Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતરમત ગમત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી 20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો

સવેરા ગુજરાત, અમદાવાદ  ,તા.27

મુખ્યમંત્રી એ બેટ પર હાથ અજમાવી પોતાના આગવા અંદાજમાં ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી

અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જૂનાગઢની ટિમો વચ્ચે મુકાબલો યોજાશે
મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી 20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી   ભુપેન્દ્ર પટેલે પોતાના આગવા અંદાજથી બેટિંગ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી હતી.

પાંચ દિવસ રમાનારી આ ટુર્નામેન્ટમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને જૂનાગઢ શહેરની મેયર્સ અને કમિશનર્સની ટિમો વચ્ચે મુકાબલો યોજાશે.

આ ટુર્નામેન્ટ ની પ્રથમ મેચ ગાંધીનગર મેયર્સ અને અમદાવાદ મેયર્સ ટીમ વચ્ચે યોજાઈ હતી.

મુખ્યમંત્રી  સહિતના મહાનુભાવોએ તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભકામનાઓ પાઠવી હતી.

ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, સાંસદ  હસમુખ પટેલ, ધારાસભ્ય સર્વશ્રીઓ બાબુસિંહ જાદવ, અમૂલ ભટ્ટ, કૌશિક જૈન, દીનેશસિંહ કુશવાહ, પાયલ કુકરાણી, અલ્પેશ ઠાકોર તથા અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  દેવાંગ દાણી અને મનપાના અધિકારી ઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સબ રજીસ્ટ્રારના ઘરેથી ૫૮.૨૮ લાખ રુપિયા રોકડા ACB ને મળ્યા

saveragujarat

મોંઘવારીનો માર ઝીંલતી આમ પ્રજા આજથી ગેસ સિલિન્ડરના રૂા. ૫૦નો વધુ ભાવ વધારો ઝીંકાતાં

saveragujarat

જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાઇ

saveragujarat

Leave a Comment