,૪૦૦/- કબજે કરાયો છે.

Related posts

સૌથી વધુ લીડ- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ-૧,૯૨,૨૬૩ વોટથી જિત્યા

saveragujarat

સાબરાંઠા જિલ્લા આચાર્ય ભરતી કેમ્પ નો સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો

saveragujarat

સીબીઆઈ અને ઈડીના૧ દુરુપયોગ સામેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

saveragujarat

Leave a Comment