Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

75માં પ્રજાસત્તાક દિવસે નિમિત્તે છેલ્લા સાત વર્ષના એસીબીના ફરિયાદીઓનું સન્માન કરતી એસીબી

સવેરા ગુજરાત, અમદાવાદ  ,તા.27

અમદાવાદ,  :લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજ્ય અમદાવાદની વડી કચેરી ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન નિયામક ડોક્ટર સમશેરસિંગના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સંયુક્ત નિયામક મદદનીશ નિયામકો, પોલીસ ઇસ્પેક્ટરઓ સહિત કુલ 250 જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તાજેતરમાં બ્યુરો દ્વારા અમલી કરેલ કેર પ્રોગ્રામ અંતર્ગત બ્યુરોમાં છેલ્લા સાત વર્ષમાં નોંધાયેલ ગુનાના ફરિયાદીઓએ પૈકી અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા અને અરવલ્લી જિલ્લાના કુલ 26 ફરિયાદીઓને રૂબરૂમાં હાજર રાખવામાં આવેલ આ ફરિયાદી સ્ત્રીઓનું બ્યુરોના નિયામક ડોક્ટર સમશેરસિંહ દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.

એસીબી નિયામકએ પોતાના વ્યક્તત્વમાં જણાવેલ કે કેર પ્રોગ્રામના અમલીકરણથી ફરિયાદી અને અરજદારોમાં વિશ્વાસની ભાવના પેદા થશે અને તેઓ ડર કે ભય વિના આગળ આવી ભ્રષ્ટાચાર વિરુદ્ધ ની લડાઈમાં સહભાગી બનશે જેથી લાંચિયા સરકારી કર્મચારીઓ ઉપર કાયદાનો ગાળો વધુ કસાશે પરિણામે લાંબા ગાળે લાંચિયા વૃતિમાં ઘટાડો આવશે અને સરકારની ભ્રષ્ટાચાર પ્રત્યેની ઝીરો ટોરન્સ નીતિને વધુ વેગ અને મજબૂતાઈ પ્રાપ્ત થશે અને પ્રજાજનો લાંચિયા વૃત્તિનો ભોગ બનતા અટકશે તેવો દ્રઢ વિશ્વાસ નિયામકએ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવેલ કે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો ફરિયાદીને ફરિયાદ કર્યા બાદ થતી હેરાનગતિ કે કનળગતને નિવારવા સારું તમામ પ્રકારના રક્ષણ અને સુરક્ષા પૂરી પાડવા કટિબદ્ધ છે.

પ્રજાસત્તાક દિન નિમિત્તે નિયામક ડોક્ટર સમશેરસિંગનાઓએ એસીબીના કર્મચારીઓને ભ્રષ્ટાચાર વિરુદ્ધની આ લડાઈમાં ફરિયાદી મહત્વનું અંગ હોય બ્યુરોમાં આવતા તમામ ફરિયાદી અરબદારોને પૂરતો સહકાર સન્માન અને સુરક્ષા પૂરી પાડવા સારું જણાવેલ અને આમ કરવાથી લાંચિયા કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે જાગૃત નાગરિકોને પ્રેરક બળ મળશે અને સમાજમાંથી વધુને વધુ નાગરિકો ભ્રષ્ટાચાર વિરુદ્ધની ફરિયાદ કરવા આગળ આવશે તેમ જણાવેલ વધુમાં બ્યુરોની કાર્યવાહી પારદર્શક પ્રજાવીમુખ અને સરળ બને તે રીતે કામ કરવા બ્યુરોના તમામ કર્મચારીઓને સલાહ અને સૂચન કરેલ આ રીતે કાર્યવાહી કરવાથી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈને વેગ મળશે અને સમાજમાંથી ભ્રષ્ટાચારની મદીને દૂર કરવા અને શુદ્ધ સમાજના નિર્માણ થકી દેશના વિકાસમાં અને વડાપ્રધાનના દેશની ત્રીજી આર્થિક મહાસત્તા બનાવતા સંકલ્પને પરિપૂર્ણ કરવામાં એન્ટી કરપશન બ્યુરો સહભાગી બનશે તેવી આશા વ્યક્ત કરેલ પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

વંદેભારત એક્સપ્રેસ ટ્રેન ભગવા રંગમાં જાેવા મળશે

saveragujarat

બિહારમાં આજે જેડીયુ અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું.ઃ નીતીશકુમારે રાજદ સાથે સરકાર બનાવશે

saveragujarat

અમદાવાદીઓ પાસેથી ટ્રાફિક અને આરટીઓ નિયમના ભંગ માત્ર એક વર્ષમાં દંડ પેટે રૂા. ૯ કરોડ વસૂલાયા

saveragujarat

Leave a Comment