Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સાબરાંઠા જિલ્લા આચાર્ય ભરતી કેમ્પ નો સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો

સવેરા ગુજરાત,સાબરકાંઠા,તા.૨૧
સાબરકાંઠા જિલ્લા આચાર્ય ભરતી કેમ્પ માં અંબાનું ધામ એવા ખેડબ્રહ્મા તાલુકાની આરડેકતા ઇન્સ્ટિટયૂટ નવી મેત્રાલ, મુકામે યોજાયો જેમાં ભરતી સમિતિના સભ્ય તમાલીયા સરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી મેડમની નિશ્રામાં તારીખ ૩૧ જુલાઈ થી શરૂ થયેલ કેમ્પ ૨૦ ઓગસ્ટ ના રોજ સંપન્ન થયો.. જિલ્લાની કુલ ૯૫ સ્કૂલોમાં આચાર્યોની ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં વિના વિઘ્ને નિયુક્તિ કરવામાં આવી. આજનો સમાપન સમારંભ આર્ડેકતા ઇન્સ્ટિટયૂટ કે જેમાં ૨૫ જેટલી અનેકવિધ કોલેજાે ચાલે છે તેના વડા આર. ડી. પટેલ ની અધ્યક્ષતામાં યોજાયો. આ પ્રસંગે ડી. ઈ. ઓ. ગઢવી મેડમે આર. ડી. પટેલ નું અભિવાદન કરેલ અને સરસ મજાની વ્યવસ્થા આપવા બદલ પ્રશસ્તિપત્ર સાલ અને મોમેન્ટ દ્વારા ધન્યવાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરુણાબેન પટેલ, જયંતીભાઈ ચૌધરી તથા સંદીપભાઈ તથા ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ કાગ ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખકિરણભાઈ પટેલે સ્વાગત અભિવાદન કરેલ રાજ્ય આચાર્ય સંઘના પ્રવક્તા ભાનુભાઈ પટેલે આચાર્ય ભરતી કેમ્પનું સફળ સંચાલન અને સુકાન સંભાળવા બદલ ડી. ઇ. ઓ. મેડમનો આભાર માન્યો હતો.સમગ્ર ભરતી કેમ્પ દરમિયાન પોતાની અમૂલ્ય સેવા આપનાર પાંચ ઉપપ્રમુખશ્રીઓ જેમાં ગજેન્દ્રભાઈ પટેલ સુનિલભાઈ પટેલ મોઘજીભાઈ પટેલ ગણવંતસિંહ ચંપાવત જીતેન્દ્રસિંહ કુંપાવત અને મહામંત્રી ભરતભાઈ પટેલને બિરદાવવામાં આવ્યા આ ઉપરાંત અધ્યક્ષ હરેશ પટેલ, સંચાલક મંડળના પ્રમુખ આર.ડી દાદા, તેમજ ભરતભાઈ પટેલ, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ અને બોર્ડ સભ્ય એચ.ડી. પટેલ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ અજીતભાઈ પટેલ, વહીવટી સંઘના પ્રમુખ પ્રવિણસિંહ રાણાના યોગદાનની નોંધ લેવામાં આવેલ. આભાર દર્શન પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે કરેલ. સમારંભનું સફળ સંચાલન ખેડબ્રહ્મા તાલુકા આચાર્ય સંઘ પ્રમુખ અને જ્યોતિ હાઈસ્કૂલના આચાર્યસુરેશકુમાર એસ પટેલે ભાવસભર શૈલીમાં કરેલ. કાર્યક્રમને અંતે સૌ મનગમતું ભાવ ભોજન લઈને વિદાય થયા હતા…

Related posts

યુક્રેનમાં ૩૯ લાખ નાગરીકો દેશ છોડીને ભાગ્યાં : ખોરાક-પાણી-દવા દરેક વસ્તુ માટે તરસી રહેલા યુક્રેની નાગરીકો

saveragujarat

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ૨-૧થી ટેસ્ટ શ્રેણી જીતી

saveragujarat

અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી વાતાવરણ જામ્યું

saveragujarat

Leave a Comment