Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સીબીઆઈ અને ઈડીના૧ દુરુપયોગ સામેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

સવેરા ગુજરાત,નવી દિલ્હી,તા.૫
૧૪ વિપક્ષો દ્વારા સીબીઆઈઅને ઈડીનો દુરુપયોગ થતો હોવાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જે અંગે આજે સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. અરજીમાં વિપક્ષના નેતાઓ વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સીઓ દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો અને ભવિષ્ય માટે દિશા-નિર્દેશ જારી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. વિપક્ષ પાર્ટીઓએ અરજી પર ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની ખંડપીઠે સુનાવણી કરી હતી. ન્યાયમૂર્તિ પી.એસ.નરસિમ્હા અને જે.બી.પારડીવાલા પણ ખંડપીઠનો ભાગ હતા.વિપક્ષ તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, ૨૦૧૪ બાદ વિપક્ષના નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ૮૮૫ પ્રોસિક્યુશન ફરિયાદો દાખલ કરાઈ છે, સજા માત્ર ૨૩ને મળી… ૨૦૦૪થી ૨૦૧૪ સુધી… લગભગ અડધી અડધી તપાસ થઈ છે… આ અંગે સીજેઆઈએ કહ્યું કે, ભારતમાં સજાનો દર ઘણો ઓછો છે.સિંઘવીએ દલીલ કરી હતી કે, ૨૦૧૪થી ૨૦૨૨ સુધી ઈડી દ્વારા ૧૨૧ રાજકીય નેતાઓની તપાસ કરાઈ, જેમાંથી ૯૫ ટકા વિપક્ષના છે. તેમણે કહ્યું કે, સીબીઆઈ દ્વારા ૧૨૪ નેતાઓની તપાસ કરાઈ, જેમાં ૧૦૮ વિપક્ષના છે. ત્યારબાદ સીજેઆઈએ કહ્યું કે, આ એક કે બે પીડિત વ્યક્તિઓની દલીલ નથી. આ ૧૪ રાજકીય પક્ષોની દલીલ છે.શું આપણે કેટલાક ડેટાના આધારે કહી શકીએ કે તપાસમાં છૂટ આપવી જાેઈએ? ‘સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે, તમારા ડેટા તમારી જગ્યાએ યોગ્ય છે, પરંતુ શું રાજકીય નેતાઓ પાસે તપાસથી બચવાનો કોઈ વિશેષાધિકાર છે… આખરે રાજકીય નેતાઓ પણ દેશના નાગરિક છે. ત્યારબાદ સિંઘવીએ કહ્યું કે, હું ભાવિ દિશા-નિર્દેશની માંગ કરી રહ્યો છું.આ કોઈ પીઆઈએલનથી, પરંતુ ૧૪ રાજકીય પક્ષો ૪૨ ટકા મતદારોનું પ્રતિનિધિત્વ કરે છે અને જાે તેઓ પ્રભાવિત થાય છે, તો લોકો પણ પ્રભાવિત થાય છે…આ અંગે બેન્ચે કહ્યું કે, રાજકારણીઓ પાસે કોઈ વિશેષાધિકાર નથી. તેમને પણ સામાન્ય માણસ જેવા જ અધિકારો છે. શું આપણે સામાન્ય કેસમાં કહી શકીએ કે, જાે અન્ય શરતોના ઉલ્લંઘન/તપાસમાંથી ભાગી જવાની કોઈ શક્યતા ન હોય, તો કોઈ વ્યક્તિની ધરપકડ કરવી જાેઈએ નહીં. જાે આપણે બીજા મામલામાં આવું ન કહી શકીએ તો રાજકારણીઓના કિસ્સામાં કેવી રીતે કહી શકીએ.વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ૨૪મી માર્ચે તાકીદે સુનાવણી માટે અરજીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ૨૦૧૪માં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) સરકાર સત્તામાં આવ્યા બાદ કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા દાખલ કરાયેલા કેસોની સંખ્યામાં વધારો થયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અરજીમાં આરોપ લગાવાયો છે કે, વિરોધ પક્ષોના નેતાઓ અને અસંમતિના પોતાના મૂળભૂત અધિકારનો ઉપયોગ કરનારા અન્ય નાગરિકો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે છે.અરજી દાખલ કરનારા પક્ષોમાં કોંગ્રેસ ઉપરાંત દ્રવિડ મુનેત્ર કષગમ, રાષ્ટ્રીય જનતા દળ, ભારત રાષ્ટ્ર સમિતિ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), ઝારખંડ મુક્તિ મોરચા, જનતા દળ (યુનાઇટેડ), માર્ક્‌સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, સમાજવાદી પક્ષ અને જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સનો સમાવેશ થાય છે.

Related posts

જાણો ક્યાં કારણે પાકિસ્તાને અફઘાનોના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ

saveragujarat

દારૂબંધી વાળા ગુજરાતમાં વધી હેલ્થ પરમિટની સંખ્યા

saveragujarat

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ `૧૫૨૬ કરોડની જોગવાઈ

saveragujarat

Leave a Comment