Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

મોંઘવારીનો માર ઝીંલતી આમ પ્રજા આજથી ગેસ સિલિન્ડરના રૂા. ૫૦નો વધુ ભાવ વધારો ઝીંકાતાં

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૨
ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો કરવામાં આવ્યા છે. નવા ભાવ આજથી જ લાગૂ થઈ ગયા છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ ૬ ઓક્ટોબર ૨૦૨૧ બાદ વધ્યા છે. આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગેસના બાટલાના વધતા ભાવને કારણે અમદાવાદની મહિલાઓ ચિંતામાં મુકાઈ રહ્યા છે.
આજથી જ ગેસના બાટલા ઉપર વધુ ૫૦ રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. ત્યારે ગેસના બાટલાના વધતા ભાવને કારણે મધ્યમવર્ગી પરિવરો ચિંતામાં મુકાઈ રહ્યા છે. ઘરનું બજેટ સંભાળતી મહિલાઓં માટે ભાવ વધારો સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે. એવામાં અમદાવાદની મહિલાઓનું કહેવું છે કે, ભાવ વધારાને કારણે ખાવું શું અમારા માટે તો એ ચિંતાનો વિષય બન્યો છે.
દરેક વસ્તુમાં ભાવ વધારો થઈ રહ્યો છે. ઘરમાં પાંચથી છ વ્યક્તિ રહેતા હોય અને નોકરી કરનાર એક વ્યક્તિ હોય એવામાં ગેસના બાટલા પર ૫૦ રૂપિયાના વધારાથી અમારે ઘર કેમ ચલાવવું. સવારથી ઉઠીયે ત્યારથી રાત સુધી ગેસના બાટલાનો ઉપયોગ થતો હોય છે. ત્યારે અમદાવાદની દરેક મહિલાઓ આજે ભાવ વધારા સામે સરકાર રાહત આપે તેવી માંગણી કરી રહી છે.ઉલ્લેખનીય છે કે, આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ૮૯૯.૫૦ રૂપિયાથી વધીને ૯૪૯.૫ રૂપિયા થઈ ગયો છે. મુંબઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર ખરીદશો તો તમારે ૯૪૯.૫૦ રૂપિયા આપવા પડશે. જ્યારે કોલકાતામાં તમે સિલિન્ડર ખરીદશો તો તમારે ૯૭૬ રૂપિયા ચૂકવવા પડશે. ચેન્નાઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત ૯૧૫.૫૦ રૂપિયાથી વધીને ૯૬૫.૫૦ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ગુજરાતમાં ન્ઁય્ સિલિન્ડરનો ભાવ ૯૫૬.૫૦ રૂપિયા થયો છે. આજથી જ ન્ઁય્માં ભાવ વધારા સાથે નવી કિંમત લાગૂ થઈ ગઈ છે.

Related posts

વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી કરનાળી મંદિરે યજ્ઞોપવિત સંસ્કાર આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો

saveragujarat

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ

saveragujarat

ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ (ન્યાયાધીશ) તરીકે અરવિંદ કુમારની નિમણૂંક કરવામાં આવી, રાજભવન ખાતે રાજ્યપાલે શપથ ગ્રહણ કરાવ્યા…

saveragujarat

Leave a Comment